બંધારણનો અર્થ

સામાન્ય રીતે કોઇપણ દેશના શાસનને ચલાવવા માટે તૈયાર કરવામાં આવેલ કાયદાઓના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ’ કે ‘સંવિધાન’ કહે છે.

ભારતનું બંધારણ

બંધારણ વિષે જાણો ખાસ જાણવા જેવી બાબતો. ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારાયું. તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી કરવામાં આવ્યો

આમુખ

વિધાનમંડળ દ્વારા ઘડાતા કોઇપણ કાયદાની શરૂઆતમાં એ કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો, જ્યારે ઘડાયો અને કયા હેતુઓ માટે ઘડવામાં આવ્યો, એ દર્શાવતું વક્તવ્ય આમુખ (Preamble) કહેવાય છે.

બંધારણના ઘડવૈયા

બંધારણના ઘડવૈયા કોને કહેવામાં આવે છે?

બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના જનક ઘડવૈયા ગણવામાં આવે છે.

બંધારણના હક્કો

દરેક નાગરિકને કાયદા સમક્ષ રક્ષણ, ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ નિષેધ, રોજગારીની સમાન તકો, અસ્પૃશ્યતા નાબૂદી તેમજ પદવીઓની નાબૂદી જેવી સમાનતાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

સ્વાતંત્ર્યનો હક્ક

વાણી-અભિવ્યક્તિ, શાંતિપૂર્ણ રીતે અને શસ્ત્રો વિના એકઠા થવાની, સંગઠનો, સમગ્ર દેશમાં મુક્ત રીતે હરવા-ફરવાની, દેશના કોઇપણ વિસ્તારમાં રહેવા તેમજ કોઇપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતાનો છે.

શોષણ વિરુધ્ધનો હક્ક

માનવ દુર્વ્યવહાર, બળપૂર્વક મજૂરી કરાવવી વગેરે પર પ્રતિબંધ તેમજ કારખાનાંઓ વગેરેમાં ૧૪ વર્ષ કે તેથી નાના બાળકો પાસે શ્રમ કરાવવા પરના નિષેધનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક

અંતઃકરણપૂર્વક ધર્મ પાળવાની, તેનો પ્રચાર કરવાની, ધાર્મિક કાર્યો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં જોડાવવાની સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

 સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર

અલ્પસંખ્યક વર્ગોની ભાષા, લિપિ અને સંસ્કૃતિની સુરક્ષાનો તેમજ તેમને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને તેને ચલાવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

ભારતનું બંધારણ

Medium Brush Stroke
Arrow

અહી કિલક કરો અને વાંચો અને ક્વિઝ આપો

ભારતનું બંધારણ મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં રાખી ઘડાયું હશે તેમ તેના આમુખ પરથી જણાય છે