G-SHALA APPLICATION
આ પોસ્ટમાં G-Shala Application કેવી રીતે ડાઉનલોડ કરવી તે વિષે જોઈશું. G-Shala Application તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.
G-Shala Application ડાઉનલોડ કરો: G-Shala Application નું પૂરું નામ ગુજરાત સ્ટુડન્ટ્સની હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન છે. ટેકનોલોજી ક્ષેત્રે તેજી આવે છે, જેમાં પ્રવાસીઓ અને આઈ.ટી. શિક્ષણ ક્ષેત્ર મોખરે છે, જે શિક્ષણ ક્ષેત્રે પણ તમામ લાભ લાવે છે.
G-Shala Application: G-Shala Applicationનો ઉપયોગ કરવો સરળ છે. શૈક્ષણિક તકનીકી દ્વારા શિક્ષણના અર્થની શોધ કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, આપણે શિક્ષણ, શિક્ષણ, આકારણી, વગેરેના ક્ષેત્રમાં આ તકનીકીનો લાભ લઈ શકીએ છીએ.
G – SHALA APPLICATION બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો…?
(૧) સૌ – પ્રથમ પ્લે – સ્ટોરમાંથી G – SHALA APPLICATION ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )
(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે ” સાઈન અપ ” લખેલ હશે ત્યાં ક્લિક કરો
(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
(૫) સૌ – પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
(૭) ત્યારબાદ નીચે ” વિગતો મેળવો ” નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે
(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન “સાઈન અપ ” પર ક્લિક કરો
(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G – SHALA APPLICATION શરું થઈ જશે
G – SHALA APPLICATION માં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.