શ્રેણી એટલે શું ? :- ગાણિતિક નિયમોને આધારે સંખ્યાઓની થતી ગોઠવણી ને સંખ્યા શ્રેણી કહે છે. NUMERIC SERIES
સંખ્યા શ્રેણી NUMERIC SERIES ની ગોઠવણીમાં ગણિતની જુદા જુદા પ્રકારની ક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે ,કોઈ સંખ્યા માં કોઈ ચોક્ક્સ સંખ્યા ઉમેરતા મળતી શ્રેણી : 2 , 2+3=5 , 5+3=8 , 8+3=11 , 11+3=14 , 14+3=17 આમ, 2 માં ચોક્કસ સંખ્યા 3 ઉમેરતા નીચે મુજબની શ્રેણી બને,
2 ,5 ,8 ,11 ,14 ,
કેટલીક વાર કોઈ સંખ્યા વડે ગુણાકાર , ભાગાકાર અને બાદબાકી કરવાથી પણ શ્રેણીની રચના થાય છે.
કેટલીક વાર સંખ્યાના વર્ગ કે ઘન વડે પણ સંખ્યા શ્રેણી બને છે. ઉદાહરણ તરીકે ,
વર્ગ કરવાથી બનતી શ્રેણી : 1 , 4 , 9 , 16 , 25
ઘન કરવાથી બનતી શ્રેણી : 1 , 8 , 27 , 64 , 125
ગણિતના નિયમો મુજબ શ્રેણીને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય : (1) સમાંતર શ્રેણી (2) સમગુણોત્તર શ્રેણી
અહી આપણે બંને પ્રકારોને નીચે મુજબ વહેચી સંખ્યા શ્રેણીને સમજવા પ્રયત્ન કરીએ.
NUMERIC SERIES FOR NMMS EXAM
- સમાંતર શ્રેણી
- ગુણાકાર શ્રેણી
- એકી સંખ્યા શ્રેણી
- બેકી સંખ્યા શ્રેણી
Table of Contents
Toggleશ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે ચોક્કસ તફાવત હોય છે. ઉદા. 1, 5, 9, 13, 17, 21, ….
શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે શૂન્ય સિવાયની સંખ્યા વડે ગુણીને આગળનું પદ મેળવવામાં આવે છે. ઉદા. 1, 3, 9, 27, 81, ….
શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે ચોક્કસ ક્રમમાં એકી સંખ્યાઓ ગોઠવાયેલી હોય છે. ઉદા. 1, 3, 5, 7, 9, 13, ….
શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે ચોક્કસ ક્રમમાં બેકી સંખ્યાઓ ગોઠવાયેલી હોય છે. ઉદા. 2, 4, 6, 8, 10, 12….
- વર્ગ-ઘનની શ્રેણી
- અવિભાજ્ય શ્રેણી
- વિભાજ્ય શ્રેણી
- ફિબોનાકી શ્રેણી
આવી શ્રેણીમાં સ્ંખ્યાઓના વર્ગ અને ઘન કરી ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
ઉદા. વર્ગ શ્રેણી : 16,25,36,49,64,81…
ઘનશ્રેણી : 1, 8, 27, 64, 125 ….
શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે ચોક્કસ ક્રમમાં અવિભાજ્ય સંખ્યાઓ ગોઠવાયેલ હોય છે.ઉદા. 2,3,5,7,11,13,17….
શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચે ચોક્કસ ક્રમમાં વિભાજ્ય સંખ્યાઓ આવેલી હોય છે, ઉદા. 4 ,6,8,9,10 ,12,14…
શ્રેણીના બે પદો તેના આગળના બે પદોના સરવાળો કરવાથી મળે છે. ઉદા.1, 2, 3,5,8,13,21,..
- NUMERIC SERIES ની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
- રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
- દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
- આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
- તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.
- બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.