રાષ્ટ્રીય મતદાતા દિવસ વિષે જાણો અને સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો. શા માટે ઉજવાય છે ?ચાલો જાણી એ..
રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે?
– ભારતીય ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે.
જેનો મુખ્ય હેતુ ભારતના તમામ નવા યુવા વૉટર્સ જે દર વર્ષે ઉમેરાય છે અને જે વૉટર્સ છે તેઓનામાં ભારતીય લોકતંત્ર અને પરંપરાઓની ન્યાયી પ્રણાલીથી પરિચિત થાય
હેતુ :
– યુવા વૉટર્સ કોઇપણ જાતના પક્ષપાત વગર, નિર્ભય અને પ્રલોભન વગર ચોક્કસ અને લાયક ઉમેદવારને મત આપે અને પોતાના એક મતની કિંમત તે સમજે તે ખૂબ જ જરૂરી છે.
હેતુ :
મતદાર દિવસ ક્યારથી શરૂ થયો ?
વર્ષ 2011 થી દરેક ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે, ભારત સરકારે ચૂંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ઉજવવાનું શરૂ કર્યું
ભારતની 65 ટકા વસ્તી યુવાનોની બનેલી છે, તેથી યુવાનોએ દેશની દરેક ચૂંટણીમાં બને તેટલો ભાગ લેવો જોઈએ
ભારતના 65% મતદારો યુવા છે.
'રાષ્ટ્રીય મતદાતા દિવસ'નો ઉદ્દેશ્ય
મતદાનમાં લોકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો તેમજ સારી સ્વચ્છ છબી ધરાવતા પ્રતિનિધિને પસંદ કરવા માટે મતદારોને મતદાન કરવા જાગૃત કરવા
મતદારોના દિવસે શું થાય છે?
રાષ્ટ્રીય મતદાતા દિવસ પર રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર અપાશે. મતદાનને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓનું સન્માન કરવામાં આવશે.
1. મતદાર તરીકે નોંધણી કારવાં માટે કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? - 18 વર્ષ ઉંમર હોવી જોઈએ .
પ્રશ્નો :
લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી ઓ સામાન્ય ચૂંટણીઓ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે ? - 5 વર્ષે યોજવામાં આવે છે.
પંચાયતીરાજમાં ચૂંટણી લડવા માટેની લઘુતમ વયમર્યાદા કેટલી રાખવામાં આવેલી છે? -21 વર્ષની ઉંમર પંચાયતીરાજમા ચૂંટણી લડવા જરૂરી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે ?- 50% મહિલા પ્રતિનિધિ
હોદ્દાની રૂએ રાજ્યના દરેક જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી કોણ હોય છે ? - જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી છે.
રાષ્ટ્રીય મતદાતા નિબંધ અને તે વિષે વિગતે વાંચવા નીચે કિલક કરો સાથે તે અનુરૂપ ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો.