વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં દિશા અને અંતર સંબંધિત સમજ ચકાસવા માટે તેના પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના પ્રશ્નોનાં ઉત્તર મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચેની આકૃતિ ખાસ યાદ રાખવી.
Direction and Distance Questions
આ આકૃતિમાં મુખ્ય ચાર દિશાઓ છે : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ.
આ ઉપરાંત ચાર દિશાઓમાંથી રચાતા ચાર ખૂણાઓ ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે.
યાદ રાખો :
કોઈપણ દિશા માટે વળવા 900 નું ભ્રમણ કરવું.
જયારે જમણેથી ડાબે અથવા ડાબેથી જમણે કહેવામાં આવેલ હોય ત્યારે પરીક્ષાર્થીએ પોતાની જમણી અથવા ડાબી બાજુ સમજવી.
જો કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં મોં રાખીને ઊભો હોય તો તેને ડાબી તરફ પશ્ચિમ દિશા અને જમણી તરફ પૂર્વ દિશા હોય.
જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે ઉત્તર દિશામાં મુખ રાખી ઊભો રહે, તો તેનો પડછાયો ડાબી તરફ અર્થાત પશ્ચિમ દિશામાં મળે તથા સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભો રહે, તો તેનો પડછાયો જમણી બાજુ અર્થાત પૂર્વ દિશામાં મળે.
ઉદાહરણ : 1
1. સૂર્યોદય સમયે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો ડાબા હાથે કઈ દિશા આવશે ?
a) ઉત્તર b) દક્ષિણ c) પૂર્વ d) પશ્ચિમ
સમજૂતી : સૂર્ય સામે ઊભા હોય ત્યારે આપણું મુખ પૂર્વ દિશામાં હોય
direction and distance@freestudygujarat.in
ઉદાહરણ : 2
1. ચિરાગ ઉત્તર દિશા તરફ પીઠ રાખી ઊભો છે. સાંજના 5 વાગ્યે તેનો પડછાયો કઈ દિશામાં પડશે?
a) ઉત્તર b) દક્ષિણ c) પૂર્વ d) પશ્ચિમ
સમજૂતી : સૂર્યાસ્ત સમયે વ્યક્તિનો પડછાયો ઉત્તર દિશા તરફ મુખ હૂય તો જમણી બાજુ પડછાયો પડે પણ અહી ઉત્તર તરફ પીઠ રાખી ઊભો છે તેથી ડાબી બાજુ એ પડછાયો પડે. એટલે પૂર્વ દિશા જવાબ આવશે.
direction and distance2@freestudygujarat.in
ઉદાહરણ : 3
1. સુરેશ પોતાના ઘરથી નીકળી પૂર્વમાં 4 કિમી. ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 3 કિમી ચાલે છે. તેને પોતાના ઘરે પાછું ફરવા ઓછામાં ઓછું કેટલા કિમી ચાલુ પડે ?
a) 7 કિમી b) 5 કિમી c) 1 કિમી d) 10 કિમી
સમજૂતી : અહી સુરેશ પૂર્વ દિશામાં 4 કિમી ચાલી જમણી બાજુ 3 કિમી ચાલતા કાટકોણ ત્રિકોણ બને છે જેના પરીણામે ઓછામાં ઓછું શોધવા કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામે ની બાજુ કર્ણ નું માપ શોધવું પડે. એટલે AC2 = AB2 + BC2 = 42 + 32 = 16 + 9 = √25 = 5 કિમી જવાબ આવે.
બહુ જ મસ્ત