gk in gujarati

“વિદ્યા સમીક્ષા કેન્દ્ર” ગાંધીનગર  ગુજરાત

freestudygujarat.in

શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના દેશના પ્રથમ  “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત કરતા વડાપ્રધાન  શ્રી નરેન્દ્ર મોદી 

સાથે સાથે  ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ હતા.

વડાપ્રધાન શ્રી મોદી કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ BRC, CRC, TPO,  DPEO સાથે  સંવાદ કર્યો

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની ..........

................મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો- શિક્ષણવિદોની ઉપસ્થિતમાં મુલાકાત કરી હતી.

વડાપ્રધાન શ્રી મોદીએ કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, .......................

......................  તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું . 

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ, પી. એમ. પોષણ યોજનાના કમિશ્નર શ્રી એસ.એ.પટેલ, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ડૉ. એમ. આઇ. જોષી,.........

...........  જી.સી.ઈ.આર.ટીના પૂર્વ નિયામક શ્રી ટી.એસ.જોષી, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનચારણ ગઢવી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એ. જે. શાહ, ..........

............  GIET ના નિયામક ડૉ. પી. એ. જલુ, મધ્યાહન ભોજનના કમિશનર સતિષ પટેલ, સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો વડાપ્રધાનશ્રીને આપી. 

 વડાપ્રધાનશ્રીએ એકમ કસોટીની ઉત્તરવહીનુ પણ રસપૂર્વક નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

freestudygujarat.in

 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમનું વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની મધુર સુરાવલિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલિકાઓના સ્વાગત બાદ વડાપ્રધાનશ્રીએ બાલિકાઓ ઉપર પુષ્પ વર્ષા કરી હતી

ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાના દેવતા એવા વેદ વ્યાસજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રદર્શન કક્ષ- ૧ની મુલાકાત લીધી હતી.

જયાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કરેલી નવી પહેલ વિવિધ છ કાર્યક્રમ જેમાં શાળા પ્રવેશોત્સવ ૨,૦, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, કેન્દ્રીયકૃત મુલ્યાંકન, ............

............. ગુણોત્સવ ૨.૦, ટેકનોલોજી એનેબલ લર્નિંગ ઇનિશિયેટિવ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અંગે વિસ્તૃત જાણકારી શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવે આપી હતી.

ગુણોત્સવ વખતે ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની મૂલ્યાંકન પધ્ધતિ વિશે જાણ કરી. પ્રદર્શન કક્ષ ની મુલાકાત લઇ આગામી શૈક્ષણિક વર્ષમાં શિક્ષણની ગુણવત્તા માટે શરૂ કરવામાં આવનાર સીમાચિહ્નરૂપ કાર્યક્રમો વિશે જાણકારી મેળવી

વડાપ્રધાનશ્રીને વર્લ્ડ બેંક અને A.J.I.B. ના સહયોગથી શરૂ કરવામાં આવનાર રૂા. ૧૦ હજાર કરોડના સ્માર્ટ પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ થકી રાજ્યની ૨૦ હજાર જેટલી સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કાયાપલટ કરી 

આ શાળાઓ ઉચ્ચત્તમ શિક્ષણ માટેની સ્માર્ટ કલાસ, stem લેબ, કોમ્પ્યુટર લેબ, પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકશે.

તે ઉપરાંત ઉત્તમ કક્ષાના નિવાસી શિક્ષણ માટે રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ કાર્યક્રમ હેઠળ દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને ધો. ૬ થી ૧૨નું શિક્ષણ વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવશે.