ગુજરાતના વૈજ્ઞાનિકો
2.ડૉ. વિક્રમ સારાભાઈ (12 ઑગસ્ટ 1919 – 30 ડિસેમ્બર, 1971)
ડૉ. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે.
1941 થી 1946 દરમિયાન નૉબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે અભ્યાસ કર્યો. તેમની સોલર ફિઝિક્સ અને કૉસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા,
અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી – પી.આર,એલ.) ની 1947માં સ્થાપના પણ તેમની મદદથી થઇ.
અમદાવાદની જાણીતી આઇ.આઈ.એમ. અને એ ન. આ ઇ .ડી. સંસ્થાઓ તેમણે સ્થાપી હતી . ડૉ . હોમી ભાભાના અવસાન પછી ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (એટોમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યું.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું હતું કે તેમના માટે ડૉ.સારાભાઈ સાથે કામ કરવું એક સદ્નસીબની વાત હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.
ભારતના પ્રથમ રોકેટ લોંચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ, સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થિરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની પસંદગી કરવામાં આવી. તેને પસંદ કરવાનું મુખ્ય કારણ તે વિષુવવૃત્તથી નજીક છે. તેમની ખૂબ જ જહેમત બાદ 21 નવેમ્બર, 1963ના રોજ ભારતનું પ્રથમ રૉકેટ ઉડાવવામાં આવ્યું.
યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે જુલાઇ, 1975-1976 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઇ.
ડૉ. સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો. 52 વર્ષની ઉંમરે 30 ડિસેમ્બર, 1971ના રોજ નિંદ્રામાં જ તેમનું મૃત્યુ થયું હતું.