આપણે અહી આ લેખમાં વિજ્ઞાનના શબ્દોની સમજ મેળવીશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોલેજ વિધાર્થીઓએ સમજવા જરૂરી છે.31 Science Words Every College Graduate Should Know.
સામાન્ય માણસને વિપરીત અસર ન કરે તેવા પદાર્થોની વિશિષ્ટ મનોવૃત્તિ કે શરીર બંધારણ ધરાવતા મનુષ્ય ઉપર થતી વિપરીત અસર.
2) ગુરુત્વ મધ્યબિંદુ (Centre Of Gravity) :-
પદાર્થના અણુઓ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સમાંતર બળોનું પરિણામાત્મક બળ પદાર્થના જે બિંદુમાંથી પસાર થાય તેને પદાર્થનું ગુરુત્વ મધ્યબિંદુ કહે છે.
3) તત્ત્વ (Element) :-
એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને તત્ત્વ કહે છે. જેમ કે, હાઈડ્રોજન, ઑક્સિજન, તાંબુ વગેરે.
4) સંયોજન (Compound) :-
એક કરતાં વધારે પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને સંયોજન કહે છે. જેમકે , H20, Mg0, NaCI
5) પરમાણુ ભારાંક (Atomic Mass Number) :-
પરમાણુંનું વજન પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનના સંયુક્ત વજન જેટલું હોય છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાને પરમાણુભારાંક કહે છે.
6) પરમાણુ ક્રમાંક (Atomic Number) :-
પરમાણુક્રમાંક એટલે પરમાણુ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા . તેની સંજ્ઞા Z છે.
7) ક્ષ-કિરણો (X-Ray) :-
ખૂબ જ ટૂંકી તરંગલંબાઈ ધરાવતાં વિદ્યુતચુંબકીય તરંગો છે.
8) આયનિક બંધ (Ionic Bond) :-
વિરુદ્ધ વીજભારવાળા બે આયનો વચ્ચે આકર્ષણ રહે છે.આ આકર્ષણને લીધે બંને આયનો એકબીજા સાથે જકડાઈને રહે છે.આ પ્રકારના બંધ ને આયનિક બંધ કહે છે.
9) વિઘટન (Fission) :-
જે રાસાયણિક પ્રક્રિયામાં અણુ નું વિભાજન નાના અણુઓમાં થાય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહે છે.
10) સંયોગ (Synthesis) :-
જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા વધારે અણુઓ એકઠા થઇ ને સંયોજનનો એક મોટો અણુ બનાવે તે રાસાયણિક પ્રક્રિયા ને સંયોગ કહે છે.
11 ) અણુસૂત્ર (Molecular Formula) :-
સંયોજનના એક અણુ માં રહેલાં ઘટક તત્ત્વોને તેમના પરમાણુંના પ્રમાણ સહિત દર્શાવાવના સાંકેતિક સ્વરૂપને અણુસૂત્ર કહે છે.
12 ) રસાયણિક સમીકરણ (Chemical Reaction) :-
સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયા ટૂંકમાં દર્શાવાવના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે.
13 ) સૂકો બરફ (Dry Ice) :-
કાર્બન ડાયોકસાઈડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે છે.
14 ) કાર્બનચક્ર (Carbon Cycle) :-
જીવરાસાયણિક પ્રક્રિયા દ્વારા કાર્બન નું વાતાવરણમાંથી લીલી વનસ્પતિમાં, લીલી વનસ્પતિમાંથી પ્રાણીઓમાં અને આ બંનેમાંથી ફરી વાતાવરણ માં પાછાં ફરવાનું ચક્રાકાર ભ્રમણ ને કાર્બનચક્ર કહે છે.
15 ) ગ્રીનહાઉસ અસર (Green House Effect) :-
જમીન પરથી પાછા ફેંકાયેલા સૂર્યના ઉષ્માકિરણોને શોષી લેવાના વાતાવરણમાં ના કાર્બન ડાયોકસાઈડ ના ગુણ ને લીધે ઉદભવતી અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.
જે સંયોજનોમાં ફક્ત કાર્બન અને હાઈડ્રોજન બે જ તત્ત્વો હોય તે સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે.
17 ) બળતણ ( Fuel) :-
જે પદાર્થોના દહનથી ઉષ્મા-ઉર્જા ઉત્પન્ન થાય તે પદાર્થોને બળતણ કહે છે.
18 ) પરમાણુ ઉર્જા (Atomic Energy) :-
તત્ત્વના પરમાણુના ન્યુક્લિયસમાં ઉર્જા સમાયેલી હોય છે, તત્ત્વના પરમાણુના ન્યુક્લિયસને તોડવામાં આવે ત્યારે મોટા જથ્થામાં ઉર્જા છૂટી પડે છે. આ ઉર્જાને પરમાણુ ઉર્જા કહે છે.
19 ) જળવિદ્યુત (Hydral Elecrticity) :-
ઝડપથી વહેતા પાણીની મદદથી ટર્બાઇન ફેરવીને ઉત્પન્ન કરેલી વિદ્યુતને જળવિદ્યુત કહે છે.
20 ) પરમાણુ વિખંડન (Nuclear Fission) :-
યુરેનિયમ જેવા ભારે તત્ત્વના પરમાણુકેન્દ્ર પર પ્રવેગિત કણો અફાળવાથી તેનું વિભાજન થઈ ઓછા દ્રવ્યમાનવાળા બે પરમાણુકેન્દ્રમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પરમાણુ વિખંડન કહે છે.
21 ) ભૂતાપીય ઉર્જા (Geothermal Energy) :-
પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી તથા વરાળરૂપે ભાર આવતી ઉષ્મા-ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે.
22 ) અશ્મિઓ (Fossils) :-
જળકૃત ખડકોમાંથી ભૂતકાળના સજીવોના અવશેષોમળી આવે છે , જેને અશ્મિઓ કહે છે.
23 ) મિશ્ર ધાતુ (Alloys) :-
બે કે વધારે ધાતુઓને પીગળાવી બનાવેલ એકરસ મિશ્રણને ઠારવાથી બનતી એકરૂપ ધાતુને મિશ્રધાતુ કહે છે.
24 ) પદાર્થ (Matter) :-
જે જગ્યા રોકે અને દ્રવ્યમાન ધરાવે તે પદાર્થ કહેવાય.
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રકાશ ઉદભવે અથવા પ્રકાશનું શોષણ થાય તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા કહે છે.
Basic Science Words
26 ) આયનીકરણ (Ionization) :-
વિદ્યુતવિભાજ્યનું પાણીમાં દ્રાવણ બનાવતા અથવા તેને પીગળવી પ્રવાહી સ્વરૂપમાં ફેરવતા તેના અણુઓનું ધનભારવાહી અને ઋણભારવાહી આયનોમાં રૂપાંતર થાય છે. વિદ્યુતવિભાજ્યની આયનોમાં વિભાજન થવાની ક્રિયાને આયનીકરણ કહે છે.
27 ) વેગ (Velocity) :-
પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલા અંતરને પદાર્થનો વેગ કહે છે.
28 ) બળ (Force) :-
જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થયા તે અસરને બલ કહે છે.
29 ) ગુરુત્ત્વાકર્ષણ બળ ( Gravitation) :-
દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે જે બળ અસ્તિત્વ ધરાવે છે, તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે.
30 ) વીજચુંબકીય બળ (Electro Magnatic Force) :-
વીજભારો વચ્ચે કે ચુંબકો વચ્ચે થતા પારસ્પરિક અસરના બળને વીજચુંબકીય બળ કહે છે.
Basic Science Words
31 ) તરંગલંબાઈ (Wavelength) :-
તરંગના બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગલંબાઈ કહે છે.