અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધા બહાર કાઢે છે. તેને ખોટાપગ (Pseudopodia) કહે છે
Table of Contents
જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે.
અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. તેને ખોરાકનો આભાસ થાય છે, ત્યારે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે.
અન્નધાનીમાં પાચકરસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરેપાચિત ખોરાક શોષણ પામે છે.
શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે.
અમીબા-એકકોષીય સજીવ
amoeba
અમીબામાં ખોરાકગ્રહણ અને પાચન કઈ રીતે થાય છે?
અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે.
જ્યારે તેને ખોરાનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે.
તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે.
અન્નધાનીમાં પાચકરસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે.
આ રીતે તે ખોરાકનું પાચન કરે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે.