Table of Contents
TogglePlanets In The Solar System
Solar System : સૌર પરિવાર/સૌર મંડળ
આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના-મોટા સભ્યો ગોળારૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે-તે ગ્રહના ગુરુત્વાકષર્ણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી.સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌરપરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌરમંડળ.
આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણા આ સૌરમંડળનો પરિચય મેળવીએ, સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યને ઓળખીએ.
સૂર્ય (Sun) :
સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને ! સૂર્ય સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે, તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિગ્રા થાય, આ ગુરુત્વાકર્ષણશક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે.
સૂર્યની સપાટી હંમેશાં અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણે હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ‘ઊર્જા’ કહીએ છીએ. જેથી સૂર્યસપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેથી સૂર્યને ‘સજીવોના પાલક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૌરપરિવારમાં કુલ આઠ ગ્રહો છે. જેમાં બુધ, શુક, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે. 8 Planets in the Solar System
8 Planets in the Solar System
8 Planets in the Solar System are below : 8 ગ્રહો વિષે નીચે સમજ આપેલ છે.
(1) બુધ (Mercury) : આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશપડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે.
(2) શુક્ર (Venus) : સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ ! તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોનાં ઘટ્ટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી.
(3) પૃથ્વી (Earth) : પૃથ્વી આપનું ઘર . શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ચંદ્ર (Moon) : પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતાં તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરી કરતાં આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ (વિશાળ) મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃતજ્વાળામુખી આવેલા છે.
(4) મંગળ (Mars) : લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે.
(5) ગુરુ (Jupiter) : ગુરુ આછો પીળાશપડતો સફેદ ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79. ઉપગ્રહો છે. જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી. જોતાં ટપકાંવાળી સપાટી મનોહર લાગે છે.
(6) શનિ (Saturn) : સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રિંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોઈ શનિને પાધડિયો ગ્રહ પણ કહેવાય છે, શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે.
(7) યુરેનસ (Uranus) : પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે.
8) નૈપ્ચુન (Neptune) : આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયું છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુપરિવર્તન થતું જોવા મળે છે.
Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune
ઉલ્કા (Meteors) : કોઈવાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને ! હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા’ તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી ત૨ફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા પર્પણના લીધે તે સળગી ઊઠે છે. આ વખતે આકાશમાં તેજ લિસોટો દેખાય છે તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પુરેપુરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉકા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉકા ખરી હતી જેનું વજન 40 કિગ્રા જેટલું હતું.
નક્ષત્રો 🙁 Constellations) વિશાળ અર્થમાં કોઈપણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ ‘નક્ષત્ર’ કહેવાય. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. અતિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્ર સ્વાતિ જેવાં કુલ 27 નક્ષત્રો આવેલાં છે. આકાશમાં ચંદ્રની આસપાસ બેન્ગણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી પાદ રાખી શકાય છે, કેટલાંક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે જેમ કે પુષ્યનક્ષત્રમાં સોનાચાંદીની ખરીદી કરવામાં આવે છે,
8 planets in solar system – the one is Earth our home – પૃથ્વી એક જ ગ્રહ છે, જેના પર માનવ જીવન શક્ય બન્યું અને માનવો અહી રહી રોજ અવનવું શોધે છે અને પૃથ્વી અને માનવ સમાજ માટે ખૂબ ઉત્તમ કામ થાય છે. આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી સાબીત થશે એવી આશા સાથે.