Table of Contents
ToggleGUJARATI VYAKARAN: શબ્દ સમૂહ માટે એક શબ્દ (Shabd Samuh Mate Ek Shabd)
શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી ભાષામાં વપરાય છે. ગુજરાતી વ્યાકરણમાં તેનું આગવું સ્થાન છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે બે કે “તેથી વધારે શબ્દોનો સમૂહ માટે વાક્ય માં એક જ શબ્દ વપરાય” એને કહેવાય. ઘણા ખરા વાકયોમાં અને ગુજરાતી ભાષામાં આવા શબ્દો બોલાતા હોય છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ એમ ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા પ્રદેશ મુજબ ગુજરાતી પણ અલગ-અલગ રીતે બોલાય છે. જેમાં ખાસ કરીને સ્થાનિક તળપદ ભાષામાં આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. લોકભોગ્ય બોલીથી ઘણા નવા શબ્દો બને છે, અને થોડામાં ઘણું એને જ કહેવાય.
આવા શબ્દો ક્યારે વ્યક્તિને શૂરાતન આપ છે તો ક્યારેક લાગણી પણ દૂભાય છે. ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતી બોલી બોલતા અને ભણતા લોકો માટે એ સહજ હોય છે, પણ હાલના સમયમાં જ્યારે અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આવા શબ્દો ક્યારેક જ સંભાળવા મળતા હોય છે. એમને માટે ગુજરાતી ભાષાના વધુમાં વધુ પુસ્તકો વંચાય એ ખૂબ જરૂરી છે અને સાથે-સાથે ઘરમાં પણ ગુજરાતી બોલાય એપણ એટલું જ જરૂરી છે.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
આપણાં વિદ્યાર્થીઓ અને બાળકોને ગુજરાતી ભાષા સારી રીતે સમજવી અને શીખવી ખૂબ જરૂરી છે. અહી આપણે કેટલાક ઉદાહરણ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીશું. જેના દ્વારા શબ્દ સમૂહ માટે એક શબ્દ સમજી શકાય અને વાક્યમાં ક્યાં એનો ઉપયોગ કરવો એ પણ ખ્યાલ આવી શકે.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
ઉદાહરણ :
- નવું તરતનું જન્મેલું – નવજાત
- દસ વર્ષનો સમૂહ – દાયકો
- ધાન્ય સાચવવા ભરવાની જગ્યા- કોઠાર
ઉપરોક્ત ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે કેવી કેવી પરિસ્થિતિમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ નો ઉપયોગ થાય છે. પહેલા ઉદાહરણમાં જોઈ શકાય છે કે વ્યક્તિના સંદર્ભમાં તેને શું કહેવાય ? તે માટે શબ્દ વપરાયા છે.
બીજા ઉદાહરણમાં જોયું કે સમયગાળાને દર્શાવવા માટે ચોક્કસ શબ્દ વપરાય છે.
ત્રીજા ઉદાહરણમાં જોયું કે ચોક્કસ સ્થળ દર્શાવવા માટે એક શબ્દ વપરાય છે.
આવા બીજા 100થી વધુ ઉદાહરણો આપણે જોઈશું અને એ શબ્દો સમજીને યાદ રાખીશું . જે તમને તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે. જેની PDF પણ ડાઉનલોડ કરી શકશો.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
- જે સત્ય જ બોલે છે તે – સત્યવાદી
- જેનામાં લોભ નથી તે – નિર્લોભી
- જેનામાં સ્વાર્થ નથી તે – નિસ્વાર્થી
- જેનામાં ભય નથી તે – નિર્ભય
- ગુજરાતની જૂની રાજધાની – આજનું પાટણ – અણહિલવાડ
- યુધ્ધમાં રમણે ચડેલો લડવૈયો – જુધ્ધ રમણ
- કસુંબલ રંગનું – કસુંબી
- સ્નેહ અને શોર્યના પ્રતિક સમું – પ્રેમશોર્ય અંકિત
- વાડી,બગીચા, મકાનની રક્ષા માટે ચારેબાજુ કરવામાં આવતી કાંટાની આડ – વાડ
- આકાશમાં દેખાતા ધૂમાડાના ગોટા જેવો સમૂહ – વાદળ
- છાપરાની નીચેની કિનારી પરનું નળિયું – વાછાંટો
- પ્રવાહીની વરાળ થઈ ઊડી જવી તે ક્રિયા- બાષ્પીભવન
- કાર્યક્રમ સમાપ્ત કે પૂરો કરવો તે- સમાપન
- પ્રભાવ પડે તેવું અદ્ભુત કાર્ય કરી બતાવવું- કાબિલે દાદ
- નવું – તરતનું જન્મેલું – નવજાત
- જેનાથી વસ્તુને માપી શકાય તે – ક્યાસ કાઢવો
- જેની કલ્પના ન થઈ શકે તેવું – અકલ્પનીય
- દસ વર્ષનો સમૂહ – દાયકો
- ભવિષ્ય માટે બચાવેલા પૈસા – બચત
- વધુ વળતર મેળવવા પૈસા રોકવા એટલે – રોકાણ
- પૂરી તપાસ કે વિચારણા પછી સાચો સાબિત થયેલો નિશ્ચિત મત – સિધ્ધાંત
- કર્તવ્ય માટે તત્પર રહેનાર – કર્તવ્યનિષ્ઠ
- ખૂબ દાનધર્મ કરનાર – દાનવીર
- જેનું વર્ણન ન કરી શકાય એવું- અવર્ણનીય
- સ્વાર્થરહિત કાર્ય કરનાર- નિ:સ્વાર્થ
- ધાન્ય સાચવવા ભરવાની જગ્યા- કોઠાર
- દરવાજા પર પહેરો ભરનાર -દ્વારપાલ
- વિશિષ્ટ ધ્યેય સામે રાખીને ચાલનાર -ધ્યેયનિષ્ઠ
- દેશ માટે મરી ફીટનાર- દેશભક્ત
- અગાઉ ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ – અગમબુદ્ધિ
- ઉદાર દિલ રાખવું તે – અકબરદિલી, દરિયાદિલી
- કલ્પી ન શકાય તેવું – અક્લ્પ્ય
- સમજી ન શકાય તેવું – અગમ્ય
- કહી ના શકાય એવું – અકથ્ય
- વર્ણન ના કરી શકાય એવું – અવર્ણનીય
- જેમાંથી વસ્તુ ખુટે નહી તેવું પાત્ર – અક્ષયપાત્ર
- કદી ભરાય નહી તેવું પાત્ર – ખપ્પર
- લખતા-વાંચતા આવડતું તે – અક્ષરજ્ઞાન
- ખુટે નહી તેવું – અખૂટ
- ખડખડાટ હસવું તે – મુક્તહાસ્ય
- અગાઉ જન્મેલ, મોટો ભાઈ – અગ્રજ
- વૃદ્ધાવસ્થા કે મૃયુ ના આવે તેવું – અજરામર
- જેને શત્રુ નથી તે – અજાતશત્રુ
- અદભુત વતુઓનું સંગ્રહસ્થાન – અજાયબઘર
- ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
- વધારીને વાત કરવી તે – અતિશયોક્તિ
- આત્માને અનુલક્ષીને – અધ્યાત્મ
- સાચવી રાખવા આપેલી વતુ – અમાનત, સમ્પેતરું
- તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે – અનુમાન
- ગદ્ય અને પદ્ય બંને હોય તેવું કાવ્ય – ચંપૂ કાવ્ય
- ભેદી ના શકાય તેવું – અભેદ્ય
- અમૃત જેવી મીઠી નજર – અમી દૃષ્ટી
- ઘણા પોકાર કરવા છતાં કોઈ ના સાંભળે તેવું રુદન – અરણ્યરુદન
- કમરથી ઉપરના ભાગનું ચિત્ર – અરુણચિત્ર
- આમ લોકમાં મળે નહં તેવું – અલૌકીક
- દેખાતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી – અવળવાણી
- જન્મથી જ પૈસાદાર – ગર્ભશ્રીમંત
- શિવનું ભયંકર નૃત્ય – તાંડવનૃત્ય
- આવક તથા ખર્ચનો અંદાજ – અંદાજપત્ર
- પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃતાંત – આત્મકથા, આત્મવૃતાંત
- જે ઘણા રૂપ લે છે તે – બહુરુપી
- પોતાની જાતનું અર્પણ કરવું તે – આત્મભોગ, સ્વાર્પણ
- બે જણ વચ્ચેનું યુદ્ધ – દ્વંદ્વ યુદ્ધ
- પોતાના વખાણ પોતાની જાતે કરવા તે – આત્મશ્લાઘા
- પગથી માથા સુધી – નખશીખ, આપાદમસ્તક
- પોતાની જાત સાથે છેતરિપંડી – આત્મવંછના, આત્મવંચના
- પોતાની જાત પર કાબુ રાખે તે – આત્મસંયમી
- પોતાની જાત ઉપર આધાર રાખનાર – આપકર્મી
- ઘોડાને બાંધવાની જગ્યા – ઘોડાર, તબેલો
- ગાયોનું મોટું ટોળું – ધણ
- પશુને ખાવાનું અનાજ – જોગાણ
- નાજુક કે કસબી પગરખું – મોજડી
- જરીબુટ્ટીના વણાટનું એક કાપડ – કિનખાબી
- રુદ્રાક્ષની મોટા મણકાની માળા – બેરખો
- મોટી ફાંદવાળા – દુંદાળા
- કોઈ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ફરવું તે – પ્રદક્ષિણા
- પવિત્ર ધર્મસ્થાનની શ્રદ્ધાપૂર્વક યાત્રા કરવી તે – તીર્થયાત્રા
- સિંહની આકૃતિવાળું આસન – સિંહાસન
- કણસ માંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા -ઢ સા
- ખેતરમાંનું નકામું ઘાસ- નીંદણ
- ઉંદરનું રહેઠાણ – દર
- વાઘ વરુનું રહેઠાણ – બોડ
- પંખી ઝાડ પર રહેવા બાંધે તે – માળો
- બકરી ઘેટાને જ્યાં પુરવામાં આવે છે તે – વાડો
- માણસનું રહેઠાણ – ધર
- સાપનું રહેઠાણ – રાફડો
- ઉનાળાની સખત ગરમ હવા – લુ
- ત્રણ આંખ વાલુ – ત્રિનેત્ર
- ચાર પાયા વાલુ એક જાતનું આસન – બાજઠ
- ઘોડા પર સવારી કરનાર – ઘોડેસવાર
- ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો –ભારો
- હોળીમાં બેસીને ફરવું – સહેલગાહ કરવી તે – નૌકાવિહાર
- સાંબેલા જેવી જાડી ધાર – મુશળધાર
- ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દ્રશ્ય – મેઘધનુષ્ય
- નદી કે સમુદ્ર વચ્ચે આવેલો જમીન ભાગ – બેટ
- લોકોનું ભરણપોષણ કરનાર ઉછેરનાર માતા – લોકમાતા
- ઝાડ તેમજ વનરાજીથી પડાદાર – કુંજાર
- સિક્કો સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી – વાંસણી
- મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ – વાટખરચી
- પુરના પાણીની ઝડપે દોડનાર – પાણીપંથા
નીચે તમારું નામ લખી START બટન પર કિલક કરી ક્વિઝ આપો.