UNION BUDGET 2021-22:BUDGET ANNOUNCEMENTS AFFECTING WOMEN

UNION BUDGET 2021-22
BUDGET ANNOUNCEMENTS AFFECTING WOMEN

UNION BUDGET 2021-22

મહિલાઓ પર પ્રભાવ પાડતી અંદાજપત્રની જાહેરાતો:-

બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં તથા યોજનાઓમાં પહેલ અને રોકાણ લાખો મહિલાઓના જીવનની કાયાકલ્પ કરવાની સંભવિતતા ધરાવે છે, તેમને પોષણયુક્ત આહાર અને આરોગ્ય સંભાળ સુવિધાઓ સુલભ બનાવવાની જોગવાઈઓ ધરાવે છે, પ્રસ્તુત કૌશલ્યની તાલીમ દ્વારા તેમની રોજગારીની સંભવિતતાઓ વધારવાની શક્યતાઓ ધરાવે છે, જેથી તેઓ રોજગારીની નવી તકો મેળવવા સક્ષમ બનશે. વળી, તેમને આત્મનિર્ભર બનવા અને નાણાકીય રીતે સ્વતંત્ર બનવા માટે વ્યાજે ધિરાણ પણ મળશે.સ્વતંત્ર બનવા માટે સસ્તા વ્યાજે ધિરાણ પણ મળશે.

મહિલાઓ અને આરોગ્ય ક્ષેત્ર

આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાઃ બજેટમાં સૌથી મોટી જાહેરાતો પૈકીની એક જાહેરાત કુશળતા ધરાવતી અને અર્ધકૌશલ્ય ધરાવતી શહેરી અને ગ્રામીણ મહિલાઓને સહભાગીઓ કે લાભાર્થીઓ તરીકે સક્ષમ બનાવતી યોજના છે – આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના.

આગામી છ વર્ષમાં રૂ. ૬૪,૧૮૦ કરોડના ખર્ચ સાથે આરોગ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી આ યોજના પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓની ક્ષમતા વિકસાવશે, હાલની રાષ્ટ્રીય સંસ્થાઓની ક્ષમતામાં વધારો કરશે અને નવી સંસ્થાઓનું સર્જન કરશે, જેથી નવી અને વિકસતી બીમારીઓની ઓળખ અને સારવાર પૂરી પાડી શકાય.

અત્યારે મહિલાઓ દેશમાં ડોક્ટર, નર્સ, આશા કાર્યકર્તાઓ, પ્રસૂતિ સહાયક, આંગણવાડી કાર્યકર્તાઓ વગેરે સ્વરૂપે સ્વાસ્થ્ય ક્ષેત્રના કાર્યરત લાયકાત ધરાવતા કાર્યકર્તાઓમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે તેમજ આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

યોજના એની પહોંચ તેમજ અમલીકરણ અને નિરીક્ષણ દ્વારા ભારતીય મહિલાઓના જીવનમાં અર્થપૂર્ણ રીતે અસર કરી શકે છે. આરોગ્ય સંભાળ માટે સૂચિત બિલ છે – રાષ્ટ્રીય આનુષંગિક આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો માટેના પંચનું બિલ તથા રાષ્ટ્રીય નસિંગ અને પ્રસૂતિ સહાયક પંચ બિલ.

 મહિલાઓ માટે લાભદાયક સામાજિક ક્ષેત્રની યોજનાઓ

મિશન પોષણ ૨.૦ યોજનાઃ

નાણાં મંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, “પોષક દ્રવ્યોની સામગ્રીને વધારવા, એની પહોંચ સુનિશ્ચિત કરવા, એને વધારે વિસ્તારોમાં પહોંચાડવા અને શ્રેષ્ઠ પરિણામો મેળવવા અમે પૂરક પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાનનું વિલીનીકરણ કરીશું અને પછી ‘મિશન પોષણ ૨.૦’ શરૂ કરીશું.

અમે ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓમાં પોષક દ્રવ્યોનાં પરિણામો સુધારવા સઘન વ્યૂહરચના અપનાવીશું.” બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે મહિલા અને બાળ વિકાસ (WCD) મંત્રાલય માટે કુલ રૂ. ૨૪,૪૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૬.૩૧%નો વધારો કરવામાં આવ્યો છે. રૂ. ૨૪,૪૩૫ કરોડમાંથી સૌથી વધુ રૂ. ૨૦,૧૦૫ કરોડની રકમ નવી જાહેર થયેલી સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ ૨.૦ યોજના માટે ફાળવવામાં આવી છે.

મૂળ યોજના પોષણ ૨.૦ યોજના સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS), આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન, કિશોરીઓ માટેની યોજના તથા રાષ્ટ્રીય શિશુગૃહ યોજનાને આવરી લેશે. મિશન વાત્સલ્ય (બાળ સુરક્ષા સેવાઓ અને બાળ કલ્યાણકારક સેવાઓ) માટે રૂ. ૯૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મિશન શક્તિ (મહિલાઓના રક્ષણ અને ઉત્થાન માટેનું અભિયાન) માટે રૂ. ૩૧૦૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મિશન શક્તિ આ ઘટકો ધરાવે છે:

  • ‘SAMBHAL’ (વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્વયંસેવક, મહિલાઓની હેલ્પલાઇન ઉજ્જવલા, વિધવા ગૃહો વગેરે) 
  • ‘SAMARTHYA’ (બેટી બચાઓ, બેટી પઢાઓ, શિશુગૃહ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જેન્ડર બજેટિંગ, સંશોધન, કૌશલ્ય, તાલીમ વગેરે)
  • મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થાઓ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કો-ઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ (NIPCCD),
  • સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી (CARA),
  • નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR),

રાષ્ટ્રીય મહિલા પંચ અને કેન્દ્રીય સામાજિક કલ્યાણકારક મંડળના બજેટમાં ૨૦૨૧માં વધારો કરવામાં આવ્યો છે.

મહિલાઓ પર પ્રભાવ પાડતી અંદાજપત્રની જાહેરાતો

પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજનાઃ

બજેટમાં મહિલાઓને સીધી અસર કરતી અન્ય જાહેરાતોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) અંતર્ગત વધુ એક કરોડ મહિલાઓને ઉમેરવાની દરખાસ્ત સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧ મે, ૨૦૧૬ના રોજ શરૂ કરેલી આ યોજનાનો ઉદ્દેશ ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની મહિલાઓને પાંચ કરોડ LPG જોડાણો આપવાનો હતો, જેથી ગ્રામીણ ભારતમાં મહિલાઓને રસોડામાં ધુમાડાથી મુક્તિ મળે. પછી આ યોજનાનો લક્ષ્યાંક વધારીને માર્ચ-૨૦૨૦સુધીમાં આઠ કરોડ મહિલાઓને LPG જોડાણો આપવાનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

હવે નાણાં મંત્રીએ આ યોજના અંતર્ગત વધુ એક કરોડ મહિલાઓને લાવવાનો ઉદેશ જાહેર કર્યો છે. સરકારે પણ આગામી ત્રણ વર્ષમાં સિટી ગેસ વિતરણ નેટવર્કમાં વધુ ૧૦૦ જિલ્લાને સમાવવાની યોજના બનાવી છે, જેનાથી શહેરી મહિલાઓને પણ લાભ મળશે.

જલ જીવનમિશન (શહેરી):

પાણીનો પુરવઠો દરેક ઘર સુધી પહોંચાડવાથી મહિલાઓની મહેનતમાં ઘટાડો થશે અને તેમને ઘરગથ્થું કામમાં ઓછો સમય ફાળવવો પડશે, જેથી એ ઘર માટે વધારે ઉપયોગી કામ કરી શકશે.

જલ જીવન મિશન (શહેરી)નો ઉદેશ ૨.૮૬ કરોડ નળનાં જોડાણ સાથે તમામ ૪,૩૭૮ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પાણીનો પુરવઠો પૂરો પાડવાનો તેમજ પ૦૦ અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવાનો છે.

આ યોજનાનો અમલ પાંચ વર્ષમાં રૂ. ૨,૮૭,૦૦૦ કરોડના ખર્ચ સાથે થશે. જો આ સુવિધાઓના અભાવમાં મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડે છે એ બાબતને ધ્યાનમાં રાખીએ, તો આ ત્રણ યોજના મહિલાઓ માટે લાભદાયક પુરવાર થશે.

તકોઃ મહિલા વ્યાવસાયિકો અને અર્ધકુશળ કામદારોથી બનેલા અનૌપચારિક કે કામચલાઉ અર્થતંત્ર માટે ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ પરિવર્તનકારક બન્યું છે.

કામ કરવાના સુવિધાજનક કલાકો મહિલાઓ માટે કામની સાથે તેમની પરંપરાગત ભૂમિકા સંતુલિત રીતે અદા કરવાનું સરળ બનાવે છે, ભલે એમાં તેમને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પર્યાપ્ત વળતર મળતું નથી, છતાં આ પ્રકારની આવકથી મહિલાઓ તેમના ઘરની આજીવિકામાં ટેકો આપી શકે છે.

અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષાઓ આપવી એક પ્રથપ્રદર્શક પહેલ છે, જે લાખો મહિલાઓને સુવિધાજનક રીતે કામ કરવાની તકો પૂરી પાડે છે.

બજેટમાં પરોક્ષ રીતે એ હકીકતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે મહિલાઓ ભવિષ્યમાં કામની તકો ઝડપવા કુશળતા વધારવા વધુ સજ્જ થશે, ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે.

તમામ ક્ષેત્રોમાં અને રાત પાળીમાં મહિલાઓને કામ કરવાની છૂટ આપવીઃ

બજેટમાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓને કામ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વળી, એમાં રાત પાળીમાં મહિલાઓને કામ કરવાની છૂટ પણ આપવામાં આવી છે, જેનાથી કાર્યસ્થળો પર લિંગ વિવિધતાને પ્રોત્સાહન મળી શકે છે તથા ઉત્પાદન અને ઇજનેરી જેવાં ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો જોવા મળશે.

કાપડ અને ચા ઉદ્યોગ –

મહિલાઓ માટે લાંબા સમય સુધી રોજગારી પૂરી પાડતાં ક્ષેત્રોઃ સરકારે બજેટમાં સાત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક્સ (MITRAs) અને ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (PLI) યોજનાની જાહેરાત કરતાં કાપડ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય રીતે સ્પર્ધાત્મક બનવા સક્ષમ બનશે અને મોટા પાયે રોકાણ આકર્ષી શકશે.

વળી, એમાં મહિલાઓ માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. ચા ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે રૂ. ૧,૦૦0 કરોડની કલ્યાણકારક જાહેરાતો, ખાસ કરીને આસામ અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અને તેમનાં બાળકો માટે આ જાહેરાત આવકારદાયક પગલું છે, કારણ કે ચા ઉદ્યોગમાં ૬૦% ‘ટી પ્લકર્સ’ તરીકે મહિલાઓ કાર્યરત છે. અત્યારે આત્મનિર્ભરતાની તાતી જરૂર છે.

સક્ષમ મહિલાઓ નવી તકો ઝડપવા સજ્જ છે, જે નવા ભારતનું વિઝન છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.