The adaptation of camel’s desert animal.
ઊંટના રણવાસી પ્રાણી તરીકેનાં અનુકૂલનો
- ઊંટના રણવાસી પ્રાણી તરીકેનાં અનુકૂલનો નીચે મુજબ છે :
- ઊંટના પગ લાંબા અને પગનાં તળિયાં પહોળાં હોય છે, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી બચાવે છે.
- વળી તેના પગના તળિયે ગાદી હોય છે, જેથી તે રેતી પર સરળતાથી ચાલી શકે છે.
- તેને પરસેવો થતો નથી. તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે. આમ, તે શરીરમાંથી ઓછું પાણી ગુમાવે છે.
- તે પાણી તેમજ ખોરાક વિના લાંબો સમય ચલાવી શકે છે.
- ખોરાક ન મળે ત્યારે જરૂર પડ્યે તેની ખૂંધમાં સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આ કારણે ઊંટ લાંબો સમય ભૂખ્યું રહે તો તેની ખંધનું કદ ઘટે છે.
Nice