મધમાખી હાલના સમયમાં માનવીને ઘણી રીતે ઉપયોગી છે,
ખેતીમાં,મરી મસાલાના પાકોમાં
દવામાં,ખોરાકમાં, જંતુનાશક દવાની જગ્યાએ કારગત, ઘણી રીતે આપણે મધમાખી ઉપયોગી છે…મધમાખી ન હોય તો ખેત ઉત્પાદન પણ ઘટી શકે છે..
મધમાખી ઘણી જગ્યા એ જોવા મળે છે ઊંચા ઝાડ પર…બારમાસી ના છોડ પર… દેશી ગુલાબના છોડ પર..
આવા છોડ વાવ્યા હોય તો મધમાખી ને આશરો મળે છે..એટલે જ આવા નાના નાના છોડ ઘર આંગણે વાવવા થી મધ ત્યાં રહે છે અને આપણ ને ઉપયોગી બને છે..
જંતુનાશક દવાઓ નો ઉપયોગ ઓછો કરવાથી મધ ટકી શકે છે જે થી તે પરાગનયનની ક્રિયા મારફતે ઉત્પાદન વધારી શકાય છે..
મધમાખીનું સંરક્ષણ કરવું જોઈએ..
આ સમયમાં ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર પણ વ્યવસાય તરીકે સ્વીકારી રહ્યા છે.પેટી વસાવી મધમાખી ઉછેર કેન્દ્ર ઉપયોગ કરી રોજગાર મેળવી રહ્યા છે.