4.What Is The Formula For The Calendar Reasoning? : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી

Table of Contents

Calendar Reasoning : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી 

આજના યુગમાં માણસ ભાગ્યે જ ‘કેલેન્ડર’ શબ્દથી અપરિચિત હોય. સામાન્ય રીતે કેલેન્ડર (જેને સાદી ભાષામાં તારીખિયું કહે છે.) કોઈપણ વર્ષમાં માસ, સપ્તાહનો વાર તથા જે-તે વારના રોજ આવતી તિથિ તેમજ તારીખ જાણવા માટે અગત્યનું છે.

સામાન્ય રીત કોઈ દિવસ, તારીખ તથા વર્ષનો ઉલ્લેખ કરીને ભવિષ્યમાં અથવા ભૂતકાળમાં કોઈ દિવસે, કયો વાર તેમજ કઈ તારીખ હશે તેનો અભ્યાસ અને જાણકારી માટે નીચેની બાબતો યાદ રાખીશું. What is the formula for the Calendar?

CALENDAR REASONING :DAYS AND DATES CALCULATIONS
CALENDAR REASONING :DAYS AND DATES CALCULATIONS
યાદ રાખો

What is the formula for the Calendar Reasoning? કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી

⇒ સામાન્ય રીતે એક વર્ષમાં  દિવસ હોય છે. અર્થાત  52 પૂર્ણ અઠવાડિયાં +1 દિવસ વધારાનો હોય છે. 

⇒ જે  વર્ષના અંકો દર્શાવતી સ્ંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી ન શકાય તેને સામાન્ય વર્ષ અથવા સાધારણ વર્ષ કહેવાય.

⇒ કોઈપણ સામાન્ય વર્ષમાં વર્ષની શરૂઆતની અર્થાત 1 જાન્યુઆરીના રોજ દિવસનો વાર અને વર્ષનો છેલ્લો દિવસ અર્થાત 31 ડિસેમ્બરના રોજ વાર સમાન હોય.

⇒ દા.ત. 1 જાન્યુઆરી, 2020 ના રોજ બુધવાર હોય તો 31 ડિસેમ્બર, 2020 ના રોજ બુધવાર જ હોય.

⇒ જે વર્ષની સ્ંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય તેને લીપ (LEAP) વર્ષ કહેવાય. 

લીપ  વર્ષમાં 366 દિવસ અર્થાત 52 પૂર્ણ અઠવાડીયાં અને +2 દિવસ વધારાના હોય છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય છે.

Calendar Reasoning : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી

⇒ લીપ વર્ષમાં વર્ષના પ્રથમ દિવસનો વાર અને વર્ષ અંતિમ દિવસે આવતો વાર વર્ષના પ્રથમ દિવસ પછીના દિવસનો હોય.

⇒ અર્થાત 2018 ના વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ મંગળવાર  હોય, તો આજ વર્ષમાં 31 ડિસેમ્બર ના રોજ બુધવાર આવશે.

⇒ આમ, લીપ વર્ષમાં પ્રથમ  દિવસની તુલનામાં અંતિમ દિવસ એક વધુ હોય.

⇒ સાધારણ વર્ષમાં 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ મંગળવાર હોય તો 1 માર્ચ 2021 ના રોજ મંગળવાર જ હોય. 

⇒ અર્થાત સાધારણ વર્ષમાં  અને  માર્ચ  માસની   તારીખ તથા  હંમેશા  સમાન હોય.

Calendar Reasoning : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી

⇒કોઈપણ વર્ષમાં જાન્યુઆરી, માર્ચ, જુલાઇ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર માસના 31 દિવસો હોય. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર  તથા નવેમ્બર માસના 30 દિવસો હોય.

⇒ માત્ર ફેબ્રુઆરી માસમાં 28 કે 29 દિવસો હોય છે.

⇒ જે બે તારીખ વચ્ચે 7, 14, 21 કે 28 ના હ=ગુણાંક આવતા હોય, તો તે તારીખે સમાન વાર આવે.

ઉદાહરણ : જો કોઈ માસની 2 તારીખે રવિવાર હોય, તો તે જ માસની 31 તારીખે કયો વાર હોય ?

સમજૂતી : અહી, 2 તારીખના આરોજ રવિવાર છે. તેથી  2+ 7 = 9 તારીખે રવિવાર હોય. 9 + 7 = 16 તારીખે રવિવાર હોય. 16 + 7 = 23 તારીખે રવિવાર હોય. 23 + 7 = 30ના  રોજ રવિવાર  હોય. તેથી 31 તારીખના રોજ સોમવાર  .

માસ દિવસો
જાન્યુઆરી
31 દિવસો
ફેબ્રુઆરી
28 કે 29 દિવસો
માર્ચ
31 દિવસો
એપ્રિલ
30 દિવસો
મે
31 દિવસો
જૂન
30 દિવસો
જુલાઇ
31 દિવસો
ઓગસ્ટ
31 દિવસો
સપ્ટેમ્બર
30 દિવસો
ઓક્ટોબર
31 દિવસો
નવેમ્બર
30 દિવસો
ડિસેમ્બર
31 દિવસો

Calendar Reasoning : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી

નોંધ : 

⇒ જો કોઈ માસની કોઈ તારીખના રોજ સોમવાર હોય તો તે જ માસમાં જે તે તારીખમાંથી 7, 14, 21, 28 બાદ કરતાં મળતી તારીખે સોમવાર જ હોય.

ઉદાહરણ : જો કોઈ માસની 30 તારીખનાં રોજ રવિવાર હોય, તો તે  જ માસની 1 તારીખે કયો વાર હશે ?

અહી 30 તારીખ ના રોજ રવોવાર છે. તેથી 30 – 7 = 23 તારીખનાં રોજ રવિવાર હોય .23 – 7 = 16 તારીખે રવિવાર હોય. 16 -7 = 9 તારીખે રવિવાર હોય .  9- 7 = 2 તારીખે રવિવાર હોય.તેથી 1 તારીખે શનિવાર હશે. 

 

  • CALENDAR REASONING ની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  •  ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.

  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.

  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ ટેસ્ટ આપો અને પરીક્ષાની તૈયારી કરો.

  • બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.

0%
11 votes, 4.2 avg
292

NMMS : માનસિક યોગ્યતા કસોટી -4. કેલેન્ડર : વાર અને દિવસની ગણતરી

NMMS : MAT : CALENDAR : DAYS AND DATE CALCULATION

NMMS  MAT: CALENDAR: DAYS AND DATE CALCULATION FOR ALL

1 / 18

કોઈ લીપ વર્ષનો પ્રથમ દિવસ રવિવાર હોય તો તેમાં સૂમવાર કેટલા હોય ?

2 / 18

જો કોઈ માસની 7 તારીખના રોજ શુક્રવાર છે. તો તે જ માસની 27 તારીખના રોજ _______ નો દિવસ હોય.

3 / 18

પરમ દિવસે શનિવાર છે તો આવતીકાલના ત્રણ દિવસ પહેલા _____ વાર હોય.

4 / 18

જો કોઈ મહિનાની 23 મી તારીખના પછીના દિવસે શનિવાર હોય તો 1 તારીખના રોજ ____________ નો વાર હોય .

5 / 18

1 ઓક્ટોબર , 2018 ના રોજ સોમવાર હોય તો 1 ઓક્ટોબર 2019 ના રોજ ___________ હોય.

6 / 18

આવતીકાલ પછીનો દિવસ બુધવાર હોય, તો ગઇકાલે કયો વાર હોય ?

7 / 18

કોઈ વર્ષના 7 સપ્ટેમ્બરના રઓજ રવિવાર છે , તો તે જ વર્ષના આગળના મહિને 7 તારીખના રોજ ____ હોય .

8 / 18

આજથી ત્રણ દિવસ પછી મંગળવાર હોય તો ગઇકાલથી ચાર દિવસ પહેલા ____ હોય.

9 / 18

1 લી જાન્યુઆરી 2018 ના રોજ બુધવાર છે તો 31 ડિસેમ્બર ના રોજ __________ વાર હશે.

10 / 18

A, B, C અને D એ ક્રમ અનુસાર આવતાં અંગ્રેજી મહિનાઓ દર્શાવતા સંકેતો છે. A તથા D 30 દિવસ દર્શાવતા મહિના હોય, તો A મહિનો ______________ હોય.

11 / 18

કોઈ મહિનાની 15 તારીખના રોજ બુધવાર હોય, તો તે જ મહિનાની 12 તારીખના રોજ ______ હોય.

12 / 18

નીચેના પૈકી ______ માસ અન્યથી અલગ પડે છે.

13 / 18

આજે સોમવાર છે. તો આજથી 64 માં દિવસે ______ નો દિવસ હોય.

14 / 18

નીચેના પૈકી ____ વર્ષ લીપ વર્ષ છે .

15 / 18

આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઇકાલ કયો વાર હતો ?

16 / 18

62 પૂર્ણ સપ્તાહ અને ત્યારબાદ 4 દિવસ મળી કુલ ______ દિવસ થાય.

17 / 18

જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના આરોજ કયો વાર હોય ?

18 / 18

15 ઓગસ્ટ 2020 ના રોજ શનિવાર છે તો સરદાર પટેલ જયંતિ _____ ના રોજ હોય.

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

સમજૂતી અને ક્વિઝ

સંખ્યા શ્રેણી અને વિશિષ્ટ ક્વિઝ : 1

સમજૂતી અને ક્વિઝ

સંખ્યા શ્રેણી અને વિશિષ્ટ ક્વિઝ : 2

સમજૂતી અને ક્વિઝ

લોહી સંબંધ કસોટી : Blood Relation

સમજૂતી અને ક્વિઝ

વર્ગીકરણ વિષે : શું અલગ પડે છે ?

1 thought on “4.What Is The Formula For The Calendar Reasoning? : કેલેન્ડર આધારિત પ્રશ્નો ની સમજૂતી”

  1. ખૂબ જ સુંદર કન્ટેન્ટ છે.. અભિનંદન..
    સમજૂતી સાથે ની ક્વિઝ છે. બહુ જ મસ્ત રોજ અપડેટ આપશો.

    Reply

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.