199 GK Questions And Answers About Gujarat

Read Online 199 GK Questions And Answers About Gujarat State.

gk questions
એક નજરમાં ગુજરાત - GK Questions

199 GK Questions And Answers : 199 પ્રશ્નો ગુજરાત રાજ્ય વિષે જે આપને પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી થશે. 

Useful GK Questions

  1. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? Ans: ડાંગ
  2. ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
  3. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ
  4. ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
  5. ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી.
  6. ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ? Ans: એકલવ્ય એવોર્ડ
  7. ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? Ans: જયદીપસિંહજી એવોર્ડ
  8. ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? Ans: ડેનિમના ઉત્પાદન માટે
  9. ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
  10. ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? Ans: ત્રીજા ભાગનો વિસ્તાર
  11. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
  12. ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? Ans: દમણ-ગંગા
  13. ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ
  14. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
  15. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર
  16. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર
  17. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? Ans: વૌઠા
  18. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
  19. ગુજરાતનો સૌપ્રથમ પ્રિન્ટિગ પ્રેસ કયા શહેરમાં શરૂ થયો હતો? Ans: સુરત
  20. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
  21. ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
  22. ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
  23. ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
  24. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ
  25. ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? Ans: સર લલ્લુભાઇ આશારામ શાહ
  26. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? Ans: ડાંગ
  27. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
  28. ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? Ans: નારાયણ સરોવર
  29. ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
  30. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
  31. ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
  32. ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? Ans: આઈ.આઈ.એમ. – એ
  33. ગુજરાતમાં આવેલી કઇ યુનિવર્સિટી સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવે છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી
  34. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ
  35. ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? Ans: ઉંઝા
  36. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
  37. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
  38. ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
  39. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા
  40. ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? Ans: અમદાવાદ – ૧૯૬૪
  41. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે ? Ans: રાજકોટ
  42. ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? Ans: બાજરી
  43. ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ
  44. ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન
  45. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા
  46. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? Ans: ધરમપુર
  47. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
  48. ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? Ans: ભાલ પ્રદેશ
  49. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
  50. ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ? Ans: ચોરવાડ-વેરાવળ
  51. ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ
  52. ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: વેળાવદર
  53. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
  54. ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
  55. ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? Ans: પાંચ
  56. ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
  57. ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ
  58. ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના
  59. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના
  60. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ
  61. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
  62. ગુજરાતમાં  મધ્યકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ
  63. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
  64. ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? Ans: ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
  65. ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: મુંદ્રા
  66. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
  67. ગુજરાતમાં ચીનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે? Ans: મોરબી
  68. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
  69. ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત
  70. ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં
  71. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગરગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
  72. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
  73. ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
  74. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે? Ans: કાનકડિયા
  75. ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
  76. ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
  77. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી
  78. ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે
  79. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ
  80. ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા
  81. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
  82. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
  83. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી
  84. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
  85. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
  86. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
  87. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? Ans: ગાંધી યુગ
  88. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭નો સમયગાળો કયા નામથી ઓળખાય છે? Ans: ગાંધી યુગ
  89. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ
  90. ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
  91. ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ
  92. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ
  93. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
  94. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી
  95. ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
  96. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે ? Ans: મિથ્થાભિમાન
  97. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ
  98. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
  99. ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
  100. ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત

  101. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

  102. ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ

  103. વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ

  104. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

  105. હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

  106. લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર

  107. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર

  108. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

  109. અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ

  110. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા

  111. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે

  112. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો

  113. ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

  114. ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો

  115. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા

  116. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

  117. ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી

  118. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩

  119. કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

  120.  પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

  121.  વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ

  122. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

  123.  કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર

  124.  ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

  125.  મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ

  126.  ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

  127.  ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

  128. ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ

  129.  ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

  130.  હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ

  131.  ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી

  132. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

  133. કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા

  134.  કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ

  135.  પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ

  136.  ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

  137.  કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ – મુંબઇ

  138.  ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ

  139.  ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ – ૬૬)

  140.  મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

  141.  નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ

  142.  કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર

  143.  ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

  144.  કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા

  145.  ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી

  146.  સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

  147.  હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત

  148.  હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

  149.  ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ

  150.  મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર

  151.  કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી

  152.  મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા

  153.  પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

  154.  રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય

  155.  રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

  156. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

  157.  વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

  158.  બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી

  159.  નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ

  160.  જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન

  161.  ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ

  162.  જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

  163. આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

  164.  ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

  165.  ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

  166.  કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા

  167.  મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા

  168.  દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ

  169.  ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ

  170.  ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

  171.  ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન

  172. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

  173.  ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો

  174.  ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ

  175.  સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

  176. ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી

  177.  કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

  178.  રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્

  179.  અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ

  180.  ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

  181.  નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી

  182.  ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ

  183.  ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી

  184. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ

  185.  અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

  186.  ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

  187.  લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

  188.  ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત

  189.  નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા

  190.  કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

  191.  ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

  192.  કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ

  193.  વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

  194.  35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું

  195.  ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

  196.  કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

  197.  ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

  198.  કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

  199.  ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.