7.શબ્દનો અર્થપૂર્ણ ક્રમ: Semantic Order Of The Word REASONING FOR COMPETITIVE EXAM

યાદ રાખો

Table of Contents

♦ શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : Semantic order of the word

આ વિભાગમાં પ્રશ્નો  અંતર્ગત ચાર/પાંચ /છ શબ્દો આપેલ હોય છે. જે ચોક્કસ રૂપે એકબીજા સાથે કોઈને કોઈ પ્રકારે સુસંગત હોય છે. 

અહી, તેમનો ક્રમ અવ્યવસ્થિત હોય છે. 

આ શબ્દોને તાર્કિક રૂપે અર્થસભર ચડતા, ઉતરતા કે અન્ય ક્રમમાં ગોઠવવાના હોય છે કે જેથી તેઓ અર્થપૂર્ણ બને. 

શબ્દનો અર્થપૂર્ણ ક્રમ
શબ્દનો અર્થપૂર્ણ ક્રમ-SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ
ઉદાહરણો સમજો

♦ શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : Semantic order of the word

ઉદાહરણ: 1      1) કાગળ    2) પ્રકાશક    3) લેખક     4) નવલકથા    5) કલમ 

સમજૂતી : સૌ પ્રથમ પોતાની કલમ વડે કાગળ પર નવલકથા  લખશે. ત્યારબાદ પ્રકાશક તેને પુસ્તક સ્વરૂપે છાપીને પ્રકાશિત કરશે. 

સાચો ક્રમ :  લેખક, કલમ, કાગળ , નવલકથા, પ્રકાશક 

ઉદાહરણ: 2      1) પર્વત     2) સમુદ્ર     3) ઝરણું     4) નદી 

સમજૂતી :  પર્વત ઉપરથી ઝરણું પડે  તેનું રૂપાંતર નદીમાં થાય અને  નદી આગળ  જતાં સમુદ્રને મળે. 

સાચો ક્રમ :  પર્વત, ઝરણું, નદી, સમુદ્ર 

 

ઉદાહરણ: 3      1) નિદાન      2) બીમારી     3) ડોકટર      4) દવા 5) સ્વાસ્થ્ય લાભ 

સમજૂતી :  બીમાર વ્યક્તિ પાસે ડોકટર પાસે જાય. ડોકટર તપાસ કરીને રોગનું નિદાન કરીને દવા આપે જેનાથી  વ્યક્તિને  સ્વાસ્થ્ય  લાભ થાય. 

સાચો ક્રમ : બીમારી, ડોકટર, નિદાન, દવા, સ્વાસ્થ્ય લાભ 

ઉદાહરણ: 4       1) દહી       2) ઘાસ      3) માખણ      4) દૂધ  5) ગાય 

સમજૂતી :  અહી ગાય, ઘાસ   ખાઈને દૂધ આપે તેને જમાવવાથી દહી  મળે દહીનું વલોણું કરતાં  માખણ મળે. 

સાચો ક્રમ :  ગાય , ઘાસ, દૂધ,   દહી, માખણ 

ઉદાહરણ: 5       1) જિલ્લો        2) ગામ       3) તાલુકો       4) શહેર   5) રાજ્ય

સમજૂતી :  અહી સૌ પ્રથમ  ગામ તેનાથી મોટું  શહેર  થાય . ગામ અને શહેર ભેગા  મળી   તાલુકો બને  તાલુકા ભેગા થઈને જિલ્લો બને  અને સમગ્ર  જિલ્લાઓ ભેગા  મળી  રાજ્ય બને. 

સાચો ક્રમ :  , ગામ, શહેર, તાલુકો, જિલ્લો,  રાજ્ય

ઉપરોકત સમજૂતી મેળવ્યા બાદ નીચેની ઓનલાઈન ક્વિઝ આપવી. વધુ મહાવરો થશે. 

 
0%
3 votes, 4 avg
117

NMMS : MAT : શબ્દનો અર્થપૂર્ણ ક્રમ : SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ

NMMS : MAT : SEMANTIC ORDER OF THE WORD REASONING QUIZ

1 / 15

(1) પર્ણ  (2) ફળ  (3) પ્રકાંડ   (4) મૂળ   (5) ફૂલ

2 / 15

(1) વિધુત ટ્રેન   (2) થર્મલ પાવર સ્ટેશન  (3) કોલસો  (4) વીજળી

3 / 15

( 1) ક્વિન્ટલ (2) ગ્ર્રામ (3) ટન  (4) કિલોગ્રામ   (5) મિલિગ્રામ

4 / 15

(1) ઉંદર  (2) વાઘ   (3) કૂતરો  (4) બિલાડી

5 / 15

( 1) માતા  (2) બાળક (3) દૂધ  (4) રડવું

6 / 15

(1) સજા  (2)  ધરપકડ  (3) પોલીસ  (4) અદાલત  (5) ગુનેગાર

7 / 15

(1) મેઘધનુષ (2) સૂર્ય  (3) વર્ષા  (4) ખુશ (5) બાળકો

8 / 15

(1 ) ખભો  (2) કાંડું   (3) કોણી (4) હથેળી (5) આંગળી

9 / 15

(1) ચાવી  (2) દરવાજો  (3) તાળું   (4) ઓરડો   (5) લાઇટ

10 / 15

(1) વાક્ય  (2) મૂળાક્ષર  (3) શબ્દ  (4) ફકરો

11 / 15

(1) શેરશાહ  (2) હુમાયું  (3) અકબર  (4) બાબર

12 / 15

(1) ફળ   (2) બીજ   (3) ફૂલ   (4) છોડ

13 / 15

(1) હજાર  (2) લાખ  (3) કરોડ  (4) દસ લાખ  (5) દસ હજાર

14 / 15

(1) ઘર (2) માટી  (3) ઈંટ  (4) દીવાલ

15 / 15

(1) ફેફસા  (2) નસકોરાં  (3) શુધ્ધ   (4) શ્વાસનળી  ( 5) લોહી

Your score is

The average score is 48%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.