11.ગતિ અને અંતરનું માપન:Motion and Measurement of Distances

Motion and measurement of distances
Motion and Measurement of Distances

ગતિ અને અંતરનું માપન : Motion and Measurement of Distances

પ્રાચીન સમયમાં લોકો પાસે વાહનવ્યવહારનાં સાધનો ન હતાં. આથી તેઓ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા. ત્યારપછી જળમાગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો.

પૈડાંની શોધ બાદ વાહનવ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો.

વરાળયંત્રની શોધથી નવા જ શક્તિસ્રોતનો સમાવેશ થયો. વરાળયંત્ર દ્વારા ચાલતી આગગાડીનો વિકાસ થયો. ત્યારબાદ સ્વચાલિત વાહન (ઑટોમોબાઇલ) આવ્યા. મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. ઓગણીસમી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો. ઇલેક્ટ્રિક ટ્રેન, મોનોરેલ (એક જ પાટા પર ચાલતી ટ્રેન), સુપરસોનિક વિમાનો અને અંતરિક્ષયાન વીસમી સદીના યોગદાન છે.

વેંત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોક્કસાઈપૂર્વક માપી શકાય કે નહી? 

જુદી જુદી વ્યક્તિઓના વૈત, હાથ અને પગલાંનાં માપ જુદા-જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વૈતથી, હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય. તેથી વસ્તુની લંબાઈ ચોક્સાઈપૂર્વક માપી શકાય નહિ.

લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો?

પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ, વૈત, હાથ કે ડગલાંનો ઉપયોગ કરતા.

પરંતુ જુદા જુદા માણસોની આગળની જાડાઈ, વેંતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાંની લંબાઈ એકસરખી હોતી નથી.

આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે.

જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય, તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તોપણ તેનું માપ એકસરખું જ મળે.

માપન એટલે શું? સમજાવો.

માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તમારે

ઓરડાની લંબાઈ માપવી છે. અહીં ઓરડાની લંબાઈ અજ્ઞાત જથ્થો છે. તેને માપવા

મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. મીટર સ્કેલ જ્ઞાત જથ્થો છે. ઓરડાની લંબાઈ

માટે ઓરડાના એક છેડાથી મીટર સ્કેલ માપતા બીજા છેડા સુધી જતાં 8 મીટર ઑલ મપાયાં, તો ઓરડાની લંબાઈ 8 મીટર ગણાય. આ રીતે ઓરડાની લંબાઈનું માપન થયું કહેવાય. અહિં 8 સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ છે.

લંબાઈના એકમો ક્યા ક્યા છે? તેમની વચ્ચેનો સંબંધ જણાવો.

લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે. લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટિમીટર (સેમી) અને મિલીમીટર (કિમી) છે. લંબાઈનો મોટો એકમ કિલોમીટર (કિમી) છે.

લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે :

1 સેન્ટિમીટર = 10 મિલીમીટર

1 મીટર = 100 સેન્ટિમીટર = 1000 મિલીમીટર

1 કિલોમીટર =1000 મીટર = 1,00,000 સેન્ટિમીટર

ગતિના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ગતિના પ્રકાર નીચે મુજબ છે :

(1) સુરેખ ગતિ : તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે.

(2) વક્રગતિ: તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્રરેખા હોય છે. કીડીની ગતિ, ઊડતાં મચ્છરની ગતિ વક્રગતિ છે,

(3) વર્તુળાકાર ગતિ : દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળગોળ ફેરવતાં તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાનાં પાંખિયાંની ગતિ વર્તુળાકાર ગતિ છે.

(4) આવર્ત ગતિ : વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ આવર્ત ગતિ છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.