4 Main Components Of The Environment-પર્યાવરણના ઘટકો:

Components Of The Environment
Components Of The Environment-પર્યાવરણના ઘટકો

Components of The Environment :પર્યાવરણનાં ઘટકો 

પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે, જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત, પર્યાવરણનાં કારણે માનવજીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે.

  • પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે : ‘પરિ’ એટલે આજુબાજુ કે ચારેય બાજુ અને ‘આવરણ’ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે.

પર્યાવરણનાં ઘટકો : Components of The Environment

પર્યાવરણ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે. આ ચાર ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ ચાર આવરણો વિશે વિશે ટૂંકમાં સમજીએ –

મૃદાવરણઃ

પૃથ્વીના ઉપરના ધન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનીજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે, તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાસ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.

જલાવરણ :

પૃથ્વીસપાટીનો નીચાણવાળા ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે.

વાતાવરણ :

પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, મારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન પ્રસારણ વાતાવરણને આભારી છે. અને મોબાઇલ ફોનના સંદેશાવ્યવહાર

જીવાવરણ –

પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે.

પર્યાવરણના કેટલા પ્રકાર છે? કયા કયા ?

પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે : કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ.

કુદરતી પર્યાવરણ

  • કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે.
  • અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવસર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિકૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવનિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે.

માનવનિર્મિત પર્યાવરણ

  • માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે.
  • પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે.
  • આદિ કાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો.
  • તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી, તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી.
  • સમય સાથે પરિવર્તન થયું.અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી.
  • પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો, આ માનવનિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે

પૃથ્વી પર પાણીનું વિતરણ કેવી રીતે થયેલુ છે ?

પાણીનું વિતરણ

  • પૃથ્વીસપાટી પર ભૂમિવિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વીસપાટીનો આશરે 71 % વિસ્તાર રોકે છે.
  • પાણીના વિશાળ જળભંડાર ધરાવતાં ભાગોને મહાસાગર કહે છે.
  • પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે
  • : (1) પૅસિફિક (2) ઍટલાન્ટિક (3) હિન્દ (4) આર્કટિક.
  • આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે.
  • પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે.
  • પૃથ્વીસપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે.
  • મીઠા પાણીનો મુખ્ય સ્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવર, નદીઓ વગેરે છે.

સમુદ્રનાં મોજાં

  • સમુદ્રનાં મોજાં વિવિધ પ્રકારનાં બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજાં સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચાં મોજાં ઊછળે છે. આ મોજા સમુદ્રકિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે.

ભરતી-ઓટ

  • દિવસમાં બેવાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઊતરે છે.
  • સમુદ્રની આ ચઢ-ઊતરની ઘટનાને ‘ભરતી-ઓટ’ કહે છે.
  • ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજાં રૂપે કિનારા તરફ ધસી આવે છે જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે.
  • બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12:25 ક્લાક જેટલો હોય છે.

સમુદ્રમાં ભરતી-ઓટ ક્યારે આવે ?

  • સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી-ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે,
  • તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા-જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ-અલગ સમયે ભરતી ઓટ આવે છે. 
  • અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે.

મહાસાગરીય પ્રવાહો

  • ધરતી-પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વસે છે, આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે.
  • આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવનાં કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે.
  • મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ, અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતાં હોય છે.

જાણવા જેવુ :

પાણીનો સ્ત્રોત ટકાવારી
મહાસાગર
97.3 %
હિમશિખરો -હિમશીલાઓ
2.0%
ભૂમિગત પાણી
0.68%
મીઠા પાણીના સરોવર
0.009%
ખારા પાણીના સરોવર
0.009%
વાતાવરણમાં
0.019%
નદીઓમાં
0.001%
કુલ પાણી
100%

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.