UNION BUDGET 2022

ગુજરાતી

બજેટના અંશો

ચાલો જાણીએ નાણાંમંત્રી  "નિર્મલા સીતારમણે  બજેટ 2022-23 માં શું રજૂ કર્યું અને તેના કેટલાક અંશો.

ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2.50 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે અને કરદાતા બે વર્ષ જૂનું આઇટીઆર આપડેટ કરી શકશે.

ઇન્કમ ટેક્સ સ્લેબ

રેલ બજેટ

સરકારે રોડ, રેલ્વે અને હવાઇ પરિવહનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે.  100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવવામાં આવશે. 

દેશમાં સ્થપાશે ડિજિટલ યુનિવર્સિટી

દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ ને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર એક ડિજિટલ યુનિવર્સિટીને સ્થાપના કરશે. 

દેશમાં આવશે ડિજિટલ કરન્સી

આરબીઆઇ દ્વારા ડિજિટલ કરન્સી લોન્ચ થશે. ક્રિપ્ટોની કમાણી પર 30 % લાગશે ટેક્સ.  

કોર્પોરેટ ટેક્સ 18 % થી ઘટાડીને 15 % કરી દેવામાં આવ્યો છે. 

મોબાઈલ થી લઈને તમામ ગેઝેટ થશે સસ્તા

બજેટ 2022 માં 5G થી લઈને સસ્તા બ્રોડબેન્ડ માટે જાહેરાત થઈ છે. ઈલેક્ટ્રોનિક આઇટમમાં આયાત ડ્યૂટી પર છૂટ આપવામાં આવી છે.  મોબાઈલ ચાર્જર સસ્તા થશે.

રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યૂટી ઘટી.

રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડયુટી ઘટાડીને 5% કરી દેવામાં આવી છે. તથા સ્ટીલ અને સ્ક્રેપ  પર કસ્ટમ ડયુટી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છી. 

પ્રધાનમંત્રીએઆવાસ યોજના માટે 48000 કરોડની જોગવાઈ

ગરીબોની પાકા મકાન આપવાની યોજના અંતર્ગત સરકારે આવાસ યોજનાને વિસ્તારવા તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 80 લાખ મકાન બનાવાવમાં આવશે.

બજેટમાં શું સસ્તું અને મોંઘું થયું ?

સસ્તું

કપડાં, ચામડાનો સામાન, ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઇલફોન અને ચાર્જર, ખેતીનો સામાન , સ્ટીલ, બટન, પેકેજિંગ બોક્સ, વિદેશીમશીન

બજેટમાં શું સસ્તું અને મોંઘું થયું ?

મોંઘું

આર્ટિફિશિયલ ઘરેણાં, બ્લેંડિંગ વગરનું ઈંધણ, છત્રી, કેપિટલ ગુડ્સ, ભેંટ આપવી.