Table of Contents
Toggleગુજરાતના વૈજ્ઞાનિકો:
પ્રસ્તાવના :આપણી રોજિંદા જીવનની પ્રક્રિયાઓમાં દરેક જગ્યાએ વિજ્ઞાન વણાયેલું છે. કોઈપણ વ્યક્તિ એક પણ દિવસ વિજ્ઞાન સિવાયનો કલ્પી જ ન શકે! આપણાં જીવનને સગવડભર્યું બનાવવા વિજ્ઞાને જે ઉપકરણો આપ્યાં છે, તે ન હોય તો શું થાય ? કલ્પના કરી જુઓ. ખરેખર આપણે એ કલ્પના પણ નથી કરી શકતા. આપણે આપણાં સવારથી લઈને રાત્રે સૂઈ જઈ ત્યાં સુધીના તમામ ક્રિયાઓમાં વિજ્ઞાન સામેલ છે.
પુસ્તકો થકી વિજ્ઞાનની સ્ંકલ્પનાઑ , સિધ્ધાંતોશીખવા આપણે વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગો કરતાં રહેવું જોઈએ. વિજ્ઞાન વિષય માત્ર વાંચનનો વિષય નથી પણ અનુભનો વિષય છે. વિજ્ઞાન શીખતી અને સમજતી વખતે આપણાં મનમાં ઘણા નવા પ્રશ્નો, કલ્પનાઓ અને વિચારો પણ પ્રગટ થવા જોઈએ. અને એ પ્રગટ થયેલા વિચારો અને કલ્પનાઓ ના ઉત્તરો મેળવવા વિજ્ઞાન આધારિત પુસ્તકો કે લેખો અને એ સિવાય પણ ઉપલબ્ધ સાહિત્યોનો ઉપયોગ કરી દુનિયામાં ડોકિયું કરવું ખૂબ જરૂરી છે.
આપણે આ લેખમાં વિજ્ઞાન વિષયક એવી વિગતો મેળવવાના છીએ જે જેના થકી વિજ્ઞાનણી વિવિધ સ્ંક્લ્પનાઑ અને તે ઉપરાંતણી વિજ્ઞાન વિષયક વિગતોને શીખવા અને સમજવા ખૂબ મદદરૂપ થશે.
આપણને થાય કે આપણાં ગુજરાતમાં પણ વૈજ્ઞાનિક થયા હશે ને ? તો મિત્રો ગુજરાતમાં પણ કેટલા ખ્યાતનામ વૈજ્ઞાનિકો થયા છે તેમના વિષે આજે વાત કરીશું, તો જાણીએ ગુજરાતના વૈજ્ઞાનિકો વિષે.
ગુજરાતના વૈજ્ઞાનિકો
ડૉ.હોમી ભાભા (30 ઓક્ટોબર, 1909 – 24 જાન્યુઆરી, 1966