GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2023-24

આજની પોસ્ટમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2024 (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ગુજરાત સરકારે ભારતની 75મી આઝાદીની વર્ષગાંઠના માનમાં દેશની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અથવા “G3Q”ની રચના કરી. દર શનિવારના રોજ, સપ્તાહ દરમિયાન રમાતી ક્વિઝના પરિણામો જાહેર કરવામાં આવશે.

દર અઠવાડિયે, રવિવારથી શુક્રવાર સુધી, G3Q ક્વિઝ 2.0 યોજાય છે. શનિવારે, ક્વિઝ પરિણામ જાહેર કરવામાં આવે છે. દરેક રાઉન્ડના પરિણામો આવતા શનિવારે G3Q ક્વિઝ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે. જે ઉમેદવારો G3Q માં સારું પ્રદર્શન કરશે, નવ રાઉન્ડ પછી તેમને જિલ્લા-કક્ષાની અને ત્યારબાદ રાજ્ય-સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે.

GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2023-24

GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2023-24

નામ કાર્યકાળ
ક્વિઝનું નામ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
Quiz આયોજન
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત
ક્વિઝ કયા ધોરણ ના વિદ્યાર્થીઓ માટે
ધોરણ 9 થી કોલેજ સુધીના
ઓફિસિયલ વેબસાઇટ
રજીસ્ટ્રેશન લિન્ક
ક્વિઝ પ્રેક્ટિસ ટેસ્ટ લિન્ક

G3Q : REGISTRATION ફોર્મ નમૂનો

GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2024
GUJARAT GYAN GURU QUIZ 2.0 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2024

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /
Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી. 

g3q ક્વિઝ નોંધણી 2023-24 પગલાં 

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:

પગલું 1: અરજદારો માટે પ્રથમ પગલું ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબસાઇટ g3q.Orgની મુલાકાત લેવાનું છે.
પગલું 2: હવે સત્તાવાર વેબસાઇટના પહેલા પૃષ્ઠ પર G3Q ક્વિઝ નોંધણી 2.0 માટે યોગ્ય લિંક પર ક્લિક કરો.
પગલું 3: તે પછી, બધી જરૂરી માહિતી સાથે દેખાતી વિંડોમાં ફોર્મ ભરો.
પગલું 4: આગળ, OTP પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ નંબરની પુષ્ટિ કરો.
પગલું 5: ઉપરોક્ત પગલાંઓ પૂર્ણ કર્યા પછી અને જરૂરી દસ્તાવેજો જોડ્યા પછી, તમારી નોંધણી સફળ થશે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.