આજીનો મોટો અને તેનાથી થતું નુકસાન|What is Ajinomoto And Side Effects in Gujarati-2021 | Ajinomoto side effects

ajinomoto
Ajinomoto-આજીનો મોટો

(Ajinomoto and Its Side Effect in Gujarati)  Ajinomoto side effects આજીનોમોટો કે જેને આપણે રાસાયણિક નામ મોનો સોડિયમ ગ્લૂટામેટ ના નામથી પણ ઓળખાય છે. જેને ટૂંકમાં એમ.એસ.જી. પણ કહેવાય છે. અજીનોમોટો બનાવતી કંપની  મુખ્ય કાર્યાલય “ચોઑ” ટોકિયો જાપાનમાં સ્થિત છે.

2013 ના નાણાંકીય વર્ષમાં  આ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 12 અરબ  અમેરિકન ડોલર છે. આનો ઉપયોગ મુખ્યત્વે ચીનના ખાદ્યપદાર્થમાં ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પહેલાના સમયમાં આપણે આપના ઘરે જ જમવાનું બનાવતા હતા. પણ હવે જમાનો બદલાયો છે અને લોકો વેફર્સ, પિઝ્ઝા  અને મેગી જેવી મસાલેદાર વાનગીઓ ખાતા થઈ ગયા છે.

આ બધી ક ખાવાની વસ્તુઓમાં આજીનો મોટો વપરાય છે. આનો ઉપયોગ કેટલાક બંધ ડબ્બામાં આવતા ફાસ્ટ ફૂડ, સોયા સોસ, ટોમેટો સોસ જેવા ખાદ્ય પદાર્થોમાં સંગ્રહ માટે વપરાય છે.

આજીનોમોટો નો ઇતિહાસ (What is Ajino moto?and its history)  

આજીનો મોટો નો ઉપયોગ પહલી વખત 1909માં જાપાની જૈવ રસાયણશાસ્ત્રી કીકુનાએ ઈકેડા દ્વારા શોધવામાં આવ્યો હતો. તેમને આના સ્વાદને “મામી” ના રૂપમાં ઓળખ્યો હતો. જેનો અર્થ થાય છે “સુખદ સ્વાદ”. ઘણા જાપાની સૂપ માં આનો ઉપયોગ થાય છે.  આનો સ્વાદ થોડો મીઠા જેવો હોય છે. જોવામાં આજીનોમોટો નાનો ચમકતો ક્રિસ્ટલ હોય તેવું લાગે છે. આમાં પ્રાકૃતિક રૂપે એમીનો એસિડ હોય છે.

આજીનો મોટો નો ઉપયોગ : Uses Of Ajinomoto

આજીનોમોટો 1908 માં એક બ્રાન્ડ તરીકે વેપાર જગતમાં આવ્યો પણ,આજે દુનિયા ના હર કૂક રસોઈનો સ્વાદ વધારવા આનો ઉપયોગ કરે જ છે.

એમ.એસ.જી. નો ઉપયોગ સુરક્ષિત મનાય છે. પણ કેટલીક અફવાઓ પણ છે જે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સાબિત થઈ  નથી. આનો ઉપયોગ શાકભાજીના મસાલામાં પણ થાય છે.

આનો ઉપયોગ ખાસ કરીને ચાયનીઝ  વાનગીમાં વધુ થાય છે. જો કોઈ સાદું ભોજન અને ચાયનીઝ ખવાણે સ્વાદિષ્ટ બનાવવું હોય તો  આનો ઉપયોગ થાય છે.

ચાયનીઝ વાનગી જેવી કે નુડલ્સ, સૂપ વગેરેમાં આનો ઉપયોગ થાય છે.

આજીનો મોટો ના લાભ (Benefit  of  Ajinomoto)

કેટલાક ખાદ્યપદાર્થમાં કુદરતી રીતે જ ગલૂટામેટ આજીનો મોટો સમાવિષ્ટ હોય છે. જેમકે ટામેટુ, દરિયાની માછલી,પનીરઅને મશરૂમમાં આ મોટી માત્રામાં  હોય છે. જેથી આ વસ્તુઓની વાનગીમાં આજીનોમોટો અલગથી નાખવાની જરૂર રહેતી નથી. એટલે  જ જો કોઈ વ્યક્તિ સ્વસ્થ છે આને એના ખાવામાં કોઈ ઉણપ નથી તો આજીનોમોટો ખાવામાં કોઈ જ વાંધો નથી. Us  Food Administration એ આનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં સુરક્ષિત છે એમ જણાવ્યું છે.

આજીનોમોટોથી થતું નુકસાન 

એમ.એસ.જી. નો ઉપયોગ પહેલ-વહેલી વાર ચીનના રસોડામાં  થયો હતો  એની જગ્યાએ આપણા સૌના ઘરમાં એને જગ્યા બનાવી દીધી છે. આપના સમયને બચાવવા માટે આપણે 2 મિનિટમાં મેગી બનાવી ખાઈ લઈએ છીએ. લગભગ બધા જ ખાણી-પીણીમાં આનો વપરાશ હાલ વધી ગયો છે, પણ તેનાથી આપના શરીરને ખૂબ નુકસાન છે.

આ એક નશાની લાત જેવુ છે. જો એકવાર એનો ઉપયોગ કર્યો ટો બીજીવાર એના વગર ના ચાલે. એ રોજીંદી પ્રક્રિયા બની જાય છે. ખાવામાં ઉપયોગ કરવાની.

આના ઉપયોગથી શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા વધારે છે. એમ.એસ.જી ભળેલ પદાર્થોનો વપરાશ ખાવામાં કરવાથી લોહીમાં ગલોકોમેટ નું સ્ટાર વાહદી જાય છે. પરિણામે શરીર પર ગંભીર અસર થાય છે.   

એમ.એસ.જી ને એક ધીમો હત્યારો કહી શકાય. આ આંખની રેટિના ને નુકસાન પહોંચે છે. તેમજ થાઈરૉઈડ અને કેન્સર જેવા રોગો થાય છે.

આજીનોમોટો નો ઉપયોગ હાનીકારક છે, (Ajinomoto side effects) (Ajinomoto’s  Harmful Effects )

આજીનોમોટોનો ઉપયોગ જ્યાં સુરક્ષિત મનાય છે ત્યાં કેટલાક હાનિકારક પ્રભાવ પણ પડે છે. જેમકે,

  1. વાંજીયાપણું : ગર્ભવતી મહિલાઓએ આનું સેવન ન કરવું જોઈએ. કેમકે સ્ત્રી અને તેના બાળકના પૂરતો ખોરાક પહોંચવામાં અવરોધરૂપ બને છે. સાથે સાથે એ માથાના ન્યુરૉન્સ પર પણ ખરાબ અસર થાય છે.જે શરીરમાં સોડિયમની માત્રા વધારે છે જેને પરિણામે લોહીનું દબાણ વધવાનો ખતરો વધી શકે છે અને પગમાં સોજા  પણ આવે છે.
  2. માઈગ્રેન : અજીનોમોટો ધરાવતો ખોરાક નો નિયમિત લેવામાં આવતો હોય તો માઈગ્રેન થવાની શક્યતા વધે છે. આ બીમારીમાં અડધા માથાના ભાગમાં થોડો થોડો દુખાવો રહે છે.
  3. છાતીમાં દુખાવો : અજીનોમોટો ખાવાથી ક્યારેક અચાનક છાતીમાં દુખાવો, ધબકારા વધી જવા અને હૃદયમાં માંસપેશીમાં ખેંચાવાના પ્રશ્નો ઊભા થાય છે.
  4. શરીરના તંત્રો પર અસર : એસ.સેમ.જી.  શરીરના જુદા-જુદા તંત્રો પર પણ અસર કરે છે. જેના લીધે ગરદન અકડાઈ જવી કે ખેચાણ સાથે શરીરમાં ઝંણઝણાટી થાય છે. આના ઉપયોગથી અલ્ઝાઇમર,પાર્કિન્સન,મલ્ટીપલ સ્કેલેરોસીસ  જેવા લક્ષણ પેદા થાય છે. અજીનોમોટો એક ન્યૂરોત્રન્સિમત્ટર છે જે અનિદ્રા જેવા લક્ષણ પેદા કરે છે.
  5. વજન વધારનાર: એસ.એમ.જી વધુ પડતું ખોરાકમાં ખાવાથી વજન વધવાની શક્યતા વધે છે. આપણા શરીરમાં સામેલ લેપ્ટિન  હોર્મોન, જે આપણાં  ભોજન વધુ ન કરવાના સંકેતને મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું કામ કરે છે, અજીનોમોટો ખાવાથી એના પર અસર થાય છે. જેના લીધે વધુ ભોજન કરવાને લીધે વજન અને ઝાડાપણું આવે છે.    
  6. બાળકો માટે હાનિકારક: એસ.એસ.જી. એટલે કે આજીનોમોટો વાળો ખોરાક બાળકોન બિલકુલ ન આપવો જોઈએ. આજીનોમોટો યુક્ત ખોરાક દરેક વ્યક્તિ પર જુદી-જુદી અસર કરે છે. જો કોઈ વ્યક્તિને આવો ખોરાક ખાધા પછી કોઈ જ અસર નથી થતી તો એના માટે આ ખોરાક ખાવો સુરક્ષિત છે. એ વ્યક્તિ આનાથી બનેલ ખોરાક ખાઈ શકે છે.

આજીનોમોટો નિષ્કર્ષ (Conclusion about Ajinomoto)

કોઈપણ ખોરાકનો વધુ પડતો ઉપયોગ આપણને લાભ ને જગ્યાએ ચોક્કસ હાની પહોંચાડે છે. આજીનોમોટો નો ઉપયોગ પણ જરૂરીયાત પૂરતો જ કરવો જોઈએ. રોજ-રોજના ખોરાકમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ. કોઈ અસંવેદનશીલ વ્યક્તિ હોય જેને એ ખોરાક યોગ્ય નથી તેને તે નુકસાન પહોંચાડે છે. આથી આપે જો તે ખોરાક ખાવાથી ઉપરોક્ત કોઈ લક્ષણ દેખાય તો તેના યુક્ત ખોરાક ન ખાવો અને ડોકટરની સલાહ અચૂક લેવી જોઈએ.       

READ THIS ARTICLE 

અક્ષાંશ અને રેખાંશ વિષે વાંચો. 

SHARE THIS ARTICLE

2 thoughts on “આજીનો મોટો અને તેનાથી થતું નુકસાન|What is Ajinomoto And Side Effects in Gujarati-2021 | Ajinomoto side effects”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.