જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ
![Adaptation of Aquatic Vegetation](http://freestudygujarat.in/wp-content/uploads/2021/03/જલીય-વનસ્પતિના-અનુકૂલનો-1024x576.webp)
- જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે. મૂળ કદમાં નાનાં હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે.
- વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે.
- વનસ્પતિનાં પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતાં હોય છે.
- કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે.
- કેટલીક વનસ્પતિનાં પર્ણો સાંકડાં અને પાતળી પટ્ટી જેવાં હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે.
- કેટલીક બેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલાં વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે.