Table of Contents
Toggleઈ. પૂ. ૨૭૩થી ઈ. પૂ. ૨૩૬) મગધના મૌર્યવંશનો મહાન સમ્રાટ અશોક.
મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારનો પુત્ર. તેણે રાજા થતાં પહેલાં અવંતિમાં અને પછી તક્ષશિલામાં રાજ્યપાલ તરીકે સફળ કામગીરી બજાવી હતી.
.
રાજા થયા બાદ સમ્રાટ અશોક કલિંગનું રાજ જીતવા ખૂબ ઉત્સુક હતો. તેણે મોટા લશ્કર સાથે કલિંગ પર આક્રમણ કર્યું. કલિંગે બહાદુરીપૂર્વક સામનો કર્યો. ભયંકર યુદ્ધ થયું. એક લાખ લોકો મર્યા અને બે લાખ ઘવાયા. કલિંગ હારી ગયું. આ લડાઈને અંતે થયેલી તારાજી, મૃત શરીરોના ઢગલા, આક્રંદ કરતી વિધવાઓ અને અનાથ બાળકોને જોઈને તેનું હૈયું દ્રવી ઊડ્યું અને હવે પછી ક્યારેય યુદ્ધ ન કરવાનું તેણે નક્કી કર્યું.
મનની શાંતિ માટે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મને શરણે ગયો અને આખી જિંદગી લોકોનાં કલ્યાણ પાછળ ગાળી .સમ્રાટ અશોક જીવહિંસાનિષેધની ઘોષણા કરી. લોકોને અહિંસા, સર્વધર્મસમાનતા તથા શાંતિનો સંદેશો આપ્યો. ધર્મ માટે ખાસ મહામાત્ર નીમ્યા. તેણે ચૌદેક ધર્મલેખો લખાવી, ઠેકઠેકાણે પથ્થરો પર કોતરાવ્યા. આમ સમ્રાટ અશોક પોતાનો સંદેશ દેશના દરેક ખૂણે સામાન્ય નાગરિક સુધી પહોંચાડ્યો.
તેણે લેખોમાં “દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા’ એવા શબ્દો વાપર્યા છે.
તેના શિલાલેખોને ચાર ભાગમાં વહેંચી શકાય :
૧. શૈલલેખો (મોટી શિલા પર કોતરેલા લેખ);
૨. સ્તંભલેખો (સ્તંભ પર કોતરેલા લેખ);
૩. ગુફાલેખો (ગુફાની દીવાલ પર કોતરેલા લેખ);
૪. ફલકલેખો (નાની શિલા પર કોતરેલા લેખ).
ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં તેનો શૈલલેખ મળ્યો છે, જેમાં ઘણી ઐતિહાસિક માહિતી સમાયેલી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા વગેરે સ્થળોએ પણ તેના શૈલલેખો મળ્યા છે.
ઉત્તર ભારતમાં તેના કેટલાક સ્તંભલેખો પણ મળે છે. બિહારના ગયા જિલ્લામાં આવેલ બરાબર નામે ડુંગરમાંથી ચાર ગુફાલેખો મળ્યા છે.
ગુફાલેખો દાનને લગતા હોઈ ‘પરિદાનલેખો’ પણ ગણાય છે, જ્યારે ફલકલેખો રાજસ્થાનમાંથી મળ્યા છે. આ શૈલલેખો ઉપરાંત આજે પણ સમ્રાટ અશોકનું જે સ્મારક મોજૂદ છે તે મધ્યપ્રદેશમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સાંચીનો સ્તૂપ છે.
બૌદ્ધ ધર્મને શરણે ગયા બાદ અશોકે ભગવાન બુદ્ધના સ્મારક તરીકે એક ભવ્ય સૂપ બંધાવ્યો. સ્તૂપ ઈંટોનો બનાવેલો છે.
તેનું સ્થાપત્ય વિલક્ષણ છે. આ સ્તૂપમાં બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ પથ્થરમાં કંડારાયેલાં તેમનાં પગલાં અને બોધિવૃક્ષ છે. ભારતનું આ સૌથી પ્રાચીન સ્થાપત્ય છે.
વારાણસી નજીકના સારનાથમાં એક સ્તંભલેખ મળ્યો છે. તેના પરના ચાર સિંહોવાળા ટોચના ભાગને તો સૌ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે હવે ઓળખે છે.
આ ઉપરાંત અશોક સ્તંભ ઉપર કોતરાયેલું અશોકચક્ર ભારત સરકારનું રાષ્ટ્રીય પ્રતીક છે.
તેણે બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો. સમાજના કલ્યાણ માટે ઘણાં દવાખાનાં તથા આરામગૃહો બંધાવ્યાં. એના શાસન દરમિયાન લોકો ખૂબ સુખી અને સમૃદ્ધ થયા હતા. અહિંસા ધર્મનો પ્રચાર કરનાર રાજા તરીકે અશોકનું નામ સુપ્રસિદ્ધ છે.
સમ્રાટ અશોક મહાન નામ દેવાનમપ્રિયા અશોક મૌર્ય (રાજા પ્રિયદર્શી દેવતાઓના દેવતા).
પિતાનું નામ : બિંદુસાર.
દાદાનું નામ : ચંદ્રગુપ્ત મૌર્ય.
માતાનું નામ : સુભદ્રાંગી છે.
પત્નીઓનું નામ દેવી (વેદિઓ-મહાદેવી શાક્યાકુમારી), કરુવાકિ (બીજી દેવી તિવલમાતા), અસન્ધમિત્ર (અગ્રમહિષિ), પદ્માવતી અને તિષિરક્ષિત છે.
પુત્રોનાં નામ- મહેન્દ્ર,
પુત્રી સંઘમિત્ર અને પુત્રી ચારૂમતી દેવી, કરુવાકીનો પુત્ર તિવાર, પદ્માવતીનો પુત્ર કુણાલ (ધર્મવર્ધન) અને બીજા ઘણાંનો ઉલ્લેખ છે.
ધર્મ – હિન્દુ અને બૌદ્ધ.
રાજધાની પાટલીપુત્ર.
Nice information