15 SOUND – ધ્વનિ:NCERT SCIENCE

Sound – ધ્વનિ (NCERT Science )

ધ્વનિ એટલે શું?

  • કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે.
  • પદાર્થની આગળ-પાછળ (back and forth) કે ઉપર-નીચે (up and down) થતી પુનરાવર્તિત ઝડપી ગતિને કંપન કહે છે.
  • સમતોલન સ્થાનની આસપાસ (to and fro) થતી પદાર્થની પુનરાવર્તિત ધીમી ગતિને દોલન કહે છે.
    મનુષ્યોમાં ધ્વનિ સ્વરપેટીમાંથી ઉત્પન્ન થાય છે. તેનું બીજું નામ કંઠસ્થાન (larynx) છે.
  • સ્વરપેટીની આજુબાજુ આવેલ તંતુઓ સ્વરતંતુઓ કહેવાય છે. આ સ્વરતંતુઓ સ્વરપેટીની આજુબાજુ એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી તેમના વડે એક સાંકડી તિરાડ (જેને સ્લિટ કહે છે), હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસાં, આ સ્લિટ મારફતે હવા ધકેલે છે, ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે.
  • ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે.બહારથી કાનમાં ધ્વનિ પ્રવેશે છે, પછી કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ એટલે કાનનો પડદો જે ચુસ્ત રીતે ખેંચાયેલ રબરના પાતળા પડદા જેવો હોય છે.
  • ધ્વનિ કાનના પડદા પર પડે છે જેના કારણે તે કંપન અનુભવે છે. કાનનો પદો કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે. ત્યાંથી ધ્વનિનાં તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે વિન મનુષ્યને સંભળાય છે. 
  • સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહે છે.

Sound -ધ્વનિ ના એકમો કયા છે? તેના પ્રકાર જણાવો. 

  • એકમ સમયમા (1 સેકન્ડમાં) થતાં કંપનીની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ (Hz) છે.
  • 1 કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. આવર્તકાળનો એકમ સેકન્ડ (s) છે.
  • કંપવિસ્તાર અને આવૃત્તિ બંને ધ્વનિની અગત્યની લાક્ષણિકતાઓ છે.
  • કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર ઉત્પન્ન થતા ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર જેટલો મોટો તેટલો ઉત્પન્ન થતો ધ્વનિ વધુ પ્રબળ.
  • કંપન કરતી વસ્તુની આવૃત્તિ અવાજનું તીણાપણું અથવા ધ્વનિની પિચ નક્કી કરે છે.
  • કંપન કરતી વસ્તુની આવૃત્તિ જેટલી વધુ તેટલો અવાજ તીણો અને ધ્વનિની પિચ વધારે.
  • ધ્વનિને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ.
  • 20 Hz(કંપન · સેકન્ડ)થી 20,000 IIz (કંપન / સેકન્ડ) જેટલી આવૃત્તિની મર્યાદા (રેન્જ) ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે.
  • 20 Hzથી ઓછી અને 20,000 Hz(20 kHz)થી વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી, તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે.

આપણી આસપાસ જોવા મળતા ઘોઘાટનાં ઉદગમ સ્થાનોની યાદી બનાવો. 

અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ધોંઘાટ ઉત્પન્ન કરતાં ઉદગમો આ મુજબ છે : 

  • ( 1 ) ખુબ મોટા અવાજથી ચાલતાં ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો
  • (2) વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતાં મશીનોનો મોટો અવાજ
  • (૩) ટાકડાના ફૂટવાનો અવાજ
  • (4) હાર્નનો, લાઉડસ્પીકરોનો અવાજ
  • (5) મોટાં શહેરના શાકમાર્કેટ, રેલવે સ્ટેશન અને એસ.ટી. સ્ટેશન

ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે?

સંગીત ઘોંઘાટ
1. તે કાનને સાંભળવું ગમે તેવું હોય છે.
1. તે કાનને સાંભળવું ગમતું નથી.
2. તેનાથી ધ્વનિ-પ્રદૂષણ થતું નથી.
2. તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે.
૩. તે સ્વાસ્થ્ય માટે સારું છે.
3.તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવે છે.
4. કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્દભવતો નથી.
4. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્ય ની જરૂર છે.

ઘોંઘાટ એ મનુષ્યને શું  નુકસાન કરે ?

  • ઘોંધાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.
  • સતત સખત  ધ્વનિના કારણે  વ્યક્તિઓને નીચે મુજબની તકલીફો થઈ શકે છે:
  1. ધોંધાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે.
  2.  ધોંધાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે.
  3.  ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તક્લીફ થાય છે.
  4. ઘોંઘાટના કારણે માણસને હાઈપર ટેન્શન(હાઈ બ્લડ પ્રેશર)ની તકલીક થાય છે.
    લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે.
SOUND - ધ્વનિ NCERT SCIENCE EAR - કાનની રચના

કાનની રચના :- 

  • કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે.
  • કાનમાં જ્યારે ધ્વનિ પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે.
  • કર્ણપટલ એટલે જ કાનનો પડદો જે ચુસ્ત રીતે ખેંચાયેલ રબરના પડદા જેવો હોય છે.
  • બહારથી ધ્વનિ જ્યારે કાનના પડદા પર પડે છે ત્યારે તે કંપિત થાય છે.
  • કાનનો પડદો આ કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિનાં તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળીએ છીએ .

SOUND -ધ્વનિ એકમ આધારિત 

સ્વર પેટીનું કાર્ય :-

  • મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે.
  • સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે.
  • બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ (જેને સ્લિટ કહે છે), હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે.
  • જ્યારે ફેફસાં તિરાડ દ્વારા હવા ધકેલે છે, ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે.
  • સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે.
  • જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે.

Sound - ધ્વનિ એકમ ના પારિભાષિક શબ્દોની સમજ

Sound – ધ્વનિ (NCERT Science )

(1) કંપવિસ્તાર (Amplitude) : સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહે છે.

(2) શ્રાવ્ય (Audible) : સંભળાય તેવું.

(૩) કાનનો પડદો(Eardrum) : બહારથી કાનમાં કર્ણનાળ મારફતે પ્રવેશતો ધ્વનિ, જેના પર પડે છે તે ચુસ્ત રીતે ખેંચાયેલો રબર જેવો પાતળો પડદો.

(4) હર્ટ્ઝ (Hertz) (Hz): આવૃત્તિનો SI એકમ.

(5) કંઠસ્થાન (Larynx) : શ્વાસનળીના ઉપલા છેડા પર આવેલ અવયવ, જે સ્વરપેટી પણ કહેવાય છે.

(6) અવાજની પ્રબળતા (Loudness) : પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, તેને અવાજની પ્રબળતા કહે છે.

(7) ઘોંઘાટ (Noise) : અસુખદ ધ્વનિ.

(8) દોલન (Oscillation) : સમતોલન સ્થાનની આસપાસ (to and fro )થતી પુનરાવર્તિત ધીમી ગતિ

(9) પિચ (Pitch) : ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા (Highness) અને ન્યુનતા (Lowness) રજૂ કરે છે, તેને પિચ કહેવામાં આવે છે.

(10) તીણાપણું (Shrillness): ધ્વનિની આવૃત્તિ દ્વારા નક્કી થાય છે.

(11) આવર્તકાળ (Time Period) : કંપિત વસ્તુને 1 કંપન પુર્ણ કરવા માટે લાગતો સમય (સેકન્ડમાં),

(12) કંપન (Vibration): પદાર્થની આગળ-પાછળ {back and forth) કે ઉપર નીચે (up and down) થતી ઝડપી ગતિ.

(13) સ્વરપેટી (Voice Box) જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિય.

(14) શ્વાસનળી (Wind Pipe) : પ્રાણીદેહની નળી જેના દ્વારા શ્વાસોચ્છવાસ થાય છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.