RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ

RAKSHA BANDHAN  RAKSHA BANDHAN QUOTES રક્ષાબંધન નિબંધ રક્ષાબંધન ક્વિઝ

આ પોસ્ટમાં RAKSHA BANDHAN અને  RAKSHA BANDHAN QUOTES રક્ષાબંધન નિબંધ અને રક્ષાબંધન ક્વિઝ મેળવશો . તમને તમારા જ્ઞાન  માટે ઉપયોગી નીવડશે. 

RAKSHA BANDHAN ESSAY IN GUJARATI રક્ષાબંધન નિબંધ

RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ
RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ

ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે. ભારતમાં જુદા-જુદા ધર્મો પાળતા લોકો વસે છે.દરેક ધર્મોના લોકોના વિશિષ્ટ તહેવાર ઉજવાય છે.આથીભારત તહેવારોનો દેશ કહેવાય છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.

હિંદુ મહિના શ્રાવણ અથવા અંગ્રેજી મહિના ના જુલાઇ કે ઓગસ્ટ મહિના ની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે, આ તહેવાર બહેન તેના ભાઇના માટેના પ્રેમની ઉજવણી કરે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, જેથી તેમને ખરાબ પ્રભાવથી રક્ષણ આપે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે. ભાઈઓ બદલામાં, બહેન ને એક ભેટ આપે છે જે વચન છે કે તેઓ તેમની બહેનોને કોઈપણ પ્રકાર ની મુશ્કેલીઓ થી બચાવશે. આ રાખડીઓમાં પવિત્ર લાગણીઓ અને શુભેચ્છાઓ સમયેલી હોય છે. આ તહેવાર મોટે ભાગે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.

રક્ષા એટલે સુરક્ષા આ રીતે, રાખી ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમના બંધનને મજબૂત કરે છે, અને ભાવનાત્મક બંધનને પુનર્જીવિત કરે છે. બ્રાહ્મણો આ દિવસે પોતાનો પવિત્ર દોરો (જનોઈ) બદલી નાખે છે, અને શાસ્ત્રોના અભ્યાસ માટે ફરી એક વખત પોતાને સમર્પિત કરે છે

રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. 

શા માટે ઉજવાય છે રક્ષાબંધન?

રક્ષાબંધનનો ઇતિહાસ હિન્દુ પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલો છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, મહાભારતમાં, મહાન ભારતીય મહાકાવ્ય, દ્રૌપદી, પાંડવોની પત્નીએ ભગવાન શ્રીકૃષ્ણના કાંડાને રક્તસ્રાવ અટકાવવા માટે તેમની સાડીનો ખૂણો ફાડી નાખ્યો હતો. આમ, તેમની વચ્ચે ભાઈ અને બહેનનું બંધન વિકસ્યું, અને શ્રી કૃષ્ણ ભગવાને તેણીનું રક્ષણ કરવાનું વચન આપ્યું.

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. 

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.

આમ, પુરાણો મુજબ રાખડી એટલે કે રક્ષા બાંધવી એ બંધાવનાર વ્યક્તિમાં સાહસ અને વીરતાનો ભાવ પેદા કરવા માટે છે. રક્ષા બાંધનાર એ વ્યક્તિ પર ભરોસો કરે છે કે અ મારી રક્ષા કરશે અને તેથી બંધાવનાર વ્યક્તિમાં સાહસની ભાવના આપોઆપ જ પેદા થઈ જાય છે.
મોગલ યુગ જ્યારે ચાલતો હતો ત્યારે મોગલ બાદશાહ હુમાયુએ રાણી કર્મવતીને બહેન બનાવી હતી. રાણી કર્મવતીએ હુમાયુને રાખડી બાંધી પોતાનું રક્ષણ કરવાની બાંહેધરી લીધી હતી.

રક્ષાબંધનનો તહેવાર ભારતમાં કેવી રીતે ઉજવાય છે?

રક્ષાબંધનનો તહેવાર એક ભવ્ય અને ઉત્સાહથી ભારત માં ઉજવવા માં આવે છે, જે મુખ્યત્વે હિન્દુ ભારતીય પરિવારોમાં ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેન નો તહેવાર માનવામાં આવે છે. જે ભાઈ અને બહેન ના પ્રેમને દર્શાવે છે. તેમની વચ્ચે લોહીથી સંબંધ હોવો જરૂરી નથી, બહેનો તેમના પિતરાઈ ભાઈઓ માટે પણ રાખડી બાંધે છે. તે દરેક વ્યક્તિગત સ્ત્રી અને એક વ્યક્તિગત પુરુષ વચ્ચે ઉજવવામાં આવી શકે છે.
બહેનો અને ભાઈઓ દર વર્ષે રક્ષાબંધનના આગમનની રાહ જુએ છે. આ તહેવાર દર વર્ષે એક ચોક્કસ દિવસે હોતો નથી. તેના બદલે, તે પરંપરાગત ભારતીય કેલેન્ડરને અનુસરે છે. આશરે, તે ક્યારેક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હોય છે. 

આ તહેવાર સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે અને આ કોઈ ચોક્કસ વય જૂથને લાગતો તહેવાર નથી. કોઈપણ વય જૂથના લોકો, પછી ભલે તે બાળક હોય કે પુખ્ત, આ તહેવાર ઉજવી શકે છે અને બહેન તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધન એટ્લે શું ?

રક્ષા બંધન એટલે પ્રેમ અને રક્ષણથી ભરપૂર બંધન. પ્રાદેશિક ભાષા માં ‘રક્ષા’ એટલે રક્ષણ અને ‘બંધન’ એટલે સંબંધ બાંધવો. આમ રક્ષાબંધન પ્રસંગે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરે છે. પરિણામે, ભાઈએ તેમની બહેનોને સમગ્ર જીવન તેને તમામ પ્રકારના જોખમોથી બચાવવાનું વચન આપે છે. આ તહેવાર ના મૂળમાં, તે એક ધાર્મિક વિધિ છે જે રક્ષણ, પ્રેમ અને ભાઈચારાના સ્તંભો પર આધારિત છે.

ભાઈઓ અને બહેનો જે બંધન પોતાની વચ્ચે વહેંચે છે તે અનન્ય છે. ભાઈ બહેન એક ક્ષણે લડતા હોઈ શકે છે, અને બીજી જ ક્ષણે, તેઓ સમાધાન અને તેમના ઝઘડાને સમાપ્ત કરે છે. હકીકત માં તે શુદ્ધ અને સાચા બંધનોમાંનું એક છે. ભાઈ બહેનો સંબંધ આપણા જીવનમાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભાઈ બહેન નો સંબંધ એવો છે કે ક્યારેક આપણી જાત કરતા આપણને વધુ સારી રીતે સમજે છે. તેઓ હંમેશા એક બીજાનો સાથ આપવા અને રક્ષા કરવા અને મુશ્કેલીના સમયમાં મદદ કરવા માટે બંધાયેલા છે.

રક્ષા બંધન એ બંધનને યાદ કરવા અને તેજસ્વી અને ચમકતા ભવિષ્ય માટે વચન આપવાનો એક નાનો રસ્તો છે.
ધાર્મિક વિધિની પરંપરાગત પદ્ધતિ સિવાય, તે ઉજવણી કરવા માટે એક આનંદપ્રદ ધાર્મિક વિધિ પણ છે. રક્ષાબંધન પ્રસંગે, સમગ્ર પરિવાર ભેગા થાય છે અને આ તહેવાર ની ઉજવણી કરે છે. દૂરના સંબંધીઓ અને નજીકના પરિવાર ભેગા થાય છે, તેઓ નવા કપડાં પહેરે છે અને પ્રેમથી આ તહેવાર ની ઉજવણી કરે છે. બહેનો મજબૂત બંધનના પ્રતીક તરીકે તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, જે ભારત માં ઘણી જગ્યાએ રાખી તરીકે ઓળખાય છે. બહેનોને બદલામાં પ્રેમ અને આદર આપવામાં આવે છે. ભાઈઓ સામાન્ય રીતે તેમને નાની ભેટો, જેમ કે ચોકલેટ અને અન્ય ખાદ્ય ચીજો આપતા હોય છે.
પ્રસંગની તૈયારીઓ એક અઠવાડિયા પહેલા શરૂ થાય છે, અને બહેનો તેમના ભાઈઓ માટે રાખડીઓ ખરીદવા બજારમાં ઉમટી પડે છે.

આમ રક્ષાબંધન એ ભારતીય સંસ્ક્રુતિ નો એક મહત્વપૂર્ણ તહેવાર છે અને ભારત ના બધા લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ
RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ

ઉપર આપેલ માહિતી  વાંચી – સમજી નીચેનો ટેસ્ટ આપવો. ટેસ્ટમાં જરૂરી માહિતી ભરી ટેસ્ટ આપો. ટેસ્ટ આપ્યા બાદ મેઈલ પર સર્ટિફિકેટ અને તમામ પ્રશ્નો ના તમે આપેલ જવાબો પણ તમને મેઈલ માં મળશે . ગમે તો  મિત્ર વર્તુળમાં પણ શેર કરશો.

ઓનલાઈન ટેસ્ટ 

0%
14 votes, 3.4 avg
174

RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ

RAKSHA BANDHAN

RAKSHA BANDHAN | RAKSHA BANDHAN QUOTES | રક્ષાબંધન નિબંધ | રક્ષાબંધન ક્વિઝ

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 10

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે?

2 / 10

રક્ષાબંધન કોનો પવિત્ર તહેવાર છે?

3 / 10

રક્ષાબંધન ના દિવસે કોણ જનોઈ બદલે છે?

4 / 10

ભારતમાં રક્ષાબંધન કયા ધર્મના લોકો ઉજવે છે?

5 / 10

રક્ષાબંધન ના દિવસે માછીમારો દરિયા માં શુ પધરાવે છે ?

6 / 10

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે.......?

7 / 10

પૌરાણિક કથા મુજબ દ્રોપદી એ કોને રાખડી બાંધી હતી ?

8 / 10

પૌરાણિક કથા મુજબ નીચે માંથી અભિમન્યુ ને કોને રાખડી બાંધી હતી ?

9 / 10

રક્ષાબંધનને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

10 / 10

રક્ષાબંધન ના દિવસે બહેન ભાઈની કલાઈ પર શું બાંધે છે?

Your score is

The average score is 81%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

RAKSHA BANDHAN QUOTES :

આ રક્ષા ની દોરી માત્ર દોરી નથી…
બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને હૃદય થી આપતો લાગણીઓ નો દસ્તાવેજ છે

આ રક્ષાબંધને બહેન પાસે રાખડી બંધાવી બહેન ની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈએ
ઘરે રહો અને સુરક્ષિત રહો

પ્રેમ અને વિશ્વાસના બંધનની ઉજવણી કરો
તમે ઇચ્છો તે આશીર્વાદ હંમેશા મેળવો
રક્ષાબંધનનો તહેવાર છે, જલ્દી આવો
તમારી પ્રિય બહેન પાસેથી રાખડી બઁધાવો. 

ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન,એટલે રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.
રક્ષાબંધન ની હાદિઁક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી.

બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો હોતો નથી,
ભલે તે દૂર હોય, પણ કોઈ દુ: ખ થતું નથી.
ઘણીવાર દૂરના સંબંધો ફીકા થઇ જાય છે
પરંતુ ભાઈ બહેન પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.

રક્ષાબંધન પાંચ અર્થપૂર્ણ શબ્દોનું સંયોજન છે.
ર: રક્ષા કરજે વીરા તારી બહેનને
ક્ષા: ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં: બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ: ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન: ન ભૂલતો વીરા તારી બહેનને

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.