અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન કઈ રીતે થાય છે?
(FEEDING AND DIGESTION IN AMOEBA)
- How does Amoeba Obtain its Food અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે.
- અમીબા કોષરસપટલ, એક ગોળ ઘટ્ટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે.
- અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધા બહાર કાઢે છે. તેને ખોટાપગ (Pseudopodia) કહે છે
- જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે.
- અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. તેને ખોરાકનો આભાસ થાય છે, ત્યારે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે.
- અન્નધાનીમાં પાચકરસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરેપાચિત ખોરાક શોષણ પામે છે.
- શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે.
અમીબામાં ખોરાકગ્રહણ અને પાચન કઈ રીતે થાય છે?
- અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે.
- જ્યારે તેને ખોરાનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે.
- તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે.
- અન્નધાનીમાં પાચકરસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે.
- આ રીતે તે ખોરાકનું પાચન કરે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે.