પાક નુકસાન સહાય 2023 | પાક નુકસાન સહાય મેળવવા અરજી અને સાથે જરૂરી પુરાવા વિષે જાણો

Crop Damage Assistance 2023 પાક નુકસાન સહાય 2023 પાક નુકસાન સહાય મેળવવા અરજી અને સાથે જરૂરી પુરાવા વિષે જાણો
Crop Damage Assistance 2023 પાક નુકસાન સહાય 2023 પાક નુકસાન સહાય મેળવવા અરજી અને સાથે જરૂરી પુરાવા વિષે જાણો

પાક નુકસાન સહાય 2023 પાક નુકસાન સહાય મેળવવા અરજી અને સાથે જરૂરી પુરાવા વિષે જાણો

Crop Damage Assistance 2023 પાક નુકસાન સહાય 2023 અંતર્ગત સહાય મેળવવા શું કરવું અને કેવી રીતે અરજી કરવી અને કયા કયા સાધનિક પુરાવા જોડવા તે અંગેની માહિતી વિષે જાણીએ.

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે જાહેર કરાયેલ

વિશેષ રાહત પેકેજ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે

અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

રાજયમાં માર્ચ-૨૦૨૩ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે રાજય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરાયું છે જેના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

ખેતી તથા બાગાયતી પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકશાન થયું હોય તે જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે અને ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે એમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત

પાક નુકસાન સહાય 2023 મેળવવા અરજી અને સાથે જરૂરી પુરાવા 

  • ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ
  • નમૂના નં. ૭-૧૨,
  • આધાર નંબર,
  • મોબાઇલ નંબર,
  • બેંક એકાઉન્ટ નંબર,
  • IFSC કોડ 
  • નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ,
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો  “ના – વાંધા અંગેનો સંમંતિ પત્ર”

વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકશાની સર્વેમાં ૩૩% થી વધુ નુકશાન માલુમ પડેલ હોય તેવા સર્વે નંબરવાળા ખેડુત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડુત ખાતેદારોને જ આ સહાય પેકેજ નો લાભ મળશે.

ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ આ પેકેજ નો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે.

તેમજ તાલુકા કક્ષાએ ગામ વાઈજ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નો સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં જણાવાયું છે.

ક્યા ક્યા જિલ્લા અને તાલુકાઓને મળશે લાભ

SDRF ધોરણો મુજબ ખાસ કિસ્સામાં ટોપ સહાય

વર્ષ માર્ચ -2023
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત વધારાની ₹9,500 ની સહાય સાથે કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુ વર્ષાયુ બાગાયતી પાકો

બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18,000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ રૂપિયા ₹30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

કોને અરજી કરવાની?

તાલુકા વિકાસ અધિકારીશ્રી

કયા સાધનિક કાગળો સાથે અરજી કરવાની?

ગામ નમુના નંબર 8/અ તલાટીનો વાવેતરનો દાખલો કે ગામ નમૂના નંબર 7/12 સહિતના જરૂરી સાધનિક પુરાવા

માર્ચ 2023 માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF (એસડીઆરએફ) ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ સહાય અપાશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે રાજ્યના રાજકોટ,જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો.

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત વધારાની ₹9,500 ની સહાય સાથે કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18,000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ રૂપિયા ₹30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

 જે કિસ્સામાં જમીનધારકના ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4000 કરતા ઓછી હશે તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂપિયા 4000 ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.