1.What is Augmented Reality?ઑગમેન્ટેડ રિયાલિટી-AR Technology.

What is Augmented Reality?

ઑગમેન્ટનો ગુજરાતી અર્થ ‘ઉમેરવું’ તેવો થાય છે. ઑગમેન્ટેડ રિયાલિટી એ વર્ચ્યુઅલ રિયાલિટીનો એક પ્રકાર છે. ઑગમેન્ટેડ રિયાલિટીનો ખ્યાલ એવું દર્શાવે છે કે વાસ્તવિક જગતમાં એવું કશુંક ઉમેરવું કે જે આપણા અનુભવોને વધુ પ્રત્યક્ષ અને રસપ્રદ બનાવે.

તમારી વાર્તાની ચોપડીનાં પાત્રો વાસ્તવિક જેવાં બની તમારી સામે આવે તો તે ઑગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગથી શક્ય બને. વર્ચ્યુઅલ રિયાલિટી તમને વાસ્તવિક જગત જેવો અનુભવ કરાવે છે જયારે ઑગમેન્ટેડ રિયાલિટી તમારા વાસ્તવિક જગતમાં નવું ઉમેરી તેને વધુ રસપ્રદ બનાવે છે.

જેમ કે શાળાના અભ્યાસ દરમિયાન નકશા વાંચન કંટાળા જનક લાગતું હોય પરંતુ એ જ નકશાઓ જયારે બોલતા હોય અને આપણી સાથે આંતરક્રિયાઓ કરે ત્યારે નકશા વાંચન વધુ પ્રત્યક્ષ અને રસપ્રદ બને તે ઑગમેન્ટેડ રિયાલિટીના માધ્યમથી શકય બને છે. આ ઉપરાંત તમે જયારે મોબાઈલ, કયૂટર કે iPad નો ઉપયોગ કરતા હો ત્યારે તેમાં ચાલતી વાર્તા સાથે તેને ઉચિત બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવું તેમજ વાર્તાના પાત્રો ઑગમેન્ટેડ રિયાલિટી ટેકનિકની મદદથી પ્રત્યક્ષ તમારી સામે હોય તેવો આભાસ થવો એ જાણતા હશો, જે વસ્તુને જોતા વસ્તુઓ સાથે જોડાયેલી માહિતીઓને ચશ્માંના ગ્લાસ પર દર્શાવે છે. જેમ કે, તમે તાજમહેલ જોવા ગયા અને ત્યાંના એક સ્થાપત્યની સામે ગુગલ ચશ્માં પહેરીને જોતાં તેનો ઈતિહાસ અને તેને સંબંધિત માહિતી તમારા ચશમાં પર દેશ્યમાન થાય છે.

AUGMENTED REALITY
AUGMENTED REALITY

AR Augmented Reality ઑગમેન્ટેડ રિયાલિટીની વિકાસયાત્રા

ઑગમેન્ટેડ રિયાલિટીનો ખ્યાલ ધીરે ધીરે નવી ટેક્નોલૉજીના વિકાસ સાથે વિકસી રહ્યો છે. નવી નવી શોધોને કારણે જુદાં જુદાં પ્રકારના ઑગમેન્ટેડ રિયાલિટી આધારિત ઉપકરણોનો ઉપયોગ આપણે કરતા થયા છીએ.

1965

ઇવાન સથરલેન્ડ દ્વારા પ્રથમ હેડ માઉન્ટેડ ડિસ્લે સિસ્ટમ વિકસાવવામાં આવી કે જે વાયરફ્રેમ જેવા કમ્યુટર જનરેટેડ ગ્રાફિક્સ દર્શાવતું હતું.

1974

મીરીન ગર દ્વારા ‘વીડિયોપ્લેસ’ નામની આર્ટિફિશીયલ લેબની રચના કરવામાં આવી જેમાં પ્રોજેક્ટર અને વીડિયો કેમેરા આંતરક્રિયાઓમાં જોડાયેલ હોય.

1990

ટોમ કાઉડેલ દ્વારા બોઇંગ કોર્પોરેશનમાં ઑગમેન્ટેડ રિયાલિટી શબ્દનો ઉપયોગ પ્રથમવાર કરવામાં આવ્યો.

1992

લુઇસ રોઝનબર્ગ દ્વારા એરફોર્સ માટે વર્ચ્યુઅલ ફિક્સચરની રચના કરવામાં આવી કે જે વર્ચ્યુઅલી ગાઈડ કરવામાં ઉપયોગમાં લેવાતી એક ટેક્નોલૉજી હતી જે રીમોટ પ્રોગ્રામિંગ દ્વારા માનવ કાર્યદક્ષતામાં વધારો કરી શકતી હતી.

1994

જુલી માર્ટીન દ્વારા ‘ડાન્સિગ ઇન સાયબર સ્પેસ’ રિયાલિટી થિયેટરની રચના કરવામાં આવી. જેમાં નટ વર્ચ્યુઅલ ઓન્ટેક્ટ પર ડાન્સ કરતા હોય તેવું દર્શાવવમાં આવ્યું.

1998

‘ધ ફર્સ્ટ એન્ડ ટેન’ કયૂટર સિસ્ટમની રચના કે જેના દ્વારા રમતના ગ્રાઉન્ડ પર લાઈન્સ ન હોય છતાં પણ દર્શકોને વધુ સમજ પડે તે માટે તેની સ્ક્રીન પર આ લાઈનો પ્રદર્શિત થતી.

1999

સમુદ્રી સંશોધકો દ્વારા બેટલફિલ્ડ ઑગમેન્ટેડ રિયાલિટી સિસ્ટમ (Battlefield Augmented Reality System) નો પ્રારંભ થયો જેના દ્વારા 30 ગ્રાફિક્સનો ઉપયોગ કરી યુદ્ધની વ્યુહ રચનાઓ જાણી શકાય તેમજ બનાવી શકાય.

1999

હિરોક્યું કટો દ્વારા ‘AR Tool Kit’ નામની ઓપનસોર્સ સોફ્ટવેર લાયબ્રેરીની રચના થઇ કે જેના દ્વારા વીડિયો કેમેરા પર કયૂટરના ગ્રાફિક્સને ગોઠવી શકાય જેની મદદથી ઓગમેન્ટેડ રિયાલિટીના

2009

પ્રિન્ટ મીડિયામાં ‘Esquire’ મેગેઝીન દ્વારા સ્કેન કરી રોબર્ટ ડાઉની જુનિયરનું પાત્ર જીવંત બનવવામાં આવ્યું અને AR Tool Kit દ્વારા વેબબ્રાઉઝરમાં ઑગમેન્ટેડ રિયાલિટીની શરૂઆત થઇ.

2013

“Volkswagen’ 4-l all MARTA’ (Mobile Augmented Reality Technical Assistance) એપ્લીકેશનની મદદથી કાર રિપેરીંગ કરવા માટેનું વર્ચ્યુઅલ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું.

2014

ગુગલ દ્વારા ઑગમેન્ટેડ રિયાલિટી આધારિત ગુગલ ચશ્માંની શરૂઆત.

2016

માઈક્રોસોફટ દ્વારા હોલો લેન્સ ડેવલોપર કીટ અને મેટા -2 ડેવલોપર કીટ તૈયાર કરવામાં આવી.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.