Lines Of Latitude and Longitude:અક્ષાંશ અને રેખાંશ what is latitude

અક્ષાંશ-રેખાંશ :Lines of Latitude and Longitude

 • પૃથ્વીના પટ પરનું કોઈ પણ સ્થાન ચોકસાઈથી નક્કી કરવા માટે વપરાતું કોણીય અંતર.
 • કોઈ પણ સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર છે તે પૃથ્વીના ગોળા પર કે નકશામાં દર્શાવવા માટેનું કોણીય અંતર તે અક્ષાંશ છે.
 • વિષુવવૃત્ત એક કાલ્પનિક વર્તુળાકાર સમતલ રેખા છે, જે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ – એમ બે ગોળાર્ધમાં વહેંચે છે. પૃથ્વીના પટ ઉપરના કોઈ સ્થળનું વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં માપતાં જે કોણીય અંતર આવે, તેને તે સ્થળના અક્ષાંશ કહેવાય છે.
 • આ સ્થળને પૃથ્વીના કેન્દ્રબિંદુ સાથે જોડવાથી તે વિષુવવૃત્તના સમતલ સાથે એક ખૂણો પાડશે, જે તેનું કોણીય અંતર કહેવાય.
Lines of Latitude and Longitude
 • આકૃતિમાં બતાવ્યા મુજબ સ્થાન અ ૪૫નો ખૂણો વિષુવવૃત્તના સમતલ સાથે પાડે છે. આથી તેના અક્ષાંશ ૪૫ ઉ. અ. – એમ દર્શાવાય.
 • તે જ રીતે સ્થાન બ માટે ૬૦° દ. અ. લખાય. વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલું હોય તો તે મુજબ અક્ષાંશના આંકડાની સાથે દિશાસૂચક ઉ. કે દ. લખવામાં આવે છે.
 • વળી કોણીય કે ખૂણાનું માપ અંશ કે ડિગ્રી(º)માં દર્શાવાય છે.
 • વળી વધારે ચોકસાઈથી માપ બતાવવા માટે ક્લાક, મિનિટ ને સેકન્ડની જેમ અંશ-કળા વિકળાની પણ યોજના હોય છે. એ રીતે ૧(અંશ)ની ૬૦’ કળા અને ૬૦’ કળાની ૩૬૦૦” વિકળા થાય છે.
 • ૧º અક્ષાંશનું પૃથ્વીના પટ ઉપરનું સરેરાશ રેખીય અંતર ૧૧૧ કિમી. થાય છે.
 • અમદાવાદના અક્ષાંશ ૨૩° ૦૧’ ઉ. અ. છે એટલે તે વિષુવવૃત્તથી ૨૩° ૦૧ના ખૂણે ઉત્તર દિશામાં આવેલ છે.
 • ગુજરાત રાજ્ય ૨૦° ૦૧ ઉ. અ.થી ૨૪° ૦૭’ ઉ. અ.ની વચ્ચે આવેલું છે. ભારત દેશ ૦૮º ૦૪’ ઉ. અ.થી ૩૭° ૦૬’ ઉ. અ.ની વચ્ચે વિસ્તરેલો છે.

અક્ષાંશવૃત્ત એટલે શું ? :

 • પૃથ્વીના પટ ઉપર એકસરખા અક્ષાંશવાળાં સ્થાનો ઉપરથી પસાર થતા વર્તુળને અક્ષાંશવૃત્ત કહેવાય છે.
 • અક્ષાંશ વધતા જાય તેમ તેની ત્રિજ્યા ઘટતી જાય છે. ૯૦° અક્ષાંશે તો તે ધ્રુવબિંદુ સાથે એકરૂપ થઈ જાય છે.
 • વિષુવવૃત્ત તે સૌથી મોટું અક્ષાંશવૃત્ત છે.
 • પૃથ્વીના પ્રાકૃતિક વિભાગોની લાક્ષણિકતા વર્ણવવા માટે અક્ષાંશવૃત્તો ઘણાં ઉપયોગી છે.

ઉષ્ણકટિબંધ એટલે શું ?

 • વિષુવવૃત્તની ઉત્તરે તેમ જ દક્ષિણે ૨૩° ૩૦’ અક્ષાંશવૃત્તો અનુક્રમે કર્કવૃત્ત અને મકરવૃત્ત છે.
 • આ બે વચ્ચેના પૃથ્વીના વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવાય છે.
 • ઉત્તર તથા દક્ષિણ ૯૦° ૩૦’ અક્ષાંશવૃત્તોને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવાય છે.
Lines of Latitude and Longitude
Latitudes and Longitudes-અક્ષાંશ અને રેખાંશ

સમશીતોષ્ણ કટિબંધ

 • સમશીતોષ્ણ આબોહવાવાળો પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. 

શીત કટિબંધ

 • જ્યારે ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર ધ્રુવ વચ્ચે અને દક્ષિણ ધ્રુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનો વિસ્તાર ઠંડી આબોહવા ધરાવતો પ્રદેશ શીત કટિબંધ કહેવાય.

રેખાંશવૃત્ત કોને કહે છે ? : 

 • પૃથ્વીના ગોળા કે નકશા પર દોરેલી અર્ધવર્તુળાકાર કાલ્પનિક ઊભી રેખાને રેખાંશવૃત્ત કહે છે; જે પૃથ્વીના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની હોય છે.
 • વિષુવવૃત્તની જેમ પ્રિનિચ(લંડન)માંથી પસાર થતો રેખાંશવૃત્ત સર્વમાન્ય માનક રેખાંશવૃત્ત ગણાય છે.
 • તેનો રેખાંશ ૦ (શૂન્ય અંશ) છે. ત્યારબાદ ૧°ના ગાળા બાદ બીજાં રેખાંશવૃત્તો પૃથ્વીના ગોળા પર કે નકશા પર દોરવામાં આવ્યાં છે.
 • કોઈ પણ ભૌગોલિક સ્થળના રેખાંશ શોધવા તે સ્થળ જે રેખાંશવૃત્ત પર આવેલું હોય તે રેખાંશવૃત્ત માનક રેખાંશવૃત્ત જોડે કેટલો ખૂણો બનાવે છે તે જોવામાં આવે છે અને તે પ્રમાણે તે સ્થળના રેખાંશ નક્કી થાય છે.
 • વળી અક્ષાંશની જેમ દિશાસૂચક બનાવવા માટે તે સ્થળ માનક રેખાંશવૃત્તથી પૂર્વમાં છે કે પશ્ચિમમાં તે પ્રમાણે પૂ. કે ૫. લખાય છે.
 • રેખાંશનો ફલક પ્રિનિચથી પૂર્વ તરફ ૧૮૦°નો અને પશ્ચિમ તરફ ૧૮૦°નો છે. કુલ રેખાંશવૃત્ત ૩૬૦° થાય છે.
 • બધાં રેખાંશવૃત્તો વચ્ચેનો ગાળો એકસરખો હોવા છતાં તે વચ્ચેનું અંતર વિષુવવૃત્ત પર સૌથી વધારે ૧૧૧ કિમી. અને ત્યારબાદ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જતાં ઘટતું જાય છે અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર તો તે અંતર ઘટીને ૦ કિમી. થઈ જાય છે.
 • છેલ્લાં બસો વર્ષથી ગ્રિનિચ રેખાંશવૃત્તને સમગ્ર વિષે સર્વમાન્ય, અર્થાત્ ‘માનક રેખાંશવૃત્ત’ ગણ્યું છે.
 • પ્રાચીન કાળમાં ભારતમાં આર્યભટ્ટ, વરાહમિહિર જેવા ભારતીય આચાર્યો ઉજ્જૈન નગરીના રેખાંશવૃત્તને માનક રેખાંશવૃત્ત ગણતા હતા.
 • ૧૮૦°ના રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય તિથિરેખા તરીકે સર્વેએ માન્ય રાખ્યું છે.
 • અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તનું છેદબિંદુ જે તે સ્થળનું ભૌગોલિક સ્થાન નિશ્ચિત કરી આપે છે.
 • પૃથ્વીના નકશા કે ગોળા પરનું કોઈ પણ સ્થળ તેનાં અક્ષાંશ—રેખાંશનાં કોણીય અંતર જાણવાથી સહેલાઈથી મળી આવે છે.
Lines of Latitude and Longitude
lines of latitude

1 thought on “Lines Of Latitude and Longitude:અક્ષાંશ અને રેખાંશ what is latitude”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.