65 Science Words Every College Graduate Should know:વિજ્ઞાનના શબ્દોની સમજ.

science words dictionary
science words dictionary-વિજ્ઞાનના શબ્દોની સમજ

આપણે અહી આ લેખમાં વિજ્ઞાનના શબ્દોની સમજ મેળવીશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોલેજ વિધાર્થીઓએ સમજવા જરૂરી છે.31 Science Words Every College Graduate Should Know. 

Basic Science Words 

1) એલર્જી (Allergy):-

  • સામાન્ય માણસને વિપરીત અસર ન કરે તેવા પદાર્થોની વિશિષ્ટ મનોવૃત્તિ કે શરીર બંધારણ ધરાવતા મનુષ્ય ઉપર થતી વિપરીત અસર. 

2) ગુરુત્વ મધ્યબિંદુ (Centre Of Gravity)  :-

  • પદાર્થના અણુઓ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સમાંતર બળોનું પરિણામાત્મક બળ પદાર્થના જે બિંદુમાંથી પસાર થાય તેને પદાર્થનું ગુરુત્વ મધ્યબિંદુ કહે છે.

3) તત્ત્વ (Element)  :-

  • એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને તત્ત્વ કહે છે. જેમ કે, હાઈડ્રોજન, ઑક્સિજન, તાંબુ વગેરે.

4) સંયોજન  (Compound)  :-

  • એક કરતાં વધારે પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને સંયોજન કહે છે. જેમકે , H20, Mg0, NaCI

5) પરમાણુ ભારાંક  (Atomic Mass Number)  :-

  • પરમાણુંનું વજન પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનના સંયુક્ત વજન જેટલું હોય છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાને પરમાણુભારાંક કહે છે.

6) પરમાણુ ક્રમાંક  (Atomic Number)  :-

  • પરમાણુક્રમાંક એટલે પરમાણુ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા . તેની સંજ્ઞા Z છે.

7) ક્ષ-કિરણો  (X-Ray)  :-

  • ખૂબ જ ટૂંકી તરંગલંબાઈ ધરાવતાં વિદ્યુતચુંબકીય તરંગો છે. 

8) આયનિક બંધ  (Ionic Bond)  :-

  • વિરુદ્ધ વીજભારવાળા બે આયનો વચ્ચે આકર્ષણ રહે છે.આ આકર્ષણને લીધે બંને આયનો એકબીજા સાથે જકડાઈને રહે છે.આ પ્રકારના બંધ ને આયનિક બંધ કહે છે.

9) વિઘટન (Fission)  :-

  • જે રાસાયણિક પ્રક્રિયામાં અણુ નું વિભાજન નાના અણુઓમાં થાય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહે છે.

10) સંયોગ  (Synthesis)  :-

  • જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા વધારે અણુઓ એકઠા થઇ ને સંયોજનનો એક મોટો અણુ બનાવે તે રાસાયણિક પ્રક્રિયા ને સંયોગ કહે છે.

11 ) અણુસૂત્ર  (Molecular Formula)  :-

  • સંયોજનના એક અણુ માં રહેલાં ઘટક તત્ત્વોને તેમના પરમાણુંના પ્રમાણ સહિત દર્શાવાવના સાંકેતિક સ્વરૂપને અણુસૂત્ર કહે છે.

12 ) રસાયણિક સમીકરણ  (Chemical Reaction)  :-

  • સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયા ટૂંકમાં દર્શાવાવના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે.

13 ) સૂકો બરફ  (Dry Ice)  :-

  • કાર્બન ડાયોકસાઈડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે છે.

14 ) કાર્બનચક્ર (Carbon Cycle)  :-

  • જીવરાસાયણિક પ્રક્રિયા દ્વારા કાર્બન નું વાતાવરણમાંથી લીલી વનસ્પતિમાં, લીલી વનસ્પતિમાંથી પ્રાણીઓમાં અને આ બંનેમાંથી ફરી વાતાવરણ માં પાછાં ફરવાનું ચક્રાકાર ભ્રમણ ને કાર્બનચક્ર કહે છે.

15 ) ગ્રીનહાઉસ અસર  (Green House Effect)  :-

  • જમીન પરથી પાછા ફેંકાયેલા સૂર્યના ઉષ્માકિરણોને શોષી લેવાના વાતાવરણમાં ના કાર્બન ડાયોકસાઈડ ના ગુણ ને લીધે ઉદભવતી અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.

Basic Science Words 

16 ) હાઈડ્રોકાર્બન સંયોજનો  (HydroCarbon Compounds)  :-

  • જે સંયોજનોમાં ફક્ત કાર્બન અને હાઈડ્રોજન બે જ તત્ત્વો હોય તે સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. 

17 ) બળતણ   ( Fuel)  :-

  • જે પદાર્થોના  દહનથી ઉષ્મા-ઉર્જા ઉત્પન્ન થાય તે પદાર્થોને બળતણ કહે છે.  

18 ) પરમાણુ ઉર્જા   (Atomic Energy)  :-

  • તત્ત્વના પરમાણુના ન્યુક્લિયસમાં ઉર્જા સમાયેલી હોય છે, તત્ત્વના પરમાણુના ન્યુક્લિયસને તોડવામાં આવે ત્યારે મોટા જથ્થામાં ઉર્જા છૂટી પડે છે. આ ઉર્જાને પરમાણુ ઉર્જા કહે છે.

19 ) જળવિદ્યુત  (Hydral Elecrticity)  :-

  • ઝડપથી વહેતા પાણીની મદદથી ટર્બાઇન ફેરવીને ઉત્પન્ન કરેલી વિદ્યુતને જળવિદ્યુત કહે છે.

20 ) પરમાણુ વિખંડન   (Nuclear Fission)  :-

  • યુરેનિયમ જેવા ભારે તત્ત્વના પરમાણુકેન્દ્ર પર પ્રવેગિત કણો અફાળવાથી તેનું વિભાજન થઈ ઓછા દ્રવ્યમાનવાળા બે પરમાણુકેન્દ્રમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પરમાણુ વિખંડન કહે છે. 

21 ) ભૂતાપીય ઉર્જા   (Geothermal Energy)  :-

  • પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી તથા વરાળરૂપે ભાર આવતી ઉષ્મા-ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. 

22 ) અશ્મિઓ  (Fossils)  :-

  • જળકૃત ખડકોમાંથી ભૂતકાળના સજીવોના અવશેષોમળી આવે છે , જેને અશ્મિઓ કહે છે. 

23 ) મિશ્ર ધાતુ   (Alloys)  :-

  • બે કે  વધારે ધાતુઓને પીગળાવી બનાવેલ એકરસ મિશ્રણને ઠારવાથી બનતી એકરૂપ ધાતુને મિશ્રધાતુ કહે છે. 

24 ) પદાર્થ   (Matter)  :-

  • જે જગ્યા રોકે અને દ્રવ્યમાન ધરાવે તે પદાર્થ કહેવાય.

25 ) પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા  (Photo-Chemical Reaction)  :-

  • જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રકાશ ઉદભવે અથવા પ્રકાશનું શોષણ થાય તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા કહે છે. 

Basic Science Words 

26 ) આયનીકરણ (Ionization)  :-

  • વિદ્યુતવિભાજ્યનું પાણીમાં દ્રાવણ બનાવતા અથવા તેને પીગળવી પ્રવાહી સ્વરૂપમાં ફેરવતા તેના અણુઓનું ધનભારવાહી  અને ઋણભારવાહી આયનોમાં રૂપાંતર થાય છે. વિદ્યુતવિભાજ્યની આયનોમાં વિભાજન થવાની ક્રિયાને આયનીકરણ કહે છે.

 27 ) વેગ  (Velocity)  :-

  • પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલા અંતરને પદાર્થનો વેગ કહે છે. 

 28 ) બળ  (Force)  :-

  • જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થયા તે અસરને બલ કહે છે. 

 29 ) ગુરુત્ત્વાકર્ષણ બળ  ( Gravitation)  :-

  • દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે જે બળ અસ્તિત્વ ધરાવે છે, તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે.

 30 ) વીજચુંબકીય બળ  (Electro Magnatic Force)  :-

  • વીજભારો વચ્ચે કે ચુંબકો વચ્ચે થતા પારસ્પરિક અસરના બળને વીજચુંબકીય બળ કહે છે.

Basic Science Words 

31 ) તરંગલંબાઈ   (Wavelength)  :-

  • તરંગના બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગલંબાઈ કહે છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.