Table of Contents
ToggleThe living organisms and their surroundings.
સજીવોમાં અનુકૂલન એટલે શું?
- ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો (ટેવ) કે લક્ષણોને અનુક્લન (Adaptation) કહે છે.
- વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતાં હોય, તેને તેનું નિવાસસ્થાન (Habitat) કહે છે.
નિવાસ્થાનના પ્રકાર કેટલા અને કયા ક્યા?
- નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે ઃ (1) ભૂ-નિવાસ (2) જલીય નિવાસસ્થાન
- ભૂ-નિવાસમાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે.
- જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, કળણ (દલદલ) વગેરેનો સમાવેશ થાય છે.
નિવાસસ્થાનના ઘટકોના પ્રકાર :જૈવિક અને અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય?
- જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે.
- અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે.
- અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યનાં છે.
The living organisms and their surroundings.
રણવાસી પ્રાણીઓ: અને વનસ્પતિના અનુકૂલન:
- ઊંટ, સાપ,ઉંદર જેવા રણવાસી પ્રાણીઓ અનુફૂલન સાઘી રણમાં રહી શકે છે.
- રણમાં ઊગતી થોર જેવી વનસ્પતિ ઓછાં અને નાનાં પર્ણો, પર્ણોનું કંટકમાં રૂપાંતર, ઊંડાં મૂળ વગેરે અનુકૂલનો મેળવી રણપ્રદેશમાં ટકી શકે છે.
પર્વતીય વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિના અનુકૂલન:
- પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી અને પાંદડાં સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફ ને સરળતાથી નીચે સરવા દે છે.
- પર્વતીય વિસ્તારમાં રહેતા હિમ ચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રુંવાટી હોવાથી ઠંડીથી તેનો બચાવ થાય છે.
- ઘાસના મેદાનના વિસ્તારોમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે દોડવાની ઝડપ મહત્ત્વની બને છે.
જલીય વનસ્પતિ અને પ્રાણીઓના અનુકૂલન:
- જલીય નિવાસસ્થાનોમાં વસતા પ્રાણીઓને પોતાની જાતને પાણીમાં રહી જીવન ટકાવી રાખવું મહત્ત્વનું છે.
- જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડાં જતાં નથી. પર્ણો મોટાં, પણ પર ચીકણો સાવ થાય, પોલો પર્ણદંડ વગેરે જેવા લક્ષણોથી અનુકૂલિત હોય છે.
- સજીવો શ્વસન કરે છે, ખોરાક લે છે, હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે,પ્રજનન કરે છે, પ્રતિચાર દર્શાવે છે, જેવા લક્ષણો ધરાવે છે.
ઉત્તેજના (Stimulus) :
આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે.
ઉત્સર્જન (Excretion] :
સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.
પ્રજનન (Reproduction) :
સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે.
- વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે, પરંતુ બીજ વિના પણ પ્રજનન થતું જોવા મળે છે.