- ઊંટ રણપ્રદેશમાં વસવાટ માટેનાં અનુકૂલનો ધરાવે છે.
- તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે.
- આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે.
- તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે.
- તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે.
- આવાં અનુકૂલનો ધરાવતું ઊંટ રણપ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે.