રૂઢિપ્રયોગ એટલે શું ?
Rudhiprayog no arth in Gujarati સામાન્ય રીતે રૂઢિ એટલે ચાલતી આવતી પ્રણાલી- માન્યતા એવું કહી શકાય. કેટલાક એવા શબ્દ સમૂહ છે, જેને વાક્યમાં પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ અલંકાર યુક્ત બને છે. અહીં વ્યાકરણની દૃષ્ટિએ રૂઢિપ્રયોગ એટલે શું ? એના જવાબમાં એવા શબ્દોનો સમૂહ કે જેમાં વપરાયેલા શબ્દોનો અર્થ સામાન્ય વપરાશ કરતાં અલગ થાય.એ શબ્દોનો અર્થ સામાન્ય ભાષા જેવો કરવા જઈએ તો આપણે ખોટા પડીએ. રૂઢિપ્રયોગમાં વપરાયેલ શબ્દો અલંકારિક હોય છે.
ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે.
જહોન સઇદે “રૂઢિપ્રયોગ”ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય.આ શબ્દસમૂહ – સામાન્ય રીતે સાથે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ – શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે.
આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે.
સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.
રૂઢિપ્રયોગ એટલે શું ? સમજ્યા બાદ આવા કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોઈએ.
રૂઢિપ્રયોગ એટલે શું ?
રૂઢિપ્રયોગ એટલે શું ? સમજ્યા બાદ આવા કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોઈએ.
રૂઢિપ્રયોગના અર્થ
- મન મારીને બેસવું – મનની ઇચ્છા દબાવી રાખવી
- રસ્તો ન દેખાવો – કોઈ ઉકેલ ન મળવો
- આંખમાં ઝળહળીયા આવવા -આંખમાં આંસુ આવવા
- આંખ વાળી લેવી – દુખી હ્રદયે વિદાય લેવી
- ખાતર પડવું – ચોરી થવી
- દુધે ધોયેલું – વિશ્વાસપાત્ર
- આંખ ફરી જવી – ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી
- પાણી ફેરવવું – આબરૂ કાઢવી
- આંખ બતાવવી – ગુસ્સો પ્રગટ કરવો
- ભારે હૈયે – દુખી હ્રદયે
- બની જવું – છેતરાઈ જવું
- રજા લેવી – વિદાય થવા પરવાનગી લેવી
- ભાન કરાવવું – સાચી સમજ આપવી
- ઝડતી લેવરવવી – જાંચ કે તપાસ કરાવી
- વડ ના વાંદરા ઉતારવા – બહુ જ તોફાની હોવું
- નિશાન ચૂકી જવું – ધાર્યું નિશાન ન પડવું
- સાબદા થઈ જવું – ચેતી જવું
- આંખ ફાટવી – ગુસ્સે થવું
- ઝોળવા માંડવું – ફ્લાવવા માંડવું
- મોતને ઘાટ ઉતારી દેવું – મારી નાખવું
- ઊંચા ગજા ના હોવું – વિશેષ શક્તિ ધરાવતા હોવું
- મોખરે રહેવું – આગળ રહેવું,સક્રિય રહેવું
- દેહ પડવો – મૃત્યુ થવું,અવસાન થવું
- ઢીલા પડવું – નરમ થવું
- આનાકાની કરવી – હા – ના કરવી
- બોલ ઉપાડી લેવો – પડકાર ઝીલી લેવો
- વાતાવરણ ખીલી ઊઠવું વાતાવરણ જીવંત બની જવું
- એકના બે ન થવું – મક્કમ રહેવું
- લોહી પાણી એક કરવા – પુષ્કળ મહેનત કરવી
- પગ ઉપાડવા – ઝડપથી ચાલવું
- બાવળા ના બળથી -જાત મહેનત થી
- જીવ બાળવો – દુખી થવું
- બેઠા બેઠા ખાવું – શ્રમ કર્યા વિના, નિરાતે ઉપભોગ કરવો
- નિસાસો નાખવો – આહ નાખવી
- પેટનો ખાડો પૂરવો – જીવનનિર્વાહ કરવો
- ખૂણામાં નાખવું – બેદરકારીથી બાજુમાં મૂકવું
- સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી
- ઉર તણાવું – દિલ ખેચાવું
- ઉડીને આંખે વળગવું – તરત ધ્યાન ઉપર આવવું
- મીટ માંડવી – નજર સ્થિર કરી જોઈ રહેવું
- મન ઠરવું – સંતોષ થવો
- રામ રામ કરવા – વિદાય લેવી
- કાન સૌરીને દાઢયે ચડાવવું – સતર્ક થઈ જવું
- ઘોડાને ઘેર હોવું – ખૂબ નજીક હોવું
- મન ઉઠી જવું – અભાવ આવવો,રસ ન રહેવો
- નજર ધ્રોબવી – નજર થી નજર મેળવવી
- મિજાજ તરડાવવો – અભિમાન આવવું
- ફાટી આંખે જોઈ રહેવું – અચંબા કે વિસ્મય સાથે જોવું
- આંખ કરડી થવી – ગુસ્સા થી આંખ લાલ થવી
- પડ્યો બોલ ઝીલવો – આજ્ઞા નું પાલન કરવું
- માથે ચારેય હાથ હોવા રહેમ દ્રષ્ટિ હોવી
- મોમાં આંગળા નાખવા – ખૂબ આશ્ચર્ય પામવું
- પગે પાંખો ફૂટવી – ખુબજ ઉત્સાહ માં આવી જવું
- પેટે પાટા બાંધવા – ખુબજ દુખ વેઠવું
- લોઢાના ચણા ચાવવા – અત્યંત મુશ્કેલ કામ કરવું
- આકાશ પાતાળ એક કરવા – ખુબજ મહેનત કરવી
- દિલ કોરી નાખે તેવું – સખત,પુષ્કળ
- છાતી ચાલવી – હિમ્મત હોવી
- મો પડી જવું – શરમિંદુ થઈ જવું
- નીચું માથું કરવું – શરમથી નીચે જોવું
- દિલ જીતી લેવું – પ્રિય થઈ જવું
- ઝળહળીયા આવવા આંખ માં આંસુ આવી જવા
- જીવની જેમ સાચવવું – ખૂબ જતન કરવું
રૂઢિપ્રયોગ એટલે શું ? સમજ્યા બાદ આવા કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોઈએ.
રૂઢિપ્રયોગના અર્થ
- રસ પડવો – (અહીં) ધ્યાનપૂર્વક જોવું
- નિ:શબ્દ બની જવું – શાંત થઈ જવું
- આજીજી કરવી – આગ્રહભરી વિનંતી કરવી
- પડતું મૂકવું – છોડી દેવું, બાજુ પર મૂકવું વિદાય લેવી – જવા માટે છૂટા પડવું
- જોતરાઈ જવું – (કામે) લાગી જવું
- દિલ દઈને – ખૂબ ઉત્સાહ અને ધગશથી
- કામમાં આત્મા રેડી દેવો – પૂરેપૂરી લગનથી કામ કરવું
- પગરણ માંડવા – શરૂઆત કરવી
- દિલ દ્રવી ઊઠવું – ખૂબ દુઃખ થવું.
- ઉચાળા ભરવા – ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું.
- પગરણ મંડાવા – શરૂઆત કરવી
- સંઘરી રાખવું – એકઠું કરી રાખવું
- બે પાંદડે થવું – સુખી – સંપન્ન થવું મનમાં ગાંઠ વાળવી – નક્કી કરવું
- કામમાં એકરૂપ થવું – કામમાં તલ્લીન થવું (કામ)
- માથે ઉપાડી લેવું – જવાબદારી લેવી
- માંડી વાળવું – કામ બંધ કરવું
- નિયમ લેવો – વ્રત લેવું
- છાતીનાં પાટિયાં બેસી જવાં – નાહિંમત થવું
- પાછી પાની કરવી – પાછા હઠવું
- જાત ભૂલી જવી – શરીરને કામથી ઘસી નાખવું
- મનસૂબો કરવો – નિશ્ચય કરવો
- પ્રતિજ્ઞા લેવી – શપથ લેવા.
- ડાંડાઈ કરવી – કામચોરી કરવી, આળસ કરવી
- વહાણાં વાઈ જવાં – સમય જતો રહેવો
- લમણામાં રહી જવું – યાદ રહી જવું
- લાગમાં આવવું – તક મળવી,બરાબર કબજામાં આવવું
- તેડું મોકલવું – નોતરું મોકલવું, બોલાવવું
- ભોં ખોતરવા માંડવું – નીચું જોઈને ઊભા રહી જવું
- અક્કલનું તાળું ઉઘડવું – બુદ્ધિ આવવી, સાચી વાતનું ભાન થવું
- ભરડો લેવો – સખત રીતે વીંટી લેવું
- સાદ દેવો – બૂમ પાડવી
- વાણિયા વિદ્યા વાપરવી – સમય પારખીને કામ કરવું
- નેવાના પાણીએ હાથ ધોવા – કોઈની ઉદારતા કે ભલમનસા
- ચોપડા ચોખ્ખા કરવા – હિસાબ કરવો
- આગળ પેટ હોવું – ખોરાકની આવશ્યકતા હોવી
- આંખો કાઢવી – ધમકી આપી ડરાવવું
- ઘાએ ચડવું – લાગમાં આવવું
- ફાટીને ધુમાડે જવું – બહુ છકી જવું
- શરમ ભરવી – માન રાખવું
- ધોળે દહાડે તારા બતાવવા – અસહ્ય પરિસ્થિતિ અનુભવવી
- ડચકારો કરવો – ઉશ્કેરવું
- ઢીલા પગે – નિરાશા અનુભવતાં
- વીલા મોઢે – ઉદાસ ચહેરે
- ભીંત સોંસરવું સૂઝવું – સ્પષ્ટ રીતે સમજાવું
- વ્હાણાં વાઈ જવા – સમય પસાર થઈ જવો
- ભાવ પૂછાવો – મહત્વ વધવું, માનપાન વધવાં ખાતું પાડવું – ચોપડામાં નવેસરથી
- હિસાબ લખવો ભાલિયે ભરવી દેવું – બરાબરની ખબર લઈ નાખવી
- પંથ કાપવો – રસ્તે આગળ વધવું
- નજર કરવી – લક્ષ આપવું, જોઈ લેવું
- મોં ઢાંકી દેવું – (અહીં) અછૂતપણાના ભાવથી પોતાની જાતને છુપાવ
- દહાડો બગડવો – ન ધાર્યું હોય તેવું થવું
- પાછા ફરવું – પીછેહઠ કરવી
- કકડીને ભૂખ લાગવી – સખત ભૂખ લાગવી
- બરાડી ઊઠવું – મોટેથી બૂમ પાડવી
- ઊંચે શ્વાસે – ઉતાવળે
- લાલપીળા થઈ જવું – ખૂબ ગુસ્સે થવું
- વહેમ રમ્યા કરવો – સતત શંકા થવી
- કાનમાં કંઈક કહેવું – કંઈક ગુપ્ત વાત કરવી
- વિચાર પડી જવું – ચિંતામાં પડી જવું, કંઈ સમજણ ન પડવી
- સરપાવ આપવો – ઇનામ આપવુંમેળો જામવો – મેળાપ થવો, ઘણા માણસનું એકઠા થવું
- ગામનું નાક હોવું – (અહીં) ગામનું ગૌરવ હોવું, ગામની શોભા હોવી
- મૂછ મરડવી – મૂછના આંકડા વાળવા, અભિમાન બતાવવું
- તડકી છાંયડી જોવી – સુખ દુઃખમાંથી પસાર થવું
- પગ નાચવા – અતિશય આનંદ થવો
- ઓશલો ફૂટવો – (અહીં) લાડમાં મર મૂઆ જેવી ગાળ દેવી
- આવી બનવું (અહીં) માર પડવાની ભીતિ
- મૂછ મરડવી – મૂછના આંકડા વાળવા, અભિમાન બતાવવું
- તડકી છાંયડી જોવી – સુખ દુઃખમાંથી પસાર થવું
- પગ નાચવા – અતિશય આનંદ થવો
- ઓશલો ફૂટવો – (અહીં) લાડમાં મર મૂઆ જેવી ગાળ દેવી
- આવી બનવું – (અહીં) માર પડવાની ભીતિ
- આગ મૂકવી – મરેલાંનો અગ્નિસંસ્કાર કરવો
- શ્રીગણેશ કરવા – શુભ આરંભ કરવો ઠંડી ઉડાવવી – ઠંડી દૂર કરવી
- લૂ ફૂંકાવી – ગરમ પવન વાવો
- માથે કરવું – અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મૂકવા
- પોરો ખાવો – વિરામ લેવો, આરામ કરવો
- પેટ ગુજારો કરવો – પેટ પૂરતું ખાવાનું મેળવવું
- ઉચાળા ઉપાડવા – એક જગ્યાએથી ચીજવસ્તુઓ સાથે બીજી જગ્યાએ જવું
- પૂંઠ વાળીને જોવું – પાછા વળીને જોવું
- ચોક પૂરવા – સાથિયા દોરવા
- સાથિયા પૂરવા – સાથિયામાં રંગ પૂરવા
- ચરણ પખાળવા – ચરણ ધોવાની વિધિ કરવી
- મંડી પડવું – શરૂ કરવું
- ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો
- પાટી મેલાવવી – દોડાવવું
- પસીનામાં રેબઝેબ થઈ જવું – પરસેવે લથબથ થઈ જવું
- માઝા મૂકવી – મર્યાદા ત્યજી દેવી પગ ઉપાડવા – ઝડપથી ચાલવું
- આજીજી કરવી – આગ્રહભરી વિનંતી કરવી
- ઝંખવાણા પડવું – શરમિંદા થઈ જવું
- આંધળો પ્રેમ હોવો – અવિચારી પ્રેમ
- ઉગારી લેવું – બચાવી લેવું
- વાત કળાઈ જવી – સમજાઈ જવું
- રાડ ફાટી જવી – ભયથી ચીસ પડાઈ જવી
- વદન કરમાઈ જવું – નિરાશ થઈ જવું
- ડોકું ખેંચવું – નજર કરી લેવી
- ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી
- શાખ જામવી – પ્રતિષ્ઠા ઊભી થવી
- એક ના બે ન થવું – પોતાની વાત પર મક્કમ રહેવું
- સડક થઈ જવું – આશ્ચર્યમૂઢ થઈ જવું
- ગળગળા થવું – ભાવુક થઈ ઊઠવું
- બેડલો પાર થવો – (અહીં) સમૃદ્ધ થવું
- મહેણું મારવું – ટોણો મારવો, મર્મવચન કહેવું
- બળ્યો અવતાર – જીવન નકામું હોવું
- મોતીડે પોંખવું – આવકાર આપવો, ઉમળકાથી વધાવવું
- ઘોડલાં ખેલવાં – (અહીં) મોજમજા કરવી
- મનનાં દ્વાર ખોલવાં – સાચી દિશા બતાવવી, સાચું જ્ઞાન આપવું
- મોભ તૂટી પડવો – મૃત્યુ થયું
- આંખો ભીની થવી – આંખમાં આંસુ આવવા
- જિંદગી ખરચી નાખવી – જીવન વેડફી દેવું
- મહેનત ન ફળવી – મહેનત વ્યર્થ જવી
- ધીરજ ખૂટવી – ધીરજ ન રહેવી,
- આશા છોડી દેવી- હિંમત હારી જવી
- તડકા છાંયડા જોવા – સુખ દુઃખમાંથી પસાર થવું
- પૈસાની છોળ રેલાવી – ખૂબ પૈસા હોવા
- ધૂળના ગોટા ઊડવા – પુષ્કળ ધૂળ ઊંડવી
- અનેક રંગો જોવા – અનેક અનુભવો થવા
- ધ્રાસકો પડવો – ફાળ પડવી
- છૂ થવું – ગાયબ થવું, (અહીં) દૂર થવું
- સૂર પૂરવો – હા માં હા કહેવી
- અધીરા બનવું – ઉતાવળા થવું
- જુદા આંક હોવા – જિંદગી વિશેની સમજ જુદી હોવી
- બાથમાં બાથ ભીડવી – પ્રેમભર્યું આલિંગન આપવું
- જીભ કપાઈ જવી – બોલતા બંધ થઈ જવું
- જીભ કપાઈ જવી – બોલતા બંધ થઈ જવું
- સાત ખોટનો દીકરો – સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો
- મોં માગ્યા દામ આપવા – પૂરેપૂરી કિંમત ચૂકવવી
- સ્તબ્ધ થઈ જવું – અવાક થઈ જવું
- કળ વળવી – નિરાંત થવી
- આંકડા માંડવા – ગણતરી કરવી
- સૌ સારાં વાનાં થવાં – બધી રીતે શુભ થવું
- નિરાશાની ઘેરી છાયા ફરી વળવી – ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ
- ઝડપ કરવી – ઉતાવળ કરવી
- પાન ખરે તેમ ખરવા – (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવાં
- પેટનો ખાડો ઉણો રહેવો – ભૂખ દૂર ન થવી
- લાજ જવાનો વખત આવવો – આબરૂ જવાનો પ્રસંગ આવવો
- ત્રાહિ ત્રાહિ પોકાર કરવા – બચાવો બચાવો એમ મોટેથી બોલવું આંચ ન આવવી – નુકસાન ન થવું
- હામ ન હોવી – હિંમત ન હોવી
- ચીંથરા ફાડવા – નકામી કે આડી વાત કરવી
- માઝા છાંડી જવી – મર્યાદા ઓળંગી જવી
- મીટ મંડાવી – નજર સ્થિર કરવી
- હાથ આવવો – સકંજામાં આવવું
- ચાનક ચડવી – ઉત્સાહ આવવો
- ચડે ભરાવું – જીદ ઉપર આવવું
- આંબું આંબું થઈ રહેવું – જલદીથી પહોંચવા તત્પર થવું
- મામલો જામી પડવો – પરિસ્થિતિ ખરાબ થવી
- ભાન ભૂલી જવું – સાનભાન ન રહેવા
- તલવારનો વાઢ પડવો – તલવારનો ઘા વાગવો
- નાડે રજા લેવી – મરણ પામવાની તૈયારી હોવી
- પ્રાણ નીકળી જવા – મૃત્યુ પામવું
- પેટ બહુ મોટું હોવું – ઉદાર દિલના હોવું
- રંગમાં ભંગ પડવો – આનંદમાં વિક્ષેપ પડવો
- દી ફરવો – કુબુદ્ધિ સૂઝવી
- કાળ આવી પહોંચવો – મૃત્યુ નજીક આવવું
- કાળને અટકાવવો – મૃત્યુને રોકવું
- ખુલાસો કરવો – સ્પષ્ટતા કરવી, ચોખવટ કરવી
- તલવાર ગળે માંડવી – તલવાર ગળે અડાડી મારી નાખવાની તૈયારી બતાવવી
- તલવાર ગળામાં પરોવવી – તલવારથી મારી નાખવું
- લોહી છાંટવું – હત્યા કરવી
- મરી ખૂટવી – મરી ગઈ
- ફાળ ખાવી – ડર લાગવો, ધ્રાસકો પડવો
- રઝળી પડવા – અનાથ થઈ જવાં, નિરાધાર થઈ જવાં
- સાત ખોટનો દીકરો – સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો
- જાતી કરવી – માફ કરવું
- ખડી જવો – મૃત્યુ પામવો
- હત્યા વહોરવી – મરી નાખવાના પાપમાં પડવું
- હિલોળે ચડવું – હિલ્લોળવું, કિલ્લોલવું, આનંદ ઉત્સાહ પ્રગટ કરવો
- તાલાવેલી લાગવી – આતુરતા, ચટપટી, તાલાવેલી
- ઢીલાઢસ થઈ જવું – સાવ ઢીલા થઈ જવું
- બાધ માનવો – વાંધો લેવો
- ગળણીથી ગાળવું – (અહીં) તારણ કાઢવું, સાર કાઢવો
- વાતમાં પડવું – વાતે વળગવું
- ઓછા ઊતરવું – કસોટીમાં કાચા નીવડવું હાથમાં હોવું – કબજામાં હોવું, પોતાના આધીન હોવું
- પગ જમીન સાથે જડાઈ જવા – સ્તબ્ધ થઈ જવું
- ઢીલા પડવું – નરમ થવું
- માથા પર સૂરજ આવવો – મધ્યાહન થવો
- મૂઠીઓ વાળવી – દોટ મૂકવી તાનમાં હોવું – આનંદમાં હોવું
- ઇનકાર કરવો – અસ્વીકાર કરવો
- ભાન આવી જવું – સમજ આવી જવી
- ઠપકો મળવો – દોષ બદલ વઢવું
રૂઢિપ્રયોગ એટલે શું ?
નીચે આપેલ Quiz માં આપે આપનું નામ લખી START પર કિલક કરવાનું રહેશે.
મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ