Table of Contents
Toggleમહાશબ્દ કોણ? :
સ્પર્ધાત્મક પરીક્ષામાં મહાશબ્દ કોણ?
પ્રકારના પ્રશ્નોમાં ચાર શબ્દો આપેલ હોય છે. જેમાંથી એક શબ્દ પસંદ કરવાનો હોય છે. જેમાં બાકીના બધા જ શબ્દોનો સમાવેશ થઇ જતો હોય તો તે શબ્દને મહાશબ્દ કહે છે.
માનસિક કસોટીનો મહાશબ્દ કોણ? એક વિશિષ્ટ પ્રકાર છે. જેમાં ચાર શબ્દો આપેલા હોય છે, જેમાં બાકીના ત્રણેય શબ્દોનો સમાવેશ થઈ જતો હોવો જોઈએ.
જેને આપણે વિવિધ ઉદાહરણ દ્વારા સમજીએ.
મહાશબ્દ કોણ?
ઉદાહરણ : 1 (A) વિદ્યાર્થીઓ (B) શિક્ષકો (C) આચાર્ય (D) શાળા
સમજૂતી : અહી જવાબ શાળા આવશે. કેમકે આચાર્ય , શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ શાળામાં થઈ જાય છે, એટલે જવાબ શાળા આવે.
ઉદાહરણ : 2 (A) દરવાજો (B) બારણું (C) ફર્નિચર (D) બારી
સમજૂતી : જવાબ ફર્નિચર આવશે. કેમકે દરવાજો, બારણું અને બારી એ ફર્નિચર કહેવાય એટલે મહાશબ્દ ફર્નિચર કહેવાય.
ઉદાહરણ : 3 (અ) નાગરિક (બ) ઇતિહાસ (ક) સામાજિક વિજ્ઞાન (ડ) ભૂગોળ
સમજૂતી : જવાબ સમાજિક વિજ્ઞાન આવશે. કેમકે, સમાજિક વિજ્ઞાન વિષયમાં ઇતિહાસ, નાગરિક અને ભૂગોળનો સમાવેશ થઈ જાય છે.
ઉદાહરણ : 4 (અ) વાક્ય (બ ) શબ્દ (ક) શબ્દસમૂહ (ડ) મૂળાક્ષર
સમજૂતી : જવાબ વાક્ય આવશે. કેમકે, એક વાક્ય મૂળાક્ષરો, શબ્દ અને શબ્દસમૂહ થી બને છે.
ઉદાહરણ :5 (અ) જંગલ (બ) દરિયો (ક) પૃથ્વી (ડ) પર્વત
સમજૂતી : જવાબ પૃથ્વી આવશે. કેમકે, જંગલ, દરિયો, પર્વતનો સમાવેશ પૃથ્વીમાં થઈ જાય છે.
ઉદાહરણ :6 અ) કાકા બ) કાકી ક) ભાઈ ડ) સંબંધ
જવાબ : સંબંધ
આ ટેસ્ટ મહાશબ્દ કોણ? પ્રકરણની છે. જેમાં ટેસ્ટ શરૂ કરવા આપે પહેલા Start બટન પર કિલક કરવું પડશે.
ત્યારબાદ આપનું ઇ-મેઇલ આઈડી સાચું આપવું, કેમકે ઇ-મેઈલ આઈડી પર આપને સર્ટીફિકેટ મળશે.
પછીના ખાનામાં આપનો whats app મોબાઇલ નંબર જરૂર આપવો.
આ ટેસ્ટ આ સમજૂતી લીધા બાદ આપવો. અને ગમે તેટલી વાર આપી શકશો.
આપની તૈયારી સારી કરવા વારંવાર આ સાઇટ પર આપેલ તમામ પ્રકરણ વાંચી અને ઓનલાઈન ટેસ્ટ આપી આપની પરીક્ષાની તૈયારી વધારો.
આભાર!