શિક્ષક દિવસ પર નિબંધ, શાયરી, મહત્વ, ભાષણ, અણમોલ વચન(Teachers Day 2022 ) | TEACHERS DAY QUOTES | શિક્ષક દિવસ નિબંધ | શિક્ષક દિવસ ક્વિઝ

શિક્ષક દિવસ પર નિબંધ, શાયરી, મહત્વ, ભાષણ, અણમોલ વચન(Teachers Day 2022) | TEACHERS DAY QUOTES | શિક્ષક દિવસ નિબંધ | શિક્ષક દિવસ ક્વિઝ

આ પોસ્ટમાં TEACHERS DAYઅને  TEACHERS DAY QUOTES શિક્ષક દિવસ નિબંધ અને શિક્ષક દિવસ ક્વિઝ સાથે મેળવશો. તમને તમારા જ્ઞાન  માટે ઉપયોગી નીવડશે. 

teachers day શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર

શિક્ષક દિવસ 

શિક્ષક દિવસ પર નિબંધ, શાયરી, મહત્વ, ભાષણ, અણમોલ વચન(Teachers Day 2022 ) | TEACHERS DAY QUOTES | શિક્ષક દિવસ નિબંધ | શિક્ષક દિવસ ક્વિઝ

આ શિક્ષક દિને ખાસ તમારા મનગમતા શિક્ષકને શિક્ષક દિવસની શુભકામનઓ પાઠવો. અહી આપેલ ફોટા મુજબ આપના આદર્શ શિક્ષકનો ફોટો મૂકી WISH કરો.

શિક્ષક દિવસનો અર્થ શિક્ષકનો દિવસ. આ એ દિવસ છે, જ્યારે દરેક શિષ્ય (વિદ્યાર્થી) માટે પોતાનો  ગુરુ (શિક્ષક) પ્રત્યેનો  આદર વ્યક્ત કરવાનો દિવસ અને ખરેખર જે આદરનો હકદાર છે. આમ જોવા જાઈએ તો શિક્ષકને આદર સન્માન માટે નો દિવસ ના હોય એ તો કાયમી પૂજનીય અને વંદનીય છે. પણ એક વિશેષ દિવસ હોવાથી એનું અનેરૂ મહત્વ અને એ દિવસ વિશેષ સન્માન શિક્ષક પામે છે, અને વિદ્યાર્થીઓ પણ પોતાના ગુરુના  મહીમા વિષે જાણે છે.

કેમ ઉજવાય છે શિક્ષક દિવસ

આપણે જાણીએ છીએ એમ કોઈ પાકી ઇમારત એના મજબૂત પાયા પર ટકી હોય છે, તેમ શિક્ષક જ એ વ્યક્તિ છે જે વિદ્યાર્થીના પાયાને સુદૃઢ કરી એના ભવિષ્યમાં સફળતાની ઇમારત બનાવવામાં સહાય રૂપ બને છે અને એ વ્યક્તિને સફળ બનાવે છે. આમ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું અનેરૂ મહત્વ છે. એટલા માટે શિક્ષકનું સન્માન થવું ખૂબ આવશ્યક છે. જે વ્યક્તિ પોતાના શિક્ષકનું સન્માન નથી કરતો એ શિક્ષકના મહત્વથી અજાણ હોય છે અને ભવિષ્યમાં એ પછતાય છે.

શિક્ષક દિવસનું મહત્ત્વ :

ભારતમાં ગુરુ-શિષ્યની પરંપરા બહુ પુરાણી છે. એક વિદ્યાર્થીના જીવનમાં એના શિક્ષકનું મહત્વ એના ભવિષ્યના નિર્માતા તરીકે હોય છે. આ વાત પ્રાચીન સમયથી લોકો જાણે છે. આપણાં  દેશમાં પહેલા શિષ્યો આશ્રમ રહી અને શિક્ષણ મેળવતા હતા. એ સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરવા ખૂબ મહેનત કરવી પડતી હતી. મોટા મોટા રાજાઓના સંતાનો પણ મુશ્કેલી વેઠી આશ્રમમાં રહી શિક્ષણ મેળવતા હતા. તેઓ આશ્રમમાં રહી પોતાના ગુરુને સેવા કરીને શિક્ષણ મેળવતા હતા. ગુરુ શિક્ષણ આપ્યા બાદ પોતાના શિષ્યોની પાસેથી ગુરુ દક્ષિણા માંગીને જે ગમે તે લેતા હતા. અને શિષ્ય પણ વગર ખચકાટે ગુરુને ગુરુ દક્ષિણા આપવા કઈ  પણ કરી જતાં હતા. આપણાં દેશમાં એકલવ્ય અને આરૂણી  જેવા શિષ્યો વિષે આપણે જાણી એ છીએ કે જેમને પોતાના ગુરુનો  આદેશ માત્ર થી સર્વશ્વ ન્યોછાવર કરી દીધું હતું . અને પોતાનું નામ ઇતિહાસમા અમર કર્યું.

આજે શિક્ષકને તેના શિક્ષણ બદલ વિદ્યાર્થીઓ પાસેથી ગુરુ દક્ષિણા રૂપિયામાં મળે છે, પણ વિદ્યાર્થીઓના મનમાં શિક્ષકનું સન્માન પહેલાના સમય જેવુ નથી રહ્યું. આજના યુગમાં શિક્ષકનું મહત્ત્વ ને જાળવવા  શિક્ષક દિવસ જેવા દિવસનો નિર્ધાર બહુ જ આવશ્યક છે. જેથી બધા વિદ્યાર્થીઓને જુદાજદા કાર્યક્રમના માધ્યમથી એમનું મહત્વ સમજી શકે.

શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે.?

આમ તો શિક્ષક સન્માનનો કોઈ વિશેષ દિન નહીં સમગ્ર વર્ષ અને સમગ્ર જીવન દરમિયાન એમનું સન્માન આવશ્યક છે. પરંતુ કેટલાક દેશોમાં શિક્ષકોના સન્માણ માટે ના દિવસો જાહેર  કરવામાં આવેલા છે. ભારતમાં શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન  ના જન્મ દિવસે  5 સપ્ટેમ્બર ના દિવસે ઉજવવામાં આવે છે. બધી જ શૈક્ષણિક સંસ્થા શાળા,કોલેજ માં આ  દિવસ પૂર્ણ રૂપ થી શિક્ષકોને સમર્પિત હોય છે. યઅ દિવસે વિદ્યાર્થી પોતાના શિક્ષક માટે જુદી-જુદી રીતે સન્માન વ્યક્ત કરે છે. અલગ-અલગ દેશમાં શિક્ષક દિવસ જુદી -જુદી રીતે મનાવવામાં આવે છે. જેમકે અમેરિકામાં મી મહિનાનના પહેલા અઠવાડિયાના મંગળવારે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. થાઈલેન્ડમાં 16 જાન્યુઆરીએ શિક્ષક દિવસ મનાવવામાં છે . ઇરાનમાં 2જી મે એ શિક્ષક દિવસ મનાવામાં આવે છે. તો તુર્કીમાં 24 નવેમ્બરે , મલેશિયામાં 16 મે એ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. ચાઈનામાં 10 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કો માં  1994 ના પછી શિક્ષક દિવસ મનાવવા લાગ્યા અને એ દિવસ 5 ઓકટોબરે મનાવવામાં આવે છે.

શિક્ષક દિવસ કેમ મનાવાય છે ?

ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે, જે દિવસે ડૉ.સર્વપલ્લી  રાધાકૃષ્ણન નો જન્મદિવસ હોય છે. ડૉ.રાધાકૃષ્ણન ને શિક્ષણ પ્રતિ વિશેષ લગાવ હતો. એમનું માનવું હતું કે શિક્ષણ વગર વ્યક્તિ પોતાની મંજિલ મેળવી શકતો નથી. એ કહેતા હતી કે વ્યક્તિના જીવનમાં શિક્ષણનું બહુ જ મહત્વ છે, એક સારો શિક્ષક વિદ્યાર્થીના મગજમાં માત્ર તથ્યો ઘૂસવતો નથી પણ ભવિષ્યની મુશ્કેલીઓ સામે લડવા તૈયાર કરે છે. ડૉ.સર્વપલ્લી સાહેબે પોતે પણ પોતાના જીવનના મહત્વપૂર્ણ 40 વર્ષ શિક્ષણના ક્ષેત્રે આપ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓને  ભવિષ્ય માટે તૈયાર કર્યા છે. પછી તે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ બન્યા. ડૉ.રાધાકૃષ્ણનની શિક્ષણ પ્રત્યેના લગાવ ને જોઈને એમના જન્મ દિવસને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ  તેમના અને તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવેલ યોગદાન માટે દેશવાસીઓ માટે બહુ મોટુ સન્માન છે.

શિક્ષક દિવસ કેવી રીતે ઉજવાય છે ?

શિક્ષક દિવસ એટલે શિક્ષકોનો દિવસ. આ  દિવસે વિવિધ શાળા અને કોલેજોમાં શિક્ષકોના સન્માન માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.આ  દિવસે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને વિશિષ્ટ સન્માનના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે, વિદ્યાર્થી દ્વારા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવે છે. આમ તો શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એક શિસ્ત અને સન્માન માટે હોય છે, પરંતુ આ  દિવસે એ પોતાનું  અંતર ઓછું કરી  વિદ્યાર્થી પોતાના મનના પ્રત્યેક ભાવ પોતાના શિક્ષકના સન્માનમાં વ્યક્ત કરે છે અને પોતાન શિક્ષકને વિશેષ માને છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. વર્ષ 1966 માં આ  દિવસે એક આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં “Teaching in Freedom” સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યઅ સંધિ દ્વારા શિક્ષકોના અધિકાર અને એમની ફરજ, એમની શીખવા-શીખવવાના નિયમ સંબંધિત નિયમો પર વિચાર કરવામાં આવ્યો. 1977 માં ફરી એક સંમેલન આયોજીત થયું જેમાં ઉચ્ચ શિક્ષા સસાથે જોડાયેલ શિક્ષકો ની સ્થિતિ પર યુનેસ્કો એ વિચાર કર્યો. શિક્ષણને પ્રોત્સાહીત કરવા દર વર્ષે યુનેસ્કો દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે.  

गुरु गोविंद दोउ खड़े, काके लागूं पाँय ।

बलिहारी गुरु आपने, गोविंद दियो मिलाय ॥

 

 

पिता जन्म देता महज, कच्ची माटी होय|
गुरुजनों के शिल्प से, मिट्टी मूरत होय ||

 

गीली मिट्टी अनगढ़ी, हमको गुरुवर जान,
ज्ञान प्रकाशित कीजिए, आप समर्थ बलवान।

0%
34 votes, 3.8 avg
282

Teachers Day - શિક્ષક દિવસ

TEACHERS DAY

5 TH SEPTEMBER TEACHERS DAY

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 10

કોને કહ્યું હતું કે  “Teaching is not a profession, a way of life”?

2 / 10

નીચેમાંથી કોણ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા ?

3 / 10

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કયા વિષયમાં અનુસ્નાતક થયા હતા ? 

4 / 10

1931 માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને કઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સીલર  બન્યા ?

5 / 10

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ક્યારે રાષ્ટ્રપતિ બન્યા ?

6 / 10

નીચેમાંથી કયું વિધાન ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન માટે સાચું છે?

7 / 10

ભારતમાં શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

8 / 10

ભારતમાં શિક્ષક દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે?

 

9 / 10

યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?

10 / 10

શિક્ષક દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે?

Your score is

The average score is 56%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

શિક્ષક દિવસ પર શ્લોક :

गुरूर ब्रह्मा गुरूर विष्णु,

गुरु देवो महेश्वरा,

गुरु साक्षात परब्रह्म,

तस्मै श्री गुरुवे नमः

 

અર્થ : ગુરુ બ્રહ્મ છે, ગુરુ જ વિષ્ણુ છે, શિવ છે ગુરુ જ બધુ છે તેથી પહેલું નમન ગુરુ ને

FAQ

પ્રશ્ન 1 વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં  આવે છે?

જવાબ – વિશ્વ શિક્ષક દિવસ 5 ઓકટોબરે મનાવવામાં આવે છે, આ દુનિયાના 21 દેશો આ દિવસને ધુમધામથી ઉજવે છે.

પ્રશ્ન 2 અન્ય દેશોમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ – 28 ફેબ્રુઆરીએ દુનિયાના 11 દેશ શિક્ષક દિવસ ઉજવે છે.

પ્રશ્ન 3 ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવામાં આવે છે?

જવાબ – પ્રતિ વર્ષ 5 સપ્ટેમ્બર

પ્રશ્ન 4 ભારતમાં પહેલી વાર શિક્ષક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો ?

જવાબ ; 1962

પ્રશ્ન 5 ભારતમાં 5 સપ્ટેમ્બરે જ શિક્ષક દિવસ કેમ મનાવવામાં આવે છે?

જવાબ : 1962 માં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જે મહાન શિક્ષક હતા એમના સન્માનમાં એમના જન્મ દિવસે શિક્ષક દિવસ રૂપે ઉજવવાની  શરૂઆત ભારતમાં કરવામાં આવી.

 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.