આવા શબ્દો ક્યારે વ્યક્તિને શૂરાતન આપ છે તો ક્યારેક લાગણી પણ દૂભાય છે. ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતી બોલી બોલતા અને ભણતા લોકો માટે એ સહજ હોય છે, પણ હાલના સમયમાં જ્યારે અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આવા શબ્દો ક્યારેક જ સંભાળવા મળતા હોય છે. એમને માટે ગુજરાતી ભાષાના વધુમાં વધુ પુસ્તકો વંચાય એ ખૂબ જરૂરી છે અને સાથે-સાથે ઘરમાં પણ ગુજરાતી બોલાય એપણ એટલું જ જરૂરી છે.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
આપણાં વિદ્યાર્થીઓ અને બાળકોને ગુજરાતી ભાષા સારી રીતે સમજવી અને શીખવી ખૂબ જરૂરી છે. અહી આપણે કેટલાક ઉદાહરણ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીશું. જેના દ્વારા શબ્દ સમૂહ માટે એક શબ્દ સમજી શકાય અને વાક્યમાં ક્યાં એનો ઉપયોગ કરવો એ પણ ખ્યાલ આવી શકે.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
ઉદાહરણ :
- નવું તરતનું જન્મેલું – નવજાત
- દસ વર્ષનો સમૂહ – દાયકો
- ધાન્ય સાચવવા ભરવાની જગ્યા- કોઠાર
ઉપરોક્ત ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે કેવી કેવી પરિસ્થિતિમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ નો ઉપયોગ થાય છે. પહેલા ઉદાહરણમાં જોઈ શકાય છે કે વ્યક્તિના સંદર્ભમાં તેને શું કહેવાય ? તે માટે શબ્દ વપરાયા છે.
બીજા ઉદાહરણમાં જોયું કે સમયગાળાને દર્શાવવા માટે ચોક્કસ શબ્દ વપરાય છે.
ત્રીજા ઉદાહરણમાં જોયું કે ચોક્કસ સ્થળ દર્શાવવા માટે એક શબ્દ વપરાય છે.
આવા બીજા 100થી વધુ ઉદાહરણો આપણે જોઈશું અને એ શબ્દો સમજીને યાદ રાખીશું . જે તમને તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે. જેની PDF પણ ડાઉનલોડ કરી શકશો.