થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.
- તેનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે.
- પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે,
- જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
- પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણ કરે છે.
- તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે.
- આમ, થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણપ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે.
- તેથી થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.