NCERT SCIENCE ધોરણ : 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ અને દ્વિતીયસત્ર
NCERT SCIENCE : આહારના ઘટકો :
NCERT SCIENCE 6
આહારના મુખ્ય પાંચ ઘટકો છે.
- કાર્બોદિત
- પ્રોટીન
- ચરબી
- વિટામીન અને ખનીજક્ષાર
- પાણી
1.કાર્બોદિત :
- પરીક્ષણ કાર્બોદિતનું કરવા માટે આયોડીનના ટીપાં ખાદ્ય પર નાખવાથી કાળો અથવા ભૂરો રંગ મળે તો તેની હાજરી છે.
- સ્ત્રોત : ધાન્ય, જેવાકે , ઘઉ , ચોખા , બાજરી , મકાઇ, કંદમૂળ જેવાકે બટાટા – શક્કરીયાં , ફળ જેવાકે ચીકુ, કેળાં , સફરજન .
- કાર્બોદિત ને ઉર્જા આપનાર ખોરાક કહે છે.
- કાર્બોદિતના બે સ્વરૂપ શર્કરા અને સ્ટાર્ચ છે.ચોખામાંથી સૌથી વધારે કાર્બોદિત મળે છે. NCERT SCIENCE
2.પ્રોટીન :
NCERT SCIENCE
- પ્રોટીનનું પરીક્ષણ કરવા માટેના કોપર સલ્ફેટ અને કોસ્ટીક સોડાના બે ત્રણ ટીપાં ખાદ્ય પદાર્થમાં ઉમેરતાં જાંબલી થાય.
- પ્રોટીન ને શરીર વર્ધક ખોરાક કહેવાય છે.
- પ્રોટીનનું મહત્વ શરીરની વૃદ્ધિ અને સમારકામ કરવાનું હોય છે.
- પ્રોટીનના સ્ત્રોત : કઠોળ -ચણા – મગ – તુવેર- અડદ – ચોળા- વાલ – સોયાબીન ,રાજમા :
- પ્રાણી પદાર્થ : દૂધ,માખણ ,ઈંડા, માંસ ,માંછલી.
3.ચરબી :
- ચરબીનું પરીક્ષણ કાગળ પર ઘસવાથી તેલના ડાઘ જોવા મળે તો ચરબી હાજર.
- સ્ત્રોત : તેલીબિયાં , મગફળી, તલ , સોયાબીન, સરસવ , કપાસીયા, એરંડા.
- પ્રાણી : માછલીનું તેલ ,ઈંડા ,માંસ , માછલી .
- કાર્બોદિત કરતાં બમણી શક્તિ એન ગરમી આપનાર ખોરાક છે.
4.વિટામીન અને ખનીજક્ષારો
ઘટકો | આહાર ઘટક | સ્ત્રોત | ત્રુટીજન્ય રોગો | મહત્વ |
---|---|---|---|---|
ખનીજક્ષારો | કેલ્શિયમ | કેળાં ,દૂધ , દહી, લીલા પાંદડાવાળા શાકભાજી | હાડકાંને લગતા રોગ | હાડકાં અને દાંતના બંધારણ માટે |
આયર્ન | લીલા પાંદડાવાળા શાકભાજી | એનિમિયા | ||
આયોડીન | મીઠું | ગોઇટર | ||
સલ્ફર | ડુંગળી | ચામડીને લગતા રોગ | ચામડીના સૌંદર્ય માટે | |
ફૉસ્ફરસ | લીલા પાંદડા વાળા શાકભાજી | હાડકાને લગતા રોગો માટે | હાડકાના ઘડતર માટે |
ઘટકો | આહાર ઘટક | સ્ત્રોત | ત્રુટીજન્ય રોગો | મહત્વ |
---|---|---|---|---|
વિટામીન | વિટામીન – A | ગાજર, દૂધ, માખણ,કોડલિવર ઓઇલ | રતાંધણાપણું | આંખ અને ત્વચા સ્વસ્થ રહે. |
વિટામીન – B | દૂધ,ઈંડા, મગફળી , વટાણા , સોયાબીન |
પેલાગ્રા , બેરીબેરી | ચેતાતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા માં વધારો. | |
વિટામીન – C | આમળા, લીંબુ, મોસંબી, નારંગી | સ્કર્વી | રોગો સામે રક્ષણ આપે | |
વિટામીન – D | સૂર્યના કિરણો દૂધ ,માખણ ,ઈંડા | સુકતાન | હાડકાંની વૃધ્ધિ | |
વિટામીન – E | દૂધ, , માખણ, લીલાં પાંદડા વાળા શાકભાજી | વંધ્યત્વ | ||
વિટામીન – K | દૂધ, ઈંડા, માખણ , માંસ, પાંદડા વાળા શાકભાજી | યકૃતના રોગ , રક્તસ્ત્રાવ બંધ ન થવો. | રક્તના સંવર્ધન માટે |
5. પાણી :
- શરીરમાં વાયુઓ, પોષક તત્ત્વો અને ઉત્સર્ગ તત્વોનું વહન કરે છે.
નીચે ઓનલાઈન ક્વિઝ આપો.
ખાલી જગ્યા પૂરો, વૈકલ્પિક પ્રશ્નો અને બીજા પણ આપનું જ્ઞાન ચકાશો.
2 thoughts on “1.NCERT Science Solution for Class 6 TO 8: આહારના ઘટકો”