પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન જરૂર મુલાકાત કરો 

By : FreeStudyGujarat.in

પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)

પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે. 

ઝરવાણી ધોધ (નર્મદા)

નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે.

તારંગા (મહેસાણા)

મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (નર્મદા)

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. 

સાપુતારા (ડાંગ)

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે.

પીરોટન આઈલેન્ડ (જામનગર)

પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે.  આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ છે.

પાલિતાણા (ભાવનગર)

ભાવનગરમાં પાલિતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. આ નગરને "મંદિરોનું શહેર" પણ કહેવાય છે. પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે.

નળ સરોવર (અમદાવાદ)

અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે.

ધોરડો સફેદ રણ (કચ્છ)

કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચન્દ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે. અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે.

જાંબુઘોડા (પંચમહાલ)

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે.

આવી રસપ્રદ માહિતી તમને મળશે, ટેક્નોલેજી વિષે માહિતી, નેતા-વ્યક્તિ વિશેષ, તાજેતરનાં વિષય પર લેખ, પરીક્ષાને તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ બધુ જ આપણને અહી મળશે.