માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર

માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર
માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર

Table of Contents

માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર

માહિતી ખાતા દ્વારા મળેલ માહિતી મુજબ પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આજની મળેલ મંત્રીમંડળની બેઠક અનુસંધાને રાહત પેકેજ ની જાહેરાત કરી છે.

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય. ચાલુ વર્ષે થયેલ મોસમી વરસાદથી થયેલ નુકસાન સંદર્ભે વિશેષ પેકેજ જાહેરાત. 

“અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યાર સુધીની સૌથી વધુ સહાય” : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

માર્ચ 2023 માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF (એસડીઆરએફ) ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ સહાય અપાશે.

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત વધારાની ₹9,500 ની સહાય સાથે કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

બહુ વર્ષાયુ બાગાયતી પાકો

બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18,000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ રૂપિયા ₹30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

પ્રવક્તા શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું.

રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે જિલ્લા વાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી.

કેટલા જિલ્લા અને કયા કયા જિલ્લામાંથી પાક નુકસાનીના અહેવાલ મળ્યા?

કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે રાજ્યના રાજકોટ,જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો.

સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત

જેમાં વહીવટી તંત્ર એ કરેલા આકલન તેમજ ખેડૂતો ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી, આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF (એસડીઆરએફ) ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

ચણા,ઘઉં,રાઈ,કેળ, પપૈયા વગેરે જેવા ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો સહાય :

મંત્રી શ્રી ઉમેર્યું હતું કે ચણા,ઘઉં,રાઈ,કેળ, પપૈયા વગેરે જેવા ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે SDRF (એસડીઆરએફ)ના ધોરણો મુજબ પ્રતિ સેક્ટર ₹13,500 ની સહાય ઉપરાંત રાજ્ય મંડળમાંથી અત્યાર સુધી સૌથી વધુ એવી વધારાની રૂપિયા ₹9,500 ની પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઇ કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આંબા, લીંબુ, જામફળ જેવા બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં સહાય 

જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRF (એસડીઆરએફ) ના ધારાધોરણ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹18,000 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી રૂપિયા 12600 પ્રતિ હેક્ટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 30,600 પછી હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

જમીન ધારકતાના કિસ્સામાં કેટલી સહાય

તેમણે ઉમેર્યું હતું કે જે કિસ્સામાં જમીનધારકના ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4000 કરતા ઓછી હશે તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂપિયા 4000 ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

સહાય મેળવવા કયા અધિકારીને ઉદ્દેશીને અરજી કરવાની ?અને કયા પુરાવા જોડાવા?

આ પેકેટનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીના નમૂનામાં ગામ નમુના નંબર 8/અ તલાટીનો વાવેતરનો દાખલો કે ગામ નમૂના નંબર 7/12 સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

SDRF ધોરણો મુજબ ખાસ કિસ્સામાં ટોપ સહાય

વર્ષ માર્ચ -2023
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત વધારાની ₹9,500 ની સહાય સાથે કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુ વર્ષાયુ બાગાયતી પાકો

બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18,000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ રૂપિયા ₹30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

કોને અરજી કરવાની?

તાલુકા વિકાસ અધિકારીશ્રી

કયા સાધનિક કાગળો સાથે અરજી કરવાની?

ગામ નમુના નંબર 8/અ તલાટીનો વાવેતરનો દાખલો કે ગામ નમૂના નંબર 7/12 સહિતના જરૂરી સાધનિક પુરાવા

માર્ચ 2023 માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF (એસડીઆરએફ) ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ સહાય અપાશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે રાજ્યના રાજકોટ,જૂનાગઢ,બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો.

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹13,500 ઉપરાંત વધારાની ₹9,500 ની સહાય સાથે કુલ ₹23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર ₹18,000 ઉપરાંત વધારાની ₹12,600 સહાય સાથે કુલ રૂપિયા ₹30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

 જે કિસ્સામાં જમીનધારકના ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4000 કરતા ઓછી હશે તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂપિયા 4000 ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

અરજી સાધનિક કાગળો સાથે ઓનલાઇન કરવાની રહેશે. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.