3 કણો- અભિસરણતંત્ર:What is Osmosis System of The Human body?

what is osmosis ?

અભિસરણતંત્ર એટલે શું ? What is Osmosis System in Human Body?

  • what is osmosis ? અભિસરણતંત્ર એટલે 
  • શરીરમાં રહેલું રક્ત અને પોષક દ્રવ્યોને વિવિધ અંગો તરફ લઈ જવા-લાવવાનું તંત્ર.

અભિસરણ તંત્ર શેનું બનેલું છે? 

  • આ તંત્ર હૃદય, રુધિર (રક્ત) અને રક્તવાહિનીઓનું બનેલું હોય છે.

અભિસરણતંત્રનું કાર્ય શું ?

  • આ રુધિરાભિસરણતંત્ર શરીરની સૌથી મોટી પરિવહન-વ્યવસ્થા છે. તે શરીરના તમામ ભાગોને જીવનપોષક પ્રાણવાયુ અને ખોરાક પહોંચતો કરે છે અને બિનજરૂરી કચરો દૂર કરે છે.
  • હૃદય એક પમ્પની કામગીરી બજાવે છે.
  • હૃદય ધમનીઓ દ્વારા લોહીને નાની રક્તવાહિનીઓ મારફત પેશીઓમાં મોકલે છે.
  • એ રીતે લોહી છેક આંગળીના ટેરવા સુધી પહોંચી જાય છે અને એ જ રીતે લોહી રક્તવાહિની મારફત મહાશિરા દ્વારા હૃદય તરફ પાછું ફરે છે.
  • ખોરાક અને પોષક તત્ત્વો ઉપરાંત રક્ત પ્રાણવાયુને પણ લઈ જાય છે. ઊર્જા મેળવવા માટે શરીરને પ્રાણવાયુની ખાસ જરૂર પડે છે.
  • શરીરમાં જરૂરી તત્ત્વોનાં પરિવહન ઉપરાંત લોહી શરીરને કોઈ પણ જાતના ચેપ, રોગના જીવાણુ વગેરેથી રક્ષણ આપીને તંદુરસ્ત રાખે છે
what is osmosis - અભિસરણતંત્ર
what is osmosis - અભિસરણતંત્ર

લોહી શાનું બનેલું છે? 

  • લોહી મુખ્યત્વે ચાર ભાગોનું બનેલું છે :
  • 1.રુધિર-રસ (blood plasma),
  • 2. શ્વેત કણો,
  • 3.લાલ કણો અને
  • 4.ત્રાક-કણો.

માનવ શરીરમાં લોહી કેવી રીતે ફરે છે? અથવા ભ્રમણ કરે છે? 

  • માનવશરીરના દરેક કોષને ટકી રહેવા માટે પ્રાણવાયુની જરૂર પડે છે.
  • આ પ્રાણવાયુ પૂરો પાડવાની કામગીરી હૃદય અને ફેફસાં બજાવે છે.
  • હૃદયમાં ચાર ખાનાં હોય છે : બે ઉપર અને બે નીચે. મહાશિરા હૃદયની જમણી બાજુના ખાનામાં અશુદ્ધ લોહી ઠાલવે છે.
  • ત્યાંથી તે ફુફુસ ધમની વાટે ફેફસાં તરફ ધકેલાય છે. ફેફસાંમાંથી પ્રાણવાયુ સાથેનું શુદ્ધ લોહી હૃદયના ડાબા ખાનામાં ફુફુસ શિરા વાટે આવે છે
  • અને ત્યાંથી તે મહાધમની અને જુદી જુદી રક્તવાહિનીઓ દ્વારા શરીરના જુદા જુદા ભાગોને પહોંચે છે.
  • શરીરના વિવિધ ભાગોમાં ધમનીની નાની રક્તવાહિનીઓ શિરાની નાની રક્તવાહિનીઓ સાથે જોડાય છે.
  • ત્યાં શરીરના કોષો વચ્ચે પોષક તત્ત્વો, પ્રાણવાયુ અને અપાનવાયુની આપ-લે થાય છે.
  • શુદ્ધ લોહી હૃદયમાં પાછું આવે છે અને ત્યાંથી ધમનીઓ મારફત તેનું પરિભ્રમણ થાય છે.
what is osmosis
HUMAN HEART

હ્રદયનો આકાર

  • માણસનું હ્રદય શંકુ આકારનું હોય છે.

કદ

  • મનુષ્યના હૃદયનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું છે.

સ્થાન :

  • હ્રદયનું સ્થાન બે ફેફસાં વચ્ચેની નાની જગ્યામાં અને સહેજ ડાબી બાજુ તરફ હોય છે.

હ્રદયના ખંડો :

  • કાર્બન ડાયૉકસાઇડ અને ઑકિસજન બંને રુધિર દ્વારા વહન પામતા હોવાથી હૃદય ચતુડી છે કે જે ઑકિસજનયુકત રુધિરને કાર્બન ડાયૉકસાઇડયુકત રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે.
    કર્ણક:
  • હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો (એકને કર્ણક) કહે
  • તે પૈકી એક ડાબુ કર્ણક અને બીજું જમણું કર્ણક હોય છે. કર્ણકોની દીવાલ પાતળી કુંડ છે.

ક્ષેપક


  • હ્રદયના નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે.
    એ પૈકી એક ડાબુ ક્ષેપક અને બીજુ જમણું ક્ષેપક હોય છે. ક્ષેપકોની દીવાલ જાડી હોય છે.

હ્રદયના ચારેય ખંડો પડદાઓ દ્વારા એકબીજાથી અલગ પડે છે, જેને પટલ કહે છે.

વાલ્વ

  • રુધિરના ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિર પ્રવાહ માટે દ્વિ-દલ વાલ્વ હોય છે. એ જ રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. આ વાલ્વ રધિરના પ્રવાહને સેપકોમાંથી કર્ણકોમાં પાછો કરતો અટકાવે છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.