કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ એટ્લે શું? કોષરસ પટલ અને કોષકેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો

Table of Contents

કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ એટ્લે શું? કોષરસ પટલ  અને કોષકેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો

આ પોસ્ટમાં આજે આપણે સમજીશું કે કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ એટ્લે શું? કોષરસ પટલ અને કોષકેન્દ્ર વચ્ચેનો ભેદ શું હોય. 

કોષરસ (Cytoplasm)

કોષરસ એ કોષરસ પટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીની પોસ્ટમાં કરીશું. 

કોષકેન્દ્ર (Nucleus)

સજીવ કોષનો આ એક મહત્ત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષકેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. જેને કોષકેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે, તથા કોષરસ તેમજ કોષકેન્દ્રની વચ્ચે પદાર્થોની  અવરજવર માટેનું નિયંત્રણ કરે છે.

ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતાં કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. જેને કોષકેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે જેને રંગસૂત્રો (chromosomes) કહે છે. તે જનીન (genes) ધરાવે છે, તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંસ્કૃતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષવિભાજન દરમિયાન જોવા મળે છે.

આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષકેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ (protoplasm) કહે છે. તેમાં કોષરસ અને કોષકેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે.

કોષરસ પટલ અને કોષકેન્દ્ર
તફાવત

કોષરસ પટલકોષકેન્દ્ર
તે બધા જ સજીવકોષોમાં આવેલું છે.તે ફક્ત સુકોષકેન્દ્રી કોષમાં આવેલું
હોય છે.
તે જીવરસને ઘેરતું પટલ છે.તે કોષકેન્દ્રદ્રવ્યને ઘેરતું પટલ છે.
તે કોષમાં વિવિધ પદાર્થોની અવર-
જવરનું નિયમન કરે છે.
તે કોષરસ અને કોષકેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે.

આ પણ વાંચો :-

કોષ એટલે શું ? વનસ્પતિકોષ અને પ્રાણીકોષનો તફાવત 

મિત્રો સાથે શેર કરો

અમારી સાથે જોડાઓ

Join Whats App Group


Join Telegram channel


આવી બીજી ક્વિઝ માટે કિલક કરો

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.