યાદ રાખો
Table of Contents
ToggleBlood Relation Reasoning કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાજમાં પ્રચલિત લોહી સંબંધથી જાણકારી પ્રાપ્ત થાય તે હેતુને ધ્યાનમાં રાખી લોહી સંબંધને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રકારના પ્રશ્નો સીધી રીતે ન પૂછતાં થોડા જટિલ રીતે સગપણ રજૂ કરીને જરૂરી એક વ્યકતીનો બીજી વ્યક્તિ સાથે શો સંબંધ હોય શકે તે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ પ્રકારના પ્રશ્નોનો ઝડપી અને સાચો જવાબ મેળવવા માટે આપેલ માહિતીને શાંતિથી વાંચીને જરૂરી પૃથકકરણ કરવું અત્યંત જરૂરી બને છે. જો જરૂર લાગે તો આપેલ માહિતીનો વંશવેલો દર્શાવતી આકૃતિ દોરી જરૂરી સંબંધ દર્શાવીને જવાબ મેળવી શકાય.
Blood Relation Reasoning
માતા-પિતાનો પુત્ર : ભાઈ
માતા-પિતાની પુત્રી : બહેન
પિતાની બહેન : ફોઈ
પિતાની બહેનના પતિ : ફુઆ
માતાની બહેન : માસી
માતાની બહેનનો પતિ : માસા
માતાનો ભાઈ : મામા (નાના-નાનીજીનો પુત્ર – મામા)
માતાની ભાભી : મામી(નાનાજી-નાનીજીની વહુ)
પિતાના પિતા દાદા
પિતાની માનો કે દાદી
માતાના પિતા ; નાનાજી
માતાની માતા ; નાનીજી
પુત્રની પત્ની : પુત્રવધૂ
પુત્ર/પુત્રવધૂનો પુત્ર : પૌત્ર
Blood Relation Reasoning
15. પુત્ર પુત્રવધૂની પુત્રી : પૌત્રી
16. પુત્રીનો પતિ ; જમાઈ
17. ભાઈનો પુત્ર : ભત્રીજો
18.ભાઈની પુત્રી : ભત્રીજી
19. મોટાભાઈની પત્ની : ભાભી
20. બહેનના પતિ : બનેવી અથવા જીજાજી
21.પતિની બહેન : નણંદ
22.પતિની બહેનના પતિ : નણદોઈ
23.પત્નીની બહેન : સાળી
24.પત્નીનો ભાઈ : સાળો
25. પિતાના ભાઈની પત્ની કે કાકી
26. પિતાના ભાઈ (દાદા-દાદીનો પુત્ર) : કાકા
27. દાદાજી-દાદીમાની એક માત્ર વહું – મા
28. પુત્રવધૂનો પતિ : પુત્ર
Blood Relation Reasoning
Blood Relation Reasoning: ઉદાહરણ
ઉદાહરણ: 1
મારી સાસુ અને તમારી સાસુ મા-દીકરી થાય તો, મારી અને તમારી વચ્ચે શું સંબંધ હોય ?
a) નણંદ-સાસુ
b) પુત્રવધૂ -સસરા
c) જમાઈ-નણંદ
d) સાસુ-નણદોઈ
જવાબ : પુત્રવધૂ-સસરા
ઉદાહરણ: 2
A એ C ના પિતા છે. D એ Bનો પુત્ર છે. E એ A નો ભાઈ છે. જો C ની બહેન હોય, તો B એ E ની ___ થાય.
a) ભાભી
b) ફોઇ
c) કાકી
d) મામી
જવાબ : ભાભી
- BLOOD RELATION REASONINGની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
- દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
- આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
- તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.
- બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.
0%
22 votes, 3.5 avg
919
Good quize done by you sirji
Good work
Keep it up.
THANK YOU