BANDHARAN: બંધારણ જનરલ નોલેજ
BANDHARAN: બંધારણ જનરલ નોલેજ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
- બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
- ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
- બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
- બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
- જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
- બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
- ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
- બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
- બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા
- જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો..
બંધારણની અંદર ભાગ-૩માં અનુચ્છેદ ૧૨-૩૫ ની વચ્ચે મૂળભૂત હક્કો દર્શાવેલા છે.
- સમાનતાનો હક્ક : અનુચ્છેદ ૧૪ થી ૧૮
- સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૧૯ થી ૨૨
- શોષણ વિરુદ્ધ હક્ક : અનુચ્છેદ ૨૩ થી ૨૪
- ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૨૫ થી ૨૮
- સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક હક્ક : અનુચ્છેદ ૨૯ થી ૩૦
- બંધારણીય ઈલાજનો હક્ક : અનુચ્છેદ ૩૨
અધિકારો વિષે :
1. સમાનતાનો અધિકાર ( અનુંસેદ ૧૪ થી ૧૮ ) : –
અનુ . ૧૪ કાયદાની દ્રષ્ટીએ બધા નાગરિકો સમાન છે .
અનુ . ૧૫ . ધર્મ , જાતી , લિંગ અને રંગને આધારે કોઈની સાથે જાહેર સ્થળે પક્ષપાત અને ભેદભાવ કરવામાં નહિ આવે .
અનુ . ૧૬ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે તકની સમાનતા
અનુ . ૧૭ અસ્પૃસ્યતા નાબુદી
અનુ . ૧૮ દરજ્જાની સમાનતા જો કે વહીવટી , શૈક્ષણિક અને લશ્કરી પદવી અપવાદરૂપ છે . વિદેશી સન્માન કે પુરસ્કાર મળે તો રાષ્ટ્રપતિની મંજુરી જરૂરી છે
૨. સ્વતંત્રતાનો અધિકાર ( અનુંસેદ ૧૯ થી ૨૨ ) :-
અનુછેદ . ૧૯
(1) વાણી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
(૨ ) જાહેર સ્થળે એકઠા થવાની સ્વતંત્રતા ( શાંતિ પૂર્વક અને હથીયાર વિના
(૩) સંગઠન રચવાની સ્વતંત્રતા
(૪) દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતા
(૫) સમગ્ર દેશમાં વસવાટની સ્વતંત્રતા
(૬ ) કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા
અનુ . ૨૦ આરોપીને મળતી સ્વતંત્રતા
(1) કોઈ પણ વ્યક્તિને કાયદાની પ્રક્રિયા વિના અપરાધી ન જાહેર કરી શકાય .
(૨ ) આરોપીને બચાવની તક મળવી જોઈએ .
(૩) એક જ ગુનાની એકજ સજા હોય .
(૪ ) આરોપીને જ કબુલાત દ્વારા સાક્ષી ન ગણી શકાય .
અનું . ૨1 જીવન જીવવાની સ્વતંત્રતા
પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન મુક્ત રીતે જીવવા માટે સ્વતંત્ર છે .
અનુ . ૨1 (અ ) મૂળભૂત પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે મેળવવાનો અધિકાર . ૬ થી ૧૪ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ વિનામુલ્યે પૂરું પડાવવામાં આવે.
અનુ . ૨૨ ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર
- કોઈપણ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ ન્ કરી શકાય .
- ૨૪ કલાકમાં નજીકની અદાલતમાં રજુ કરવા પડે
- જો કે દુશ્મન દેશના નાગરિક તથા પ્રતિબંધક કાયદા હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને આ જોગવાઈનો લાભ ન્ મળે ; પરંતુ જો તમને ૯૦ દિવસથી વધુ અટકાયત હેઠળ રાખવા હોય તો સલાહકાર બોર્ડની મંજૂરી જરૂરી છે
૩. શોષણ વિરુદ્ધ અધિકાર (૨૩ થી ૨૪ )
અનુ. ૨૩ કોઈ પણ વ્યક્તિ પાસે તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન્ કરાવી શકાય , એટલે કે માનવ વેપાર અને ગુલામપ્રથા વિરોધી જોગવાઈ
અનુ . ૨૪ બાળમજુરી વિરોધી જોગવાઈ
૧૪ વર્ષથી નીચેની વયના બાળકો પાસે કોઈપણ પ્રકારનું મજુરી કામ ન્ કરાવી શકાય .
૪. ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર ( અનુ .૨૫ થી ૨૮ ) : –
અનુ .૨૫ શ્રદ્ધા અનુસાર ઉપાસનાની સ્વતંત્રતા
અનુ . ૨૬ ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા
અનુ . ૨૭ ધાર્મિક સંગઠનને ફાળો મેળવવાની સ્વતંત્રતા , ફાળો આપવાની વ્યક્તિને સ્વતંત્રતા હોય
અનુ .૨૮ ધાર્મિક શિક્ષણની સ્વતંત્રતા , પરંતુ ધાર્મિક શિક્ષણ માટે ફરજ ન પાડી શકાય અને સરકારી ગ્રાન્ટ મેળવતી સંસ્થા ધાર્મિક શિક્ષણ ન આપી શકે .
૫. સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર ( લઘુમતી અધિકાર ) (અનુ . ૨૯ થી ૩૦ )
અનુ . ૨૯ આ અધિકાર નીચે પ્રત્યેક નાગરિક પોતાની ભાષા , લિપિ અને સંસ્કૃતિ ને અપનાવી શકે છે
અનુ . ૩૦ તેના રક્ષણ માટે શિક્ષણ સંસ્થા સ્થાપી શકે છે .
૬ . બંધારણીય ઈલાજનો અધિકાર ( અનું.-૩૨ ) : –
આ અધિકાર નીચે નાગરિક પોતાના મૂળભૂત અધિકારોની સુરક્ષા કરી શકે છે . મૂળભૂત અધિકારોથી જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે . આ અધિકારોની જાળવણી માટે રીટ દાખલ થઇ શકે . જે પાંચ પ્રકારની છે
(૧) મેન્ડેમસ – પરમ આદેશ
(૨) હેબીયસ કોર્પસ – બંદી પ્રત્યક્ષીકરણ
(૩) કવો – વોરંટો – અધિકાર અંગે પૂછપરછ
(૪) પ્રોહિબિશન – પ્રતિબંધ
(૫) સર્ષિઓરરી – નીચલી અદાલતના આદેશ પર પ્રતિબંધ
મૂળભૂત અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે. મૂળભૂત અધિકારો પહેલા સાત હતા . જે પૈકી મિલકતનો અધિકાર ૪૪ માં બંધારણીય સુધારા (૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો છે . અને તેથી આ અધિકાર કેવળ કાનૂની અધિકાર તરીકે ચાલુ રહે છે .
2 thoughts on “2. Bandharan | બંધારણ જનરલ નોલેજ | હક્કો -ફરજો -અધિકારો અને સુધારા વિષે ઓનલાઈન વાંચો| BANDHARAN QUIZ”