what is abacus Math | ABACUS IN GUJARATI |એબેકસ શું છે?
આ પોસ્ટમાં આપણે what is abacus Math – ABACUS IN GUJARATI -એબેકસ શું છે? આ બાબતે અહી માહીતી આપવામાં આવે છે. આપ સૌને ગમશે. બાળકોના ભવિષ્ય સાથે સીધું સંકળાયેલું છે.
what is abacus Math – ABACUS IN GUJARATI -એબેકસ શું છે.? તે માહિતી આપવા પ્રયત્ન કરીએ છીએ.
what is abacus Math ? એબેકસ શું છે?
મણકાઘોડી, જેનું અંગ્રેજી નામ એબેકસ છે.વિશ્વનું ગણતરી માટેનું સૌથી જૂનું સાધન છે.
પહેલાંના વખતમાં લેખિત સંખ્યાઓ ન હતી ત્યારે મોટી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા માટે એબૅક્સ શોધાયું અને તેનો ઉપયોગ થવા માંડ્યો. એબેક્સ ગ્રીસ અને રોમમાં શોધાયું હતું. ત્યારબાદ તે એશિયામાં આવ્યું. ચીન, જાપાન અને રશિયામાં તો અત્યારે પણ એબૅક્સ વપરાય છે. એબૅક્સ કેલ્ક્યુલેટર કરતાં અલગ હોય છે. એબેકસ વાપરનાર ગણતરી મનમાં કરે છે અને તેને સાધન તરીકે ઉપયોગમાં લે છે.
એબેક્સ જુદી જુદી જાતનાં અને માપનાં હોય છે. તેમાં એક લંબચોરસ માળખું હોય છે. જેમાં ઊભા સળિયા હોય છે, જેની અંદર લાકડાના મણકા પરોવ્યા હોય છે. એક આડો સળિયો માળખાને બે ભાગમાં વહેંચી દે છે. એબેકસને ટેબલ પર કે ખોળામાં સપાટ મૂકીને વાપરવામાં આવે છે. આંગળી અને અંગૂઠાની મદદથી મણકા ફેરવીને ગોઠવાય છે. મણકા કા સળિયા પર અને કયા સ્થાને છે તે ઉપરથી તેની અમુક ચોક્કસ સંખ્યા ગણાય છે. આમ, એબેકસ મદદથી મોટી સંખ્યાનાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઈ શકે છે. આ ઉપરાંત દશાંશ-ચિહ્નનો ઉપયોગ અને દશાંશ- ચિહ્નવાળી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ થાય છે.