Table of Contents
Toggleકોષ એટલે શું?
કોષ એટલે શું? તો કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ, જેવી રીતે ઈટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. કોષ એટલે શું? કોષ એટલે માનવ શરીરનો બંધારણીય એકમ.
.
કોષની શોધ (Discovery of the cell)
રોબર્ટ હૂકે 1665મું બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શયંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા.
તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હૃકે પ્રત્યેક ખાનાને કોષ’ નામ આપ્યું. હૂક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા.
સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. રોબર્ટ હૂકનાં અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઈક્રોસ્કોપ તેમજ અન્ય ટેક્નીકની મદદથી શક્ય થઈ શક્યું.
કોષ એટલે શું? કોષ (The Cell)
કોષ એટલે શું? તો ઈમારત માટે ઈટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે. પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. કોષ એટલે શું?
ઉદાહરણ ; મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય.(Organisms show variety in cell number, shape and size)
વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે ?
તેઓ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે.
કોષોની સંખ્યા (Number of Cells)
કોષ એટલે શું? એ આપણે સમજ્યા હવે, મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારનાં કાર્યો કરે છે.
એક અબજ એટલે 100 કરોડ થાય. એક કરોડ એટલે 100 લાખ થાય.
જે સજીવોનાં શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે, તેને બહુકોષીય (multicellular) સજીવ કહેવાય છે (multi : બહુ; cellular : કોષીય). નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ (ફલિતાંડ) વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે.
એક કોષ ધરાવતા સજીવોને એકકોષીય (unicellular) સજીવો કહે છે
એકકોષી સજીવી જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને પાચન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધાં કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આસમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે.
કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે. જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે ઘણીવાર કોષો ઘણાબધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ . ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે. જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે.
જુદા-જુદા સંઘટકો (ભાગો) એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે. જેને કોષદીવાલ (cell wall) કહે છે. તે કોષોને આકાર તેમજ દઢતા પ્રદાન કરે છે બૅક્ટરિયાના કોષમાં પણ કોષદીવાલ જોવા મળે છે.
કોષનું કદ (Size of Cells)
સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ (માઈક્રોમીટર અથવા માઈક્રોન) જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટિમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી.
તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટરિયલ કોષ છે. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm x 130 mm હોય છે.
કોષનું કદ પ્રાણી તથા વનાપતિનાં કહ સાથી સંબંધિત હોતું નથીએવું બિકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય, કોષના કદનો સંબંધ તેનાં કાર્યો સાથે હોય છે. ઉદાહરણ તરીકે રચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ સાબિત હોય છે. તે ઊર્મિવેગના સ્થળાંતરણનું (વહનનું) કાર્ય કરે છે.
કોષ રચના અને કાર્ય (Cell Structure and Function)
કોષ એટલે શું? પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. પાચનમાં સહાયક અંગો ભેગા મળીને પાચનતંત્રની રચના કરે છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ-અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ તેવી જ રીતે જુદા-જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાન્ન, તેમજ ખનીજ ક્ષારના શોષણમાં મદદ કરે છે.
દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી (tissues) કહે છે.
કોષના ભાગો (Parts of Cell) કોષરસ પટલ (Cell Membrane)
કોષ એટલે શું? એ આપણે સમજ્યા હવે કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસપટલ, અને કોષકેન્દ્ર છે. કોષરસ તેમજ કો કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કોષરસપટલને જીવરસપટલ પણ કહે છે.
કોષરસ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કો અવરજવર માટેનું નિયમન કરે છે.
ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસપટલ (cell membrane) હોય છે. જે એક વધારાના દેઢ આવરણ દ્વારા આવરિત હોય છે જેને કોષદીવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે જેને કોષકેન્દ્ર (nucleus) કહેવાય છે.
કોષકેન્દ્ર તેમજ કોષરસપટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલ હોય છે તેને કોષરસ (cytoplasm) કહે છે.
કોષરસપટલ કોષને આકાર આપે છે. વનસ્પતિકોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષદીવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે.
વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા (પવન), વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે. કારણ કે તે સ્થાન બદલી શકતી નથી.
જે રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી. તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેન્સિયા, ઇલોડિયા અથવા રોઇયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો.
કોષરસ એ કોષરસપટલ અને કોષરસજની તવો જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ વગેરે
કોષકેન્દ્ર (Nucleus)
સજીવ કોષનો આ એક મહત્ત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ચેઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે.
કોષકેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. જેને કોષકેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે, તથા કોષરસ તેમજ કોષકેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે.
ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઈક્રોસ્કોપમાં જોતાં કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. જેને કોષકેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે જેને રંગસૂત્રો (chromosomes) કહે છે.
તે જનીન (genes) ધરાવે છે, તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે.
સજીવોમાં આનુવંશિક્તાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતાપિતાનાં કેટલાંક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે.
જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો, તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજીત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે.
આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષકેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ (protoplasm) કહે છે. તેમાં કોષરસ અને કોષકેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે.
ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું?તેને રસધાની(vacuole) કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગા કોષમાંનાની-નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણીકોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે.
ટ્રેડેસ્કેન્શિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે તે પર્ણ કોષનાં કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજકકણ (plastids) કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિતદ્રવ્ય (chlorophyll) કહે છે. લીલા રંગના રંજકકણ ને હરિતકણ કહેવામાં આવે છે, તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે.
પર્ણનાં હરિતકણમાં આવેલ હરિતદ્રવ્ય પ્રકાશસંહોણા માટે આવશયક હોય છે.
વનસ્પતિ કોષ અને પ્રાણીકોષની તુલના (Comparison of Plant and Animal Cells)
વનસ્પતિ તેમજ પ્રાણીકોષબંને વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતામાં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
તફાવત : વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ
વનસ્પતિ કોષ કોષદીવાલ ધરાવે છે.
વનસ્પતિ કોષ હરિત કણ ધરાવે છે.
વનસ્પતિ કોષમાં એક મોટી કેન્દ્રીય રસધાની હોય છે.
પ્રાણીકોષ કોષદીવાલ ધરાવતું નથી.
પ્રાણીકોષ હરિત કણો ધરાવતું નથી.
પ્રાણીકોષમાં નાની-નાની રસધાની હોય છે.
2 thoughts on “4.કોષ એટલે શું? સજીવ શરીરનો એકમ:કોષ WHAT IS CELL? IT’S STRUCTURE AND FUNCTIONS”