What Is the NMMS Exam About? Best online Test:2020-21

POST
What is the NMMS Exam ?

Table of Contents

What is the NMMS Exam About? પ્રસ્તાવના:

WHAT IS THE NMMS EXAM ABOUT?: સાંપ્રત સમયમાં અભ્યાસ અને કારકિર્દી ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વ્યાપ  વધી રહ્યો છે. આ પરીક્ષા દ્વારા વ્યક્તિમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટેની શ્રેષ્ઠ તક છે.સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8 અભ્યાસ કરી રહેલી તેજસ્વી બાળ પ્રતિભાઓને ખીલવાનો આ ઉત્તમ અવસર રાજ્ય પરીક્ષા બોર્ડે વિદ્યાર્થીઓને આપ્યો છે. જેની મદદથી ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી નીવડશે. NMMS (NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP).વર્ષ-2011 થી આ પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. તેમાં જિલ્લા વાઇઝ તૈયાર કરાયેલ મેરિટ યાદીમાં સ્થાન પામેલાં 5000 જેટલા વિદ્યાર્થીઓને  ભારત સરકારના માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય, નવી દિલ્હી તરફથી ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન પ્રતિ માસ: 1000 ૱  શિષ્યવૃતિ બેંક મારફત ચૂકવાય છે. આમ , આ પરીક્ષા બાળકોને આગળના અભ્યાસ માટે આર્થિક રીતે સારી એવી મદદ પૂરી પાડે છે. 

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ:

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
1 ) MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી
90
90
90 મિનિટ
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી
90
90
90 મિનિટ

અભ્યાસ ક્રમ :

  • MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્ર્શ્નોમાં સાદ્ર્શ્ય(Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી(Numerical Series), પેટર્ન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure), વગેરે નો સમાવેશ થાય છે.
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ-7 અને ધોરણ-8ના ગણિત,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે. ધોરણ-7 માટે આગાઉના શૈક્ષણિક વર્ષ નો અભ્યાસક્રમ રહે છે, અને ધોરણ-8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ હોય છે.   

ક્વોલિફાઇંગ ગુણ:

  • જનરલ અને  ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32 % ગુણ મેળવવાના રહેશે.
  • ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃતિ માટે પાત્ર ઠરશે.

કસોટીનું માળખું:

  •  પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહે છે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરે છે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવે છે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Questions-MCQ Based) રહે છે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહે છે.
  • આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેતું નથી.
  • અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટ વધારાનો સમય મળવાપાત્ર છે.
  • આ પરીક્ષા માટેનઆવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર Online ભરવાના રહે છે.

BEST ONLINE TEST: MAT & SAT

  • નીચેના વિભાગો પર કિલક કરતા તેની સમજ સાથે ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ -રોજ એક એક વિભાગની ક્વિઝ ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે એક જ વાર મેઈલ આઈડી અને ફોન નંબર નાખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.
  • બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.

1 thought on “What Is the NMMS Exam About? Best online Test:2020-21”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.