૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતિનો -શહીદીનો દિવસ.
આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.
આ સત્ય અને અહિંસાના પુજારી ,એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી વ્યક્તિ લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !